Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Holi 2026 : રાજ્યભરનાં મંદિરોમાં ભવ્ય રંગોત્સવનું આયોજન, ક્યાંક ફૂલોની વર્ષા તો ક્યાંક હજારો કિલો રંગોથી ઉજવણી

આજે રાજ્યભરનાં મંદિરોમાં હોળી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદનાં જગન્નાથ મંદિર, યાત્રાધામ શામળાજી મંદિર, મહેસાણા બહુચરાજી મંદિર, સાળંગપુર હનુમાનજી મંદિર, વડતાલનાં સ્વામિનારાયણ મંદિર, ધોલેરા મદન મોહનજી સ્વામિનારાયણ મંદિર સહિતનાં મંદિરોમાં દિવ્ય અને ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળી અને ભક્તિ, શ્રદ્ધા અને આનંદનાં ત્રિવેણી સંગમ સાથે હોળીની ઉજવણી કરવામાં આવી.
holi 2026   રાજ્યભરનાં મંદિરોમાં ભવ્ય રંગોત્સવનું આયોજન  ક્યાંક ફૂલોની વર્ષા તો ક્યાંક હજારો કિલો રંગોથી ઉજવણી
Advertisement
  1. રાજ્યભરનાં મંદિરોમાં આજે Holi નાં તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ
  2. જગન્નાથ, શામળાજી, બહુચરાજી, સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભવ્ય ઉજવણી
  3. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવ શરુ થયો
  4. ભક્તો સાથે રંગોની સાથે ગુલાબ,ગલગોટા સહિત ફૂલોથી હોળી રમાઈ
  5. ભગવાન જગન્નાથને ચાંદીની પિચકારીથી હોળી રમાડાઈ
  6. બહુચરનાં ચાચર ચોકમાં હોળી અને શાહી સવારીનો સંયોગ
  7. સુરતમાં CP અનુપમસિંહ ગેહલોતે દિવ્યાંગ બાળકો સાથે હોળીની ઉજવણી કરી

Holi 2026 : આજે રાજ્યભરનાં મંદિરોમાં હોળી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદનાં જગન્નાથ મંદિર (Jagannath Temple), યાત્રાધામ શામળાજી મંદિર, મહેસાણા બહુચરાજી મંદિર, સાળંગપુર હનુમાનજી મંદિર, વડતાલનાં સ્વામિનારાયણ મંદિર, ધોલેરા મદન મોહનજી સ્વામિનારાયણ મંદિર સહિતનાં મંદિરોમાં દિવ્ય અને ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળી અને ભક્તિ, શ્રદ્ધા અને આનંદનાં ત્રિવેણી સંગમ સાથે હોળીની ઉજવણી કરવામાં આવી.

જગન્નાથ મંદિરમાં Holi ની ઉજવણી, 1 હજાર કિલો ફૂલોથી ભવ્યો રંગોત્સવ ઊજવાયો

અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરમાં હોળીનાં તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની (Jagannath Temple) પૂજા-અર્ચના કરી ભક્તોએ હોળીની ઉજવણી કરી હતી. રંગોની સાથે ગુલાબ,ગલગોટા સહિત ફૂલોથી હોળી રમવામાં આવી હતી. માહિતી અનુસાર, 1 હજાર કિલો ફૂલોથી ભગવાન જગન્નાથ હોળી રમાઈ હતી. ચાંદીની પિચકારી દ્વારા હોળી રમાડવામાં આવી હતી.

Advertisement

Advertisement

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવ શરુ 

દેવભૂમિ દ્વારકામાં (Dwarka) આવેલા દ્વારકાધીશ મંદિર ખાતે આજે હોળી નિમિત્તે લાખો ભાવિકો પહોંચ્યા હતા. સવારે 5 કલાકે ઠાકોરજીની મંગળા આરતી થઈ હતી.  ત્યાર બાદ બપોરે 2 થી 3 કલાકે ફૂલડોલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશ જગતમંદિરમાં ઉદયા તિથિ મુજબ ઉત્સવની ઉજવણીની પરંપરા અનુસાર આજે ફાલ્ગુન પૂર્ણિમા પર્વ ઊજવાયો હતો. ત્યાર બાદ ભાવિકોએ બપોરે 3 કલાકે ઠાકોરજી સંગ ફૂલડોલ ઉત્સવ મનાવ્યો હતો.

