India New Zealand FTA: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થયો મુક્ત વેપાર કરાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થયો ઐતિહાસિક કરાર ( India New Zealand FTA)
ભારત- ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર થયો
ન્યુઝીલેન્ડ ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ કરશે
India-New Zealand Free Trade Agreement: વૈશ્વિક વ્યાપારિક ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. ઓમાન સાથેના સફળ કરાર બાદ, ભારતે હવે ન્યુઝીલેન્ડ સાથે પણ મુક્ત વેપાર કરાર (FTA) પૂર્ણ કરીને આર્થિક ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ કરાર હેઠળ ન્યુઝીલેન્ડ આગામી 15 વર્ષોમાં ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આશરે ₹1.8 લાખ કરોડનું જંગી રોકાણ કરશે. આ ઐતિહાસિક સમજૂતીથી ભારતની અનેક નિકાસલક્ષી ચીજવસ્તુઓ જેવી કે કાપડ, ચામડાની વસ્તુઓ, એન્જિનિયરિંગ માલ, રત્નો-ઘરેણાં અને ફાર્માસ્યુટિકલ્સ પર અત્યાર સુધી લાગતી 2 થી 10 ટકા ડ્યુટી હવે શૂન્ય થઈ જશે, જેનાથી ભારતીય નિકાસકારોને વૈશ્વિક બજારમાં મોટો ફાયદો મળશે.
Had a very warm telephonic conversation with my friend & counterpart, NZ Minister Todd McClay.
We congratulated each other on the successful conclusion of the #IndiaNZFTA under the leadership and guidance of PM @NarendraModi ji and NZ PM @ChrisLuxonMP.
He spoke about the… pic.twitter.com/wSym6vd4Sb
— Piyush Goyal (@PiyushGoyal) December 22, 2025
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર
આ કરારમાં ભારતીય ખેડૂતોના હિતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતે ન્યુઝીલેન્ડ માટે પોતાના કૃષિ અને ડેરી બજારો ખોલ્યા નથી, પરંતુ સફરજન, કીવી અને વાઇન જેવી આયાતી વસ્તુઓ પર ડ્યુટી ઘટાડી છે, જેનાથી ભારતીય ગ્રાહકોને આ વસ્તુઓ સસ્તી મળશે. આ ઉપરાંત, ન્યુઝીલેન્ડ પોતાની અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા ભારતીય ખેડૂતોને ડેરી અને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા માટે પણ મદદ કરશે. વળી, ન્યુઝીલેન્ડથી આયાત કરવામાં આવતા કાચા માલ જેવા કે કોકિંગ કોલસો અને લાકડા પરની ટેરિફ હટાવી દેવામાં આવી છે, જે ભારતીય ઉદ્યોગો માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે.
મુક્ત વેપાર કરારથી ભારતને થશે હુમલો
યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પણ આ કરાર વરદાન સાબિત થશે. ન્યુઝીલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ દરમિયાન અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની છૂટ આપી છે. આ ઉપરાંત, વિજ્ઞાન, ટેકનોલોજી, ગણિત (STEM) અને અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓને બે થી ચાર વર્ષના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવામાં આવશે. આઇટી, હેલ્થકેર અને ટુરિઝમ સહિતના સેવા ક્ષેત્રની 118 પ્રકારની સેવાઓ પરની ડ્યુટી હટાવી દેવામાં આવી છે, જેનાથી ભારતીય કુશળ કામદારો માટે વિદેશમાં રોજગારીની નવી તકો ખુલશે.
The India-NZ partnership is going to scale newer heights. The FTA sets the stage for doubling bilateral trade in the coming 5 years.
India welcomes investment worth over USD 20 billion from New Zealand across diverse sectors. Our talented youth, vibrant startup ecosystem and…
— Narendra Modi (@narendramodi) December 22, 2025
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ કરારને ભારતીય અર્થતંત્ર માટે માઈલસ્ટોન ગણાવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, વાણિજ્ય મંત્રાલયની મહિલા અધિકારીઓની ટીમે માત્ર નવ મહિનાના રેકોર્ડ સમયમાં આ જટિલ વાટાઘાટો પૂર્ણ કરી છે. છેલ્લા થોડા વર્ષોમાં ભારતે મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, UAE અને ઓમાન જેવા દેશો સાથે સફળતાપૂર્વક વેપાર કરારો કર્યા છે અને હવે આવતા મહિનાઓમાં યુરોપિયન યુનિયન, યુકે તથા કેનેડા સાથે પણ આવા જ મોટા કરારો થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: India-Bangladesh Visa: ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીય વિઝા સેવાઓ કરી સ્થગિત


