Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ઇકબાલગઢ નજીક સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 7માં વ્યક્તિનું મોત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-આબુ રોડ હાઇવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 5થી વધુ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. આ દુર્ઘટના આબુરોડ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલક દ્વારા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવવાને કારણે બની હતી.
ઇકબાલગઢ નજીક સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 7માં વ્યક્તિનું મોત
Advertisement
  • ઇકબાલગઢ નજીક ભયાનક અકસ્માત : રોંગ સાઇડ ટ્રકે ઇનોવા કારને ચડી જતાં 7 મોત, 2 ગંભીર ઘાયલ
  • પાલનપુર-આબુ હાઇવે પર કમકમાટીભર્યો અકસ્માત : આઇસર ટ્રકે 6નાં કરુણ મોત નીપજાવ્યાં
  • અમીરગઢમાં ટ્રક-ઇનોવા અથડામણ : 7  મૃત, 2ની હાલત નાજુક; 5 કિમી ટ્રાફિક જામ
  • રોંગ સાઇડ ડ્રાઇવિંગથી ભયાનક અકસ્માત : ઇકબાલગઢ પાસે 6નાં મોત, પોલીસે ગુનો નોંધ્યો
  • બનાસકાંઠા હાઇવે પર દુ:ખદ અકસ્માત : ટ્રકે ઇનોવા કારનો કચ્ચરઘાણ કરી દીધો, 7 મોત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક પાલનપુર-આબુ રોડ હાઇવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઇસર ટ્રકએ સામેથી આવતી એક ઇનોવા કારને ટક્કર મારી હતી. આ અકસ્માત સમયે ઘટના સ્થળે 6 વ્યક્તિઓના મોત થયા હતા. તો સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આમ અત્યાર સુધીમાં અકસ્માતમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. તો હજું પણ બે વ્યક્તિઓ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×