Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : પાંચ મહિને જુનાગઢ જિલ્લાને SP મળ્યા, ત્રણ મહિના બાદ કડી SDPO ની નિમણૂક

અનેક SP-DCP અને DIG-IGP પણ ગમે ત્યારે બદલી આવશે તેમ માનીને વિક્ષુબ્ધ અવસ્થામાં છે.
gujarat   પાંચ મહિને જુનાગઢ જિલ્લાને sp મળ્યા  ત્રણ મહિના બાદ કડી sdpo ની નિમણૂક
Advertisement

Gujarat : રાજ્ય પોલીસ બેડા (Gujarat Police) માં મહિનાઓથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવું કંઈ થયું નથી, પરંતુ બે અધિકારીઓની બદલીના હુકમ બાદ ચર્ચાઓ શરૂ થઈ છે. DIG તરીકે બઢતી મેળવી ચૂકેલા IPS અધિકારીઓ હાલ SP ના સ્થાને ફરજ બજાવે છે. અનેક પોલીસ ઈન્સ્પેક્ટર DySP તરીકે અને અનેક ડીવાયએસપી SP ની બઢતી મેળવવાની મહિનાઓથી રાહ જોઈ રહ્યાં છે. અનેક SP-DCP અને DIG-IGP પણ ગમે ત્યારે બદલી આવશે તેમ માનીને વિક્ષુબ્ધ અવસ્થામાં છે. રાજ્યની કડી તેમજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી (Gujarat By-Election) જાહેર થઈ હોવાથી ના-છૂટકે પોલીસ અધિકારીઓની બદલી કરવાની Gujarat Government ને ફરજ પડી છે.

હર્ષદ મહેતાના રાજીનામાથી ખાલી હતી જગ્યા

31 જુલાઈ 2023ના રોજ જુનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે વર્ષ 2017ની બેચના આઈપીએસ હર્ષદ મહેતા (Harshad Mehta) એ ચાર્જ લીધો હતો. હર્ષદ મહેતાએ અચાનક જ અંગત કારણોસર ગૃહ વિભાગ પાસે સ્વૈચ્છીક નિવૃત્તિ માગી હતી. ગત જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ તેમનું રાજીનામું મંજૂર થતાં Junagadh SP ની જગ્યા ખાલી પડી હતી. ખાલી જગ્યાનો વધારાનો હવાલો પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા (Bhagirathsinh Jadeja) ને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Corona Cases in Gujarat : રાજ્યમાં 265 એક્ટિવ કેસ, અ'વાદમાં નવજાત બાળક, ભરૂચમાં 50 વર્ષીય મહિલા પોઝિટિવ

Advertisement

ચૂંટણીના કારણે બે અધિકારીની બદલી કરી

કડી વિધાનસભા (Kadi Assembly) અને વિસાવદર વિધાનસભા (Visavadar Assembly) ની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. વિસાવદર બેઠક જુનાગઢ જિલ્લામાં આવે છે અને આ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે મહત્વની ગણાતું સ્થાન વધારાના હવાલાથી ચાલી રહ્યું છે. જ્યારે મહેસાણા જિલ્લા પોલીસમાં કડી વિભાગીય પોલીસ અધિકારીનું સ્થાને ત્રણેક મહિના અગાઉ સરકારે જાહેર કરેલા 35 નવા પોલીસ ડિવિઝનમાં સ્થાન ધરાવે છે. Kadi SDPO નું નવું સ્થાન સરકારે જાહેર કરી દીધું હતું, પરંતુ કોઈની નિમણૂક કરાઈ ન હતી.

આ પણ  વાંચો -Amreli : BJP નેતા વિપુલ દુધાત અને DySP વિવાદમાં દિલીપ સંઘાણીનું મોટું નિવેદન

ઓડેદરા DSP બન્યા, પ્રજાપતિની નવા સ્થાને નિમણૂક

વર્ષ 2014ની બેચના એસ. આર. ઓડેદરા (S R Odedara) ને ફરી એક વખત સૌરાષ્ટ્રનો જિલ્લો મળ્યો છે. અગાઉ મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલાં સુભાષ ઓડેદરાને Junagadh SP ના ખાલી પડેલા સ્થાન પર સરકારના ગૃહ વિભાગે (Home Department Gujarat) નિમણૂક આપી છે. ઓડેદરા હાલ કોસ્ટલ સિક્યુરિટી એસપી ગાંધીનગર તરીકે ફરજ બજાવતા હતા. કડી વિભાગીય પોલીસ અધિકારી તરીકે દેવભૂમિ દ્વારકાના એસડીપીઓ હાર્દિક પ્રજાપતિ (Hardik Prajapati) ની બદલી કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×