Hormuz સ્ટ્રેટમાં અમેરિકી કાર્યવાહી, ઈરાન તરફ જતા જહાજ પર મિસાઈલ છોડી કરાયો હુમલો!
Hormuz : યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, યુએસ સેનાએ "લાયન સ્ટાર" નામના એક વાણિજ્યિક જહાજના એન્જિન રૂમમાં મિસાઇલ છોડી હતી, જે ઈરાની બંદરોની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ નાકાબંધી એપ્રિલમાં શરૂ થઈ હતી. નાકાબંધી શરૂ થયા પછી આ છઠ્ઠી વખત છે જ્યારે યુએસ દળોએ નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા જહાજને અટકાવ્યું છે. યુએસ સેનાએ કાર્ગો જહાજને 20 થી વધુ વખત ચેતવણી આપી હતી જેના બાદ તેને નિષ્ક્રીય કરી દીધુ હતું.
આ જહાજ ગામ્બિયાનો ધ્વજ લહેરાવતું હતું અને ઈરાની બંદર તરફ જઈ રહ્યું હતું
યુએસ સૈન્યનો દાવો છે કે તેને વારંવાર પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તેણે ઇનકાર કર્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો. શનિવારે ઓમાનના અખાતમાં જહાજ એન્જિન વિના તરી રહ્યું હતું. "લિયાન સ્ટાર" જહાજને કારણે અમેરિકાએ અત્યાર સુધીમાં છ જહાજોને અટકાવ્યા છે અને 116 જહાજોને ડાયવર્ટ કર્યા છે. યુએસ સૈન્યના જણાવ્યા અનુસાર, એક જહાજને જવાની પરવાનગી મળી ગઈ છે. સેનાએ ઉમેર્યું હતું કે બીજા 116 જહાજોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને ઈરાની બંદરોથી દૂર મોકલી દેવામાં આવ્યા છે.
Hormuz : હાલની પરિસ્થિતિ શું છે?
ઈરાન દ્વારા આ નાકાબંધી 17 એપ્રિલે શરૂ કરવામાં આવી હતી. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધી હતી. અમેરિકાએ ઈરાની બંદરો પર નાકાબંધી લાદીને પ્રતિક્રિયા આપી હતી. 28 ફેબ્રુઆરીએ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો, જેના કારણે મધ્ય પૂર્વમાં સંપૂર્ણ યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ પછી અમેરિકા દ્વારા આ નાકાબંધી લાદવામાં આવી હતી. 7 એપ્રિલથી એક નાજુક યુદ્ધવિરામ અમલમાં છે. હવે પ્રશ્ન એ છે કે શું આ યુદ્ધવિરામને બીજા 60 દિવસ માટે લંબાવવામાં આવશે. જો લંબાવવામાં આવે તો, આ 60 દિવસોમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટોનો સમાવેશ થશે. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે, યુએસ સેનાએ ઈરાની હુમલાના ડ્રોનને તોડી પાડ્યા પછી ઈરાની લશ્કરી સુવિધા પર નવા રક્ષણાત્મક હુમલાઓ શરૂ કર્યા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ ફોર્સે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ ખતરો ઉભો કરતા ચાર ઈરાની "એક-માર્ગી" હુમલાના ડ્રોનને તોડી પાડ્યા.
આ પણ વાંચો : China ના પરમાણુ મિશનથી વિશ્વ ચિંતિત, અમેરિકાએ વ્યક્ત કરી ગંભીર આશંકા


