Holika Dahan : રાજ્યભરમાં હોલિકા દહન, ચોટીલા ડુંગર પર મહંત પરિવારે હોળી પ્રગટાવી
Holika Dahan 2026 Live : ગુજરાતભરમાં આજે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન હોલિકા દહન (Holika Dahan) પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટના (Rajkot) સત્યસાઈ રોડ પર યુનિટી ફાઉન્ડેશન દ્વારા પ્રમુખ ભરત બોધરાના માર્ગદર્શન હેઠળ વૈદિક હોલિકા દહનનું સુંદર આયોજન કરાયું, જેમાં આર્ય સમાજના વિદ્વાન બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવી હતી અને આ પ્રસંગે ભાજપના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ખેડાના (Kheda) સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા 25 ફૂટ ઊંચી ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી. આ આયુર્વેદિક હોળીમાં લાકડા, ગાયના છાણા અને હવન સામગ્રીનો ઉપયોગ કરાયો હતો, જેના દર્શન માટે મહેમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 5,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આમ ગુજરાતભારમાં ઉભંગભેર હોલિકા દહનની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરના પાલજમાં પારંપરિક હોલિકા દહન, અમદાવાદમાં માનવ મંદિરની બહાર વૈદિક હોળીદહનનો કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) ઉપસ્થિત રહ્યા....લાઈવ અપડેટ મેળવતાં રહો.
ચોટીલા ડુંગર પર મહંત પરિવાર દ્વારા હોળી પ્રગટાવાઈ
March 2, 2026 10:55 pm
ચોટીલા ડુંગર પર મહંત પરિવાર દ્વારા હોળી પ્રગટાવવામાં આવી છે. ચોટીલા ડુંગર બાદ જ તાલુકામાં હોળી પ્રગટાવવાની પરંપરા છે. અંદાજે 160 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે. સુકા નાળિયેર, ગાયના છાણ, સૂકા ફૂલ હાર વડે હોળી તૈયાર કરવામાં આવે છે. પૂજારી દ્વારા હોળીની પૂજા બાદ પ્રદક્ષિણા કરી હોળી પ્રગટાવવામાં આવે છે.
ચોટીલા ડુંગર પર મહંત પરિવાર દ્વારા હોળી પ્રગટાવાઈ
— Gujarat First (@GujaratFirst) March 2, 2026
ચોટીલા ડુંગર બાદ જ તાલુકામાં હોળી પ્રગટાવવાની પરંપરા
અંદાજે 160 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ
સુકા નાળિયેર, ગાયના છાણ, સૂકા ફૂલ હાર વડે હોળી તૈયાર
પૂજારી દ્વારા હોળીની પૂજા બાદ પ્રદક્ષિણા કરી હોળી પ્રગટાવી… pic.twitter.com/TpKZNsjToE
અમદાવાદ : રંગોનાં પર્વ હોળી-ધૂળેટીની CM Bhupendrabhai Patel એ પાઠવી શુભકામનાઓ
March 2, 2026 10:23 pm
ગુજરાત સહિત દેશભરમાં આજે હોળી દહનનાં પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આજે વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી છે. શહેરનાં માનવ મંદિરની બહાર વૈદિક હોળીદહનનો કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા. લાકડા અને છાણની સ્ટીકો દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, હોળીએ રંગોનો તહેવાર, તમામને ખૂબ શુભકામનાઓ.
Ahmedabad | રંગોના પર્વ હોળી-ધૂળેટીની CM Bhupendrabhai Patel એ પાઠવી શુભકામનાઓ | Gujarat First @CMOGuj @Bhupendrapbjp #HoliFestival #Gujarat #Ahmedabad #VedicHoli #AhmedabadHoli #CMBhupendraPatel #ManavMandir #EcoFriendlyHoli #HoliDahan2026 #GujaratFirst pic.twitter.com/TRoMu9w4l8
— Gujarat First (@GujaratFirst) March 2, 2026
Holi Forecast : હોલિકાદહનના આધારે અંબાલાલ પટેલની આગાહી | Gujarat First હોલિકાના પવનના આધારે અંબાલાલ પટેલનો વરતારો હોલિકાદહનના આધારે અંબાલાલ પટેલની આગાહી ગુજરાતનું ચોમાસું એકંદરે સારૂ રહેશેઃ અંબાલાલ પટેલ પવનની સાનુકૂળતાના કારણે ચોમાસુ સારૂ રહેશેઃ અંબાલાલ
March 2, 2026 10:22 pm
હોલિકાનાં પવન અને હોલિકા દહનનાં આધારે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં ગુજરાતનું ચોમાસું એકંદરે સારૂં રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. પવનની સાનુકૂળતાના કારણે ચોમાસુ સારૂં રહેશે તેમ તેમણે કહ્યું છે.