ભગવાન શામળિયાને અલગ-અલગ રંગો છાંટીને Holi નો તહેવાર ઊજવાયો

યાત્રાધામ શામળાજી મંદિરમાં આજે રંગોત્સવ ધામધૂમપૂર્વક મનાવાયો હતો. વહેલી સવારથી ભક્તોની મોટી સંખ્યા શામળાજી મંદિર ખાતે ઊમટ્યા હતા. ભગવાન શામળિયાને અલગ-અલગ રંગો છાંટીને રંગાયા હતા. મંદિરનાં પૂજારીઓએ ભક્તોને પણ રંગ છાંટી હોળી રમી હતી. ભક્તો શામળિયાનાં દ્વારા હોળીનાં રંગે ખૂબ રંગાઈ ગયા હતા. શામળાજી મંદિર (Shamlaji Temple) પરિસરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી.

ચાચર ચોકમાં હોળી-શાહી સવારીનો સંયોગ, પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દર્શન કરવા પહોંચ્યા

મહેસાણામાં આવેલા યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji Temple) ખાતે પણ આજે હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. માં બહુચરનાં ચાચર ચોકમાં હોળી અને શાહી સવારીનો સંયોગ જોવા મળ્યો હતો. ગુજરાતનાં ખૂણેખૂણેથી માઇભક્તો માં બહુચરનાં દર્શન માટે ઉમટ્યા હતા. પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) બહુચરાજી દર્શન માટે આવ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, વિશ્વમાં અશાંતિ છે ત્યારે ભારતમાં શાંતિનો માહોલ છે. દેવી શક્તિ અને સનાતન ધર્મથી નાગરિકો તહેવારો ઊજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની (PM Narendrabhai Modi) સરકારમાં લોકો સુખ-શાંતિથી જીવે છે. આપણા બધા ઉપર દેવી શક્તિનાં આશીર્વાદ છે.

વડતાલ ધામમાં 210 મો રંગોત્સવ ઊજવાયો, 50 હજારથી વધુ ભક્તો ઊમટ્યા

આજે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan Temple) પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલ ધામમાં 210 મો રંગોત્સવ ઊજવાયો હતો, જેમાં 50 હજારથી વધુ ભક્તો ઊમટ્યા હતા. ગુલાબ, કેસુડા અને ગલગોટાના ફૂલોથી આ રંગોત્સવ ઊજવાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજીએ હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય અને દિવ્ય રંગોત્સવની ઉજવણી કરાઈ હતી. કષ્ટભંજન દાદાના દરબારમાં હરિભક્તો ધૂળેટીનાં રંગમાં તરબતર થયા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સૌથી મોટા રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 7 પ્રકારનાં 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી ભક્તો પર વર્ષા કરવામાં આવી હતી. એરપ્રેશર મશીન અને કલર બ્લાસ્ટ દ્વારા દાદાના ધામમાં ગુલાલની છોળો ઊડી હતી. 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ અને 10,000 ફુગ્ગાઓથી આકાશ રંગીન બન્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ સાળંગપુર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો -Harshad Mata Temple અને ઉપરકોટનો થશે કાયાકલ્પ, જાણો શું છે પ્લાન?

ધોલેરામાં ભગવાનને કેસુડાનાં પ્રાકૃતિક રંગે રંગવામાં આવ્યા

ધોલેરા ખાતે આવેલા મદન મોહનજી સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan Temple) દિવ્ય રંગોત્સવ યોજાયો હતો. મંદિરનાં સંતોએ ભવ્ય રીતે રંગોત્સવનું આયોજન કર્યું હતું. દિવ્ય આરતી અને પૂજા બાદ રંગોત્સવની શરૂઆત થઈ હતી. ભગવાનને કેસુડાનાં પ્રાકૃતિક રંગે રંગવામાં આવ્યા હતા. હજારો હરિભક્તોએ મંદિર પરિસરમાં રંગોત્સવની મહિમા માણી હતી. પ્રાકૃતિક રંગો સાથે ભક્તિનાં રંગે પણ ભક્તો રંગાયા હતા. આસ્થા, ભક્તિ અને રંગોનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

