Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૃહિણી દિવસની ઉજવણી વચ્ચે NCRB ના ચિંતાજનક આંકડા સામે આવ્યા

મકાનને ઘર બનાવતી ગૃહિણીની સ્થિતી આપણે ટીવી સિરીયલોના પરદે જોઇએ તેવી જાજરમાન હોતી નથી. પરંતુ સ્થિતી તેનાથી તદ્દન વિપરીત છે. ગૃહિણીઓમાં ચિંતાજનક રીતે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. આ વાત નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના માધ્યમથી સામે આવી છે. જે અનુસાર, એક વર્ષમાં કુલ આપઘાતના કિસ્સામાં 20 ટકા કેસો ગૃહિણીઓના છે. NCRB અનુસાર, વિતેલા 5 વર્ષમાં 8717 ગૃહિણીઓએ મોત વ્હાલુ કર્યું હતું.
ગૃહિણી દિવસની ઉજવણી વચ્ચે ncrb ના ચિંતાજનક આંકડા સામે આવ્યા
Advertisement
  • ગૃહિણી મકાનને ઘર બનાવે છે
  • ગૃહિણીના પ્રયત્નોને જોઇએ તેટલું સન્માન મળતું નથી
  • NCRB ના એકદમ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે

Homemaker Day : આજે ત્રણ નવેમ્બર, એટલે કે ગૃહિણી દિવસ (Homemaker Day) છે. દરેક મકાનને ઘર બનાવવા માટે માતા, પત્ની કે પછી દિકરી પોતાના પ્રાણ પૂરી દે છે. સામે તેમને યોગ્ય સન્માન મળે તો પણ ઘણું છે. તેમની મહેનત અને પ્રયત્નોનું મુલ્યાંકન કરવું તો અઘરૂં છે. જો કે, તેમના પ્રયત્નોને આદર-સન્માન આપવાની જગ્યાએ ઘરના મોભી એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર કહી દે છે, તારે ઘરકામ સિવાય કરવાનું શું હોય છે ?

Advertisement
Advertisement

20 ટકા કેસો ગૃહિણીઓના

આ પ્રકારનું વર્તન તેમને તીરની અણીની જેમ ખૂંચે છે. મકાનને ઘર બનાવતી ગૃહિણીની સ્થિતી આપણે ટીવી સિરીયલોના પરદે જોઇએ તેવી જાજરમાન હોતી નથી. પરંતુ સ્થિતી તેનાથી તદ્દન વિપરીત છે. ગૃહિણીઓમાં ચિંતાજનક રીતે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. આ વાત નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના માધ્યમથી સામે આવી છે. જે અનુસાર, એક વર્ષમાં કુલ આપઘાતના કિસ્સામાં 20 ટકા કેસો ગૃહિણીઓના છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર, વિતેલા 5 વર્ષમાં 8717 ગૃહિણીઓએ મોત વ્હાલુ કર્યું હતું.

Advertisement

દહેજ, માનસિક ત્રાસ, ઘરકંકાસ જેવા પરિબળો

ગુજરાતમાં સરેરાશ 5 મહિલા દરરોજ પોતાનું જીવન ટુંકાવી દે છે. આ માટેના કારણો અંગે વાત કરીએ તો, દહેજ, માનસિક ત્રાસ, ઘરકંકાસ જેવા પરિબળો મજબુતાઇથી સામે આવે છે. હવે આ કિસ્સાઓ ઘટાડવા માટે કયા પ્રયત્નો કરવામાં આવે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે, તેના માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવા પડશે, તે નક્કી છે.

ગુજરાતમાં 5 વર્ષમાં ગૃહિણી આપઘાતના કેસ

         વર્ષ        આપઘાત

  1. 2019       1689
  2. 2020        1736
  3. 2021        1820
  4. 2022         1761
  5. 2023         1711

આ પણ વાંચો -----  Vadodara : 'ભાજપ વિરૂદ્ધ જઈને તેમને શું મળ્યું 11 તારીખે ખબર પડી જશે' : શૈલેષભાઈ મહેતા

Tags :
Advertisement

.

×