Holi Forecast : હોલિકાદહનના આધારે અંબાલાલ પટેલની આગાહી | Gujarat First
— Gujarat First (@GujaratFirst) March 2, 2026
હોલિકાના પવનના આધારે અંબાલાલ પટેલનો વરતારો
હોલિકાદહનના આધારે અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતનું ચોમાસું એકંદરે સારૂ રહેશેઃ અંબાલાલ પટેલ
પવનની સાનુકૂળતાના કારણે ચોમાસુ સારૂ રહેશેઃ અંબાલાલ#AmbalalPatel… pic.twitter.com/Cj7pE9l9Ah
ગાંધીનગરમાં પાલજ ખાતે રાજ્યની સૌથી મોટી હોલિકા દહન
March 2, 2026 10:19 pm
ગાંધીનગરનાં પાલજમાં પારંપરિક હોલિકા દહનનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પાલજ ખાતે 700 વર્ષ જૂની પરંપરાગત હોલિકા દહન કરવામાં આવ્યું. પાલજ ખાતે 35 ફૂટ ઊંચી હોલિકા દહનનું આયોજન કરાયું. પાલજ ગ્રામજનો સહિતના લોકો માટે વિશેષ મહત્ત્વ રહ્યો છે.
Holika Dahan 2026 : પાલજ ખાતે રાજ્યની સૌથી મોટી હોલિકા દહન | Gujarat First
— Gujarat First (@GujaratFirst) March 2, 2026
ગાંધીનગરના પાલજમાં પારંપરિક હોલિકા દહન
પાલજ ખાતે 700 વર્ષ જૂની પરંપરાગત હોલિકા દહન
પાલજ ખાતે 35 ફૂટ ઉંચી હોલિકા દહનનું આયોજન
પાલજ ગ્રામજનો સહિતના લોકો માટે વિશેષ મહત્વ#Gandhinagar #PalajHoli… pic.twitter.com/TRRmAd0IuC
જૂનાગઢમાં નરસિંહ મહેતાના સમયથી ચાલી આવતી હોળીની પરંપરા
March 2, 2026 10:18 pm
જૂનાગઢમાં હોળી-ધુળેટીનાં તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવે છે. અહીં, નરસિંહ મહેતાના સમયથી હોળીની પરંપરા ચાલી રહી છે. હોળીનાં તહેવાર નિમિત્તે જૂના નાગરવાડામાં ‘વાલમ બાપા’ની નનામી બનાવવાની પરંપરા છે. ઢોલ-મંજીરા સાથે મહિલાઓ અને બાળકોની ભાગીદારી જોવા મળે છે. હાસ્ય અને વ્યંગ સાથે વ્યસનમુક્તિનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. નનામી ફેરવી અંતે પ્રગટતી હોળીમાં હોમવામાં આવે છે. મનોરંજન સાથે સામાજિક એકતા અને જાગૃતિનો અનોખો સમન્વય જોવા મળે છે.