ભગવાનને વૈદિક વિધિ મુજબ છપન્ન ભોગ અર્પણ કરાયો

કચ્છનાં (Kutch) અંજારમાં સચિદાનંદ સંપ્રદાય દ્વારા હોળી પર્વની પાવન અવસરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજાર સચિદાનંદ મંદિર ખાતે મહંત ત્રિકમદાસજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રંગોત્સવની આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત ફૂલોત્સવ ભવ્ય રીતે ઊજવાયો હતો. મહંત ત્રિકમદાસજી મહારાજના પવિત્ર આશીર્વચનોથી કાર્યક્રમને વિશેષ આધ્યાત્મિક ગૌરવ પ્રાપ્ત થયું હતું. ભગવાનને વૈદિક વિધિ મુજબ છપન્ન ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ મીઠાઈઓ, ફળ અને પ્રસાદનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રસિકજનોએ ભક્તિભાવથી ભાગ લીધો હતો.ભજન-કીર્તન અને ધૂનનાં મધુર સ્વરો વચ્ચે હોળીનાં પર્વની આનંદમય ઉજવણી થઈ હતી.

આ પણ વાંચો - Ambaji માં ભક્તિનો ઉમંગ અને ભક્તોની ભીડ, ગ્રહણને પગલે બદલાયેલા સમય છતાં શ્રદ્ધા અજેય

સુરતમાં CP અનુપમસિંહ ગેહલોતે દિવ્યાંગ બાળકો સાથે હોળીની ઉજવણી કરી

ઉપરાંત, સુરતમાં CP અનુપમસિંહ ગેહલોતે (CP Anupam Singh Gehlot) દિવ્યાંગ બાળકો સાથે હોળીની ઉજવણી કરી હતી. અડાજણ જીવન વિકાસ ટ્રસ્ટમાં બાળકો સાથે હોળીની ઉજવણી કરાઈ હતી. CP અનુપમસિંહ ગેહલોતે બાળકોને પિચકારી સહિત કીટનું વિતરણ કર્યું હતું. સાથે જ બાળકોનાં કપાળે તિલક લગાવી હોળીની ઉજવણી કરી હતી. સ્પીચ દરમિયાન તેમના ધર્મપત્ની સંધ્યા ગેહલોતની આંખો ભરાઈ આવી હતી. બંનેની દિવ્યાંગ બાળકો પ્રત્યે ખૂબ સંવેદના અને લાગણી જોવા મળી હતી. સંધ્યા ગેહલોતે કહ્યું હતું કે, બાળકો પ્રત્યેની ભાવનાથી ભાવુક થઈ. CP અનુપમસિંહ ગેહલોતે દિવ્યાંગ બાળકોનો હોંસલો વધાર્યો હતો. તેમણે કહ્યું કે, આ પોલીસની સામાજિક જવાબદારી અને નૈતિક ફરજ છે. બીજી તરફ પંચમહાલની ગોધરા સબજેલમાં પણ હોળી-ધૂળેટીની ઉજવણી કરાઈ હતી. અહીં, 200 થી વધુ કેદીઓએ રંગોત્સવ ઊજવ્યો હતો. કેદીઓને ખજૂર, ધાણી, કલર અને પિચકારીનું વિતરણ કરાયું હતું. કેદીઓ તણાવ મુક્ત થાય તે ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

ઓલપાડનાં સરસ ગામે Holi ના પર્વે અંગારા પર ચાલવાની પ્રથા

સુરતના (Surat) ઓલપાડમાં આવેલા સરસ ગામે હોળીના પર્વે અંગારા પર ચાલવાની પ્રથા છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. લોકો દૂર-દૂરથી આ અનોખી હોળીનાં દર્શન કરવા માટે આવે છે. ગામનાં તળાવમાં સ્નાન બાદ રહીશો અંગારા પર ચાલે છે. શ્રદ્ધાના કારણે કોઈને ઈજાઓ ન થતી હોવાનો દાવો કરાય છે.

આ પણ વાંચો - Dwarka : Dwarkadhish Temple માં ભવ્ય ફૂલડોલ ઉત્સવ, અબીલ-ગુલાલની છોળો વચ્ચે ઝૂમી ઉઠ્યા ભક્તો!

Tags :
Advertisement

.

×