હોંગકોંગના તાઇ પોના મોટા સંકુલમાં ભીષણ આગ, 13 ના મોત, સેંકડોનું રેસ્ક્યુ
- હોંગકોંગમાં આગની ઘટનાએ વિશ્વભરમાં ચર્ચા જગાવી
- વેલ્ડિંગ દરમિયાન તણખો પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
- સંકુલમાં મોટાભાગે સિનિયર સિટીઝન રહેતા હોવાનું જાણવા મળ્યું
Hong Kong Tai Po Huge Building Under Massive Fire : બુધવારે બપોરે હોંગકોંગના તાઈ પો જિલ્લામાં એક બહુમાળી રહેણાંક સંકુલમાં ભીષણ આગ લાગી હતી (Hong Kong Tai Po Huge Building Under Massive Fire), જેના કારણે ભારે તબાહી મચી ગઈ હતી. ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા, અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, નવ લોકો ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યા છે, જ્યારે ચાર અન્ય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ પછીથી મૃત્યુ પામ્યા હતા.
આ રીતે આગ લાગી
આગ ઝડપથી ફેલાતી હતી, કારણ કે, ઇમારતના બાહ્ય ભાગ પર નવીનીકરણ કાર્ય દરમિયાન વાંસના પાલખ બનાવવામાં આવ્યા હતા (Hong Kong Tai Po Huge Building Under Massive Fire). લાકડા અને વાંસના આ માળખાએ આગને ઉપરના માળે પહોંચી હતી. ઘટનાસ્થળના વીડિયોમાં ઇમારતના ઉપરના માળેથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, બીજી તરફ અગ્નિશામકો સીડી અને ક્રેનનો ઉપયોગ કરીને લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેથી ઘણા લોકો બારીઓમાંથી ચીસો પાડતા અને વિનંતી કરતા જોવા મળ્યા હતા. તાઈ પો જિલ્લા પરિષદના સભ્ય લો હ્યુ-ફંગે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, "આ ઇમારતમાં મોટાભાગના વૃદ્ધો રહે છે. ઘણા લોકો ચાલી શકતા નથી. આગ ઉપરના માળે ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે બચવું મુશ્કેલ બન્યું હતું."
700 લોકોને બહાર કાઢવામાં આવ્યા
બપોરે 1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી (Hong Kong Tai Po Huge Building Under Massive Fire). ફાયર વિભાગે સાંજ સુધીમાં તેને કાબુમાં લેવા માટે એલર્ટ લેવલ ક્લાસ 3 સુધી વધાર્યું હતું. સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યા સુધીમાં આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી. અકસ્માત બાદ, આશરે 700 રહેવાસીઓને નજીકની શાળાઓ અને સમુદાય કેન્દ્રોમાં સ્થાપિત, કામચલાઉ આશ્રયસ્થાનોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. ઘણા પરિવારો પાસે હવે કપડાં કે દવા નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નવીનીકરણ કાર્ય દરમિયાન વેલ્ડિંગ સ્પાર્કથી આગ લાગી હતી. હોંગકોંગમાં જૂની ઇમારતોની બહાર વાંસના પાલખ બનાવવા સામાન્ય છે, પરંતુ સલામતીના ધોરણોને અવગણવાથી ઘણીવાર મોટા અકસ્માતો થાય છે.
સલામતીના ધોરણોની તાત્કાલિક સમીક્ષા કરવા આદેશ
હોંગકોંગના મુખ્ય પ્રધાન જોન લીએ અકસ્માત પર (Hong Kong Tai Po Huge Building Under Massive Fire) ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાયની ખાતરી આપી. તેમણે ઇમારતોમાં અગ્નિ સલામતીના ધોરણોની તાત્કાલિક સમીક્ષા કરવાનો પણ આદેશ આપ્યો છે. તાજેતરના વર્ષોમાં હોંગકોંગમાં આ સૌથી ભયાનક રહેણાંક આગ માનવામાં આવે છે.
આ પણ વાંચો ------ રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવવા ટ્રમ્પે બે શાંતિદૂતોને દોડાવ્યા