ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસીથી પરેશાન અભિનેત્રી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, કહ્યું હું બધુ જ કરવા તૈયાર પણ ટ્રમ્પ...
- સેલેના ગોમેઝના વીડિયોના પગલે સોશિયલ મીડિયામાં હાહાકાર
- જો કે ભારે ટ્રોલ થયા બાદ આખરે સેલેનાએ પોતાનો વીડયો ડિલિટ કર્યો
- અભિનેત્રીએ કહ્યું કે, હું તમારા માટે કાંઇ જ કરી શકી નહી તે માટે માફ કરજો
વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ડિપોર્ટેશન પોલીસીના કારણે સમગ્ર દેશમાં અફરાતફરીનો માહોલ છે. અમેરિકામાં ટ્રમ્પ તંત્ર આવતાની સાથે જ ઇમિગ્રેશન એનફોર્સમેન્ટ પર ઝડપથી કામગીરી શરૂ થઇ ચુકી છે. તે અંગે વાત કરતા સેલેના ગોમેજે એક ઇમોશનલ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી રહી હોય તેવું સ્પષ્ટ જોઇ શકાય છે.
સેલેના ગોમેઝ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ
હોલિવુડ સિંગર અને અભિનેત્રી સેલેના ગોમેઝ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. સેલેનાએ પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી રહી છે. સેલેનાના રોવાનું કારણ અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. તેમની નવી ડિપોર્ટેશન પોલીસીના કારણે અભિનેત્રી રડી રહી છે. ટ્રમ્પ સરકાર આવતા જ ઇમિગ્રેશન એનફોર્સમેન્ટ પર ઝડપથી કામગીરી ચાલુ થઇ ગઇ છે. 26 જાન્યુઆરીએ અમેરિકામાં ટ્રમ્પના આદેસ બાદ અનેક એજન્સીઓએ હજારો ઇમિગ્રેંટ્સની ધરપકડ કરી. આ અંગે વાત કરતા સેલેના ગોમેઝે એક ઇમોશનલ વીડિયો શેર કર્યો હતો.
આ પણ વાંચો : અમેરિકન નાગરિકોની સમૃદ્ધિ માટે વિદેશી દેશો પર ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે Trump!
ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડી સેલેના ગોમેજ
આ ઇમોશનલ વીડિયોમાં તેમણે કેપ્શન લખ્યું કે, મને માફ કરી દેજો. સાથે જ તેમણે મેક્સિકોના ઝંડાની ઇમોજી પણ લગાવી છે. અમેરિકામાં ઇમિગ્રેંટ્સની ધરપકડ અને તેમને દેશમાં પરત મોકલવાની પ્રક્રિયા પર સેલેનાએ વાત કરી. તેમણે કહ્યું કે, મારા તમામ લોકો પર હુમલાઓ થઇ રહ્યા છે. બાળકો પણ નથી બચ્યા. મને ખબર નથી પડી રહી શું કરવું જોઇએ મને માફ કરી દો. કાશ હું કંઇક કરી શકી હોત. જો કે હું કાંઇ કરી શકી નથી. મને ખબર નથી કે શું કરવું જોઇએ. હું દરેક વસ્તુ અજમાવીશ હું વચન આપુ છું કે હું મારાથી બનતું તમામ કરીશ. આમ કહેતા કહેતા સેલેના ગોમેઝ ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડી. જો કે ત્યાર બાદ તેણે આ વીડિયો ડિલિટ કરી દીધો હતો.
ટીકા બાદ શેર કર્યો મેસેજ
અસલમાં પોતાના વીડિયો શેર કર્યા બાદ સેલેના ગોમેઝને સોશિયલ મીડિયા યુઝર્સની ટિકાનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સે અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે આખરે તેણે પોતાનો વીડિયો ડિલીટ કરી દીધો હતો. પોતાની ટિકાના જવાબમાં તેણે કહ્યું કે, પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, આના પરથી સ્પષ્ટ છે કે લોકો માટે સહાનુભુતિ યોગ્ય નથી.
આ પણ વાંચો : Mauni Amavasya પહેલાં પ્રયાગરાજમાં ભારે ભીડ, આજે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે સંગમમાં મહાસ્નાન
કસ્ટમ અને એન્ફોર્સમેન્ટ દ્વારા ચાલી રહી છે કાર્યવાહી
અમેરિકામાં 26 જાન્યુઆરીના દિવસે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે 956 લોકોની ધરપકડ કરી હતી. આ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી મોટો નંબર છે. ડોનાલ્ડ ટ્રમ્પનો ઇરાદો અમેરિકામાં રહેતા બિનકાયદેસર અપ્રવાસિઓને બહાર કાઢવાનો છે જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે. સેલેના ગોમેજ લાંબા સમયથી ઇમિગ્રન્ટ્સ રાઇટ્સ અંગે વાત કરતી રહી છે. વર્ષ 2019 માં તેમણે નેટફ્લિક્સ ડોક્યુમેન્ટ્રી સીરીઝ લિવિંગ અનડોક્યુમેન્ટેડ ને પણ પ્રોડ્યુસ કરી હતી. જેમાં અમેરિકામાં રહેતા અપ્રવાસીઓના સ્ટ્રગલને દર્શાવાઇ છે.
આ પણ વાંચો : Mahakumbhમાં જતાં પહેલા ખાસ વાંચી લો, ગુજરાતીઓ માટે મૌની અમાવસ્યાનું સ્નાન કરવા કરાઈ છે ખાસ વ્યવસ્થા