કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી
- કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે
- અમિતભાઇ શાહ અમદાવાદમાં આયોજિત ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં પહોંચ્યા
- જુદા જુદા સ્ટોલ પર પુસ્તકોને નિહાળી, બાળકો સાથે સંવાદ સાધ્યો
Home Minister Amit Bhai Shah Visit International Book Festival : હાલ ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની (Home Minister Amit Bhai Shah Gujarat Visit) મુલાકાતે છે. તેઓ નિર્ધારિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે. દરમિયાન તેઓ અમદાવાદમાં આયોજિત ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાતે પહોંચ્યા છે. અતિ વ્યસ્ત શિડ્યૂલ વચ્ચે ગૃહમંત્રી અમિતભાઇ શાહ બુક ફેસ્ટિવલમાં પહોંચ્યા છે, અને જુદી-જુદી પુસ્કોનો નિહાળી છે. આ તકે કેન્દ્રિય ગૃહમંત્રી સાથે રાજ્ય સરકારના મંત્રી રૂષિકેશભાઇ પટેલ (Gujarat Minister Rishikesh Bhai Patel) અને જીતુભાઇ વાઘાણી (Jitu Bhai Vaghani) પણ હાજર રહ્યા હતા.
View this post on Instagram
બાળકો સાથે ટૂંકો સંવાદ સાધ્યો
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું (Ahmedabad - International Book Festival) આયોજન કરવામાં આવ્યું છે. 13 નવેમ્બરથી લઇને 23 નવેમ્બર સુધી ફેસ્ટિવલ ચાલશે. આ ફેસ્ટિવલ પુસ્તક પ્રેમીઓને આકર્ષી રહ્યો છે, અને તેમાં ભાગ લેવા માટે અન્ય શહેર-જિલ્લામાંથી પણ પુસ્તક પ્રેમીઓ આવી રહ્યા છે. દરમિયાન હાલ ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે છે (Home Minister Amit Bhai Shah Gujarat Visit). અને તેઓ નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આ વચ્ચે તેઓ આજરોજ અમદાવાદના ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લઇને જુદી-જુદી પુસ્તકોને નિહાળી હતી. સાથે જ તેમણે કાર્યક્રમમાં હાજર બાળકો સાથે ટૂંકો સંવાદ સાધ્યો હતો.
પોસ્ટર પર શુભેચ્છા સંદેશ લખ્યો
ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. જેને તેમણે સહર્ષ સ્વિકાર કર્યો હતો. સાથે જ તેમણે સમગ્ર આયોજન અંગેની માહિતી પણ મેળવી હતી. અંતે બુક ફેસ્ટિવલમાં મોટા પોસ્ટર પર શુભેચ્છા સંદેશ પણ લખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો ------ DyCM Harsh Sanghvi : અનેક લોકો કચેરીએ આવી તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે : DyCM હર્ષભાઈ સંઘવી