Junagadh Holi Dahan : નરસિંહ મહેતાના સમયથી ચાલી આવતી હોળીની પરંપરા તો જુઓ | Gujarat First
— Gujarat First (@GujaratFirst) March 2, 2026
જૂનાગઢમાં હોળી-ધુળેટીના તહેવારની અનોખી ઉજવણી
નરસિંહ મહેતાના સમયથી ચાલી આવતી હોળીની પરંપરા
જૂના નાગરવાડામાં ‘વાલમ બાપા’ની નનામી બનાવવાની પરંપરા
ઢોલ-મંજીરા સાથે મહિલાઓ અને બાળકોની ભાગીદારી… pic.twitter.com/5ju3R0nsy1
પાટણનાં ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે 700 વર્ષની અનોખી પરંપરા
March 2, 2026 10:16 pm
પાટણ જિલ્લાના ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે હોળીનાં તહેવારને ઊજવવાની 700 વર્ષની અનોખી પરંપરા છે. હોળીના દિવસે પ્રથમ પુત્રવતી માતાની ખાસ દોડ યોજાય છે. પુત્રના સારા સ્વાસ્થ્ય માટે ખુલ્લા પગે એક કિ.મી. દોડનું આયોજન કરાય છે. ગોગ મહારાજ મંદિરથી વેરાઈ માતા મંદિર સુધી આ મેરેથોન યોજાય છે. હાથમાં નાળિયેર, ત્રિશૂલ અને લોટ સાથે માતાઓ દોડે છે. થાક અને અડચણો છતાં માતાની અડગ મમતા જોવા મળે છે. પ્રથમ આવનાર માતાનું સન્માન કરવામાં આવ્યું. દેશ-વિદેશથી ગ્રામજનો પરંપરા નિભાવવા ઉપસ્થિત રહ્યા.
Patan : ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે 700 વર્ષની અનોખી પરંપરા | Gujarat First
— Gujarat First (@GujaratFirst) March 2, 2026
ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે 700 વર્ષની અનોખી પરંપરા
હોળીના દિવસે પ્રથમ પુત્રવતી માતાની ખાસ દોડ
પુત્રના સારા સ્વાસ્થ્ય માટે ખુલ્લા પગે એક કિ.મી. દોડ
ગોગ મહારાજ મંદિરથી વેરાઈ માતા મંદિર સુધી મેરેથોન
હાથમાં… pic.twitter.com/ndPWQcWE7o
Gujarat Holi 2026 Live: મહેમદાવાદ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં 25 ફૂટ ઊંચાઈ ધરાવતી હોળી પ્રગટાવાઈ
March 2, 2026 10:00 pm
ખેડામાં વૈદિક પરંપરાની સુગંધ સાથે આયુર્વેદિક સામગ્રીનો ઉપયોગ કરીને 25 ફૂટ ઊંચાઈ ધરાવતી હોળી પ્રગટાવવામાં આવી. મહેમદાવાદ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં દર વર્ષે આયોજિત આ હોળીમાં લાકડા, હવન સામગ્રી, શ્રીફળ અને ગાયના છાણાનો ભરપૂર ઉપયોગ થાય છે. હોળી પ્રગટાવતા પહેલા પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું. આ વૈદિક હોળીનું આયોજન નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવે છે. મહેમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે 5,000થી વધુ લોકો આ હોળીના દર્શન માટે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ પરંપરા, સંસ્કૃતિ અને આયુર્વેદિક જીવનપ્રણાલીની ઉજવણીનો અનોખો સંદેશ આપે છે.
Gujarat Holi 2026 Live: ગોધરામાં હોળી કોમી એકતા અને સદભાવનાની પ્રતીક સમાન
March 2, 2026 9:56 pm
ગોધરા શહેરના મધ્યમાં આવેલા પટેલ વાડા ચોકમાં 50 વર્ષ ઉપરાંતના સમયથી ઉજવાતી હોલિકા કોમી એકતા અને સદભાવનાની પ્રતીક સમાન છે. અહીંયા છેલ્લા 50 વર્ષ ઉપરાંત થી હિંદુ અને વ્હોરા સમાજના લોકો એક સાથે મળી હોલિકા દહન પર્વની ઉજવણી કરી દેશ અને દુનિયાને કોમી એકતાનો સંદેશ પાઠવે છે. ગોધરા શહેરમાં એક સાથે મળી ઉજવવામાં આવતા હોલિકા દહન હિંદુ શાસ્ત્રોના રીતિ રિવાજ મુજબ કરવામાં આવે છે. હોલિકા દહન માં હિંદુ અને વ્હોરા સમાજના બિરાદરો પોતાના પરિવાર સાથે હોલિકા દહન સાથે હોળીની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવતા હોય છે.


