ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આ મહિનામાં થશે પોલીસ ભરતીનું આયોજન

છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહેલા યુવાનો માટે હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે, આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી...
05:57 PM May 18, 2023 IST | Dhruv Parmar
છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહેલા યુવાનો માટે હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે, આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી...

છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહેલા યુવાનો માટે હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવશે.

મહત્વનું છે કે, આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોરબી અને રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. પ્રજાની રખેવાળી કરતાં રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા તૈયાર થયેલ 120 આવાસોનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે રાજકોટમાં પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે, ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. અગાઉ ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો : સુરત : શિક્ષણમંત્રીની અનોખી પહેલ! શ્રમિકોને પાણી પીવડાવી સાલ ઓઢાડી સન્માન કર્યું

Tags :
GujaratHarsh SanghaviHome MinisterPolice Recruitmentstatement
Next Article