Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJKOT માં TRP ગેમઝોનકાંડ કરતા પણ મોટો કાંડ! ફરી એકવાર ઢાંકપીછોડાના પ્રયાસો

RAJKOT NEWS : Rajkot ના TRP GAME ZONE કાંડની શાહી સુકાઇ નથી ત્યાં Gopal Namkeen નામની એક ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી છે.
rajkot માં trp ગેમઝોનકાંડ કરતા પણ મોટો કાંડ  ફરી એકવાર ઢાંકપીછોડાના પ્રયાસો
Advertisement

RAJKOT NEWS : Rajkot ના TRP GAME ZONE કાંડની શાહી સુકાઇ નથી ત્યાં Gopal Namkeen નામની એક ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ છે કે,ફાયર દ્વારા પણ કબુમાં નથી આવી રહી. ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. જોકે આગ કોઇ પણ પ્રકારે કાબુમાં નથી આવી રહી.

Gopal Namkeen મામલે માલિકોના ધમપછાડા

સમગ્ર મામલે ગોપાલ નમકીનના માલિકોની ભૂમિકા ખુબ જ શંકાસ્પદ છે. ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગ્યાના 1 કલાક થઇ જવા છતા પણ માલિકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે ફાયર વિભાગ મોડો પહોંચ્યો અને પહોંચ્યો ત્યાં સુધીમાં આગે ખુબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે હવે આગ પર કાબુ મેળવવો ફાયર માટે પણ ખુબ જ મોટો પડકાર હતો.

Advertisement

આ પણ વાંચો : મહેસાણામાં ગર્ભ પરીક્ષણ મિશન માટે ટાર્ગેટ આપ્યો જિલ્લા અધિકારીએ!

Advertisement

લાજવાના બદલે ગાઝ્યા માલિક

બીજી તરફ આટલી મોટી આગ લાગી હોવા છતા પણ Gopal Namkeen ના માલિકો લાજવાના બદલે ગાજી રહ્યા હતા. તેઓએ મીડિયા સાથે ગેરવર્તણુંક કરી હતી. તેમની સાથે ધક્કા મુક્કી કરીને તેમને બહાર કાઢી મુકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત અંદર ફસાયેલા કર્મચારીના પરિવાર જનો સાથે પણ ગેરવર્તણુંક અને તેમને યોગ્ય જવાબો આપ્યા નથી. જેના કારણે પરિવાર પણ ખુબ જ ચિંતામાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ મીડિયાના કર્મચારીઓ સાથે કર્મચારીઓએ ધક્કા મુક્કી કરી હતી. યોગ્ય જવાબદાર અધિકારીઓએ જવાબ આપવાનું પણ ટાળ્યું હતું.

કર્મચારીઓના પરિવારજનો સાથે પણ ગેરવર્તણુંક

ગોપાલ નમકીનમાં આગ લાગી હોવાની માહિતી મળતા જ કર્મચારીના પરિવારજનો પણ મેટોડા જીઆઇડીસીાં ઘસી આવ્યા હતા. આગમાં ફસાયેલા કેટલાક કર્મચારીના પરિવારજનો દ્વારા આ અંગે પુછપરછ કરવામાં આવી હતી. જો કે હાજર અધિકારીઓએ તેમને પણ ઉદ્ધતાઇથી જવાબો આપ્યા હતા. જેમના સ્વજનો અંદર ફસાયેલા છે તેવા લોકોને પણ જવાબ સંતોષકારક નહીં મળતા તે લોકો સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું.

આ પણ વાંચો : રાજસ્થાનના CM ભજનલાલ શર્માના કાફલાનો ભયાનક અકસ્માત! 9 ઘાયલ, 2 ICU માં દાખલ

ગોપાલ નમકીનના અધિકારીઓનું શંકાસ્પદ વર્તન

બીજી તરફ ગોપાલ નમકીન દ્વારા જે પ્રકારનું વર્તન થયું અને જે પ્રકારે તેમણે પગલા ભર્યા તે પણ ખુબ જ શંકા ઉપજાવે તેવા છે. Gopal Namkeen દ્વારા આગ લાગ્યાના એક કલાક પછી ફાયર વિભાગને જાણ કરવામાં કેમ આવી તે પણ એક સળગતો સવાલ છે. બીજી તરફ ફેક્ટ્રીની અંદર પણ કોઇ ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નહોતા. કર્મચારીઓને બચાવવાની પણ તેમણે કોઇ તસ્દી લીધી નહોતી. દરેક કર્મચારીઓ પોતપોતાની રીતે બચીને નિકળી ગયા હતા. જે લોકો ફસાયા છે તેની પણ તેમણે ચિંતા કરી નહોતી.

ગોપાલ નમકીન શું છુપાવવા માંગે છે?

બીજી તરફ મીડિયાના કર્મચારીઓ સાથે ગેરવર્તણુંક કરવામાં આવી રહી છે. ફેક્ટ્રીમાં કોઇ પણ ભોગે કેમેરો ન પહોંચે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. જેના કારણે અહીં કંઇક રંધાઇ રહ્યું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. શું ગોપાલ નમકીન પોતાની ફેક્ટ્રીમાં ચાલી રહેલી ગોબાચાળી છુપાવવા માંગે છે. અસામાજિક તત્વો જે પ્રકારે કરે તે પ્રકારે રિતસર હિચકારો હુમલો મીડિયા પર કરવામાં આવ્યો. કેમેરો તોડી નાખવાની પણ ધમકી આપવામાં આવી. તેને જોતા ગોપાલ નમકીનની અંદર કોઇ મોટુ રહસ્ય છુપાવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : વડગામનો ખેલાડી વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ 2024 માં ઝળક્યો

TRP GAME ZONE કરતા પણ મોટો કાંડ

જે પ્રકારે ટીઆરપી ગેમ ઝોન કાંડમાં અનેક વિભાગો અને અનેક અધિકારીઓના પાપ પીપળે ચડીને પોકાર્યા હતા તે પ્રકારે ગોપાલ નમકીન કાંડમાં પણ અનેક અધિકારીઓ ખુલા ન પડે તે માટે ઢાક પીછોડા કરવામાં આવી રહ્યા છે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટના ટીઆરપી ગેમઝોન કાંડ કરતા પણ વિકરાળ આગ હોવા છતા અહીં ભીનું સંકેલી લેવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે.

ટાઇમ બોમ્બ પર બેઠું છે રાજકોટ

સૌથી ચોંકાવનારી બાબત છે કે, જ્યાં આગ લાગી છે ત્યાં નજીકમાં ફરસાણ તળવા માટેનું તેલનું ટેન્કર છે. જો આગ આસપાસ લાગેલી છે તો તેલ ખુબ જ ગરમ થશે. તેવી સ્થિતિમાં ઓઇલનું ટેન્કર ફાટે તો આસપાસમાં મોટુ નુકસાન પહોંચાડી શકે છે. જો આગ કાબુમાં ન આવે અને તે પહેલા ઓઇલનું ટેન્કર ફાટે તો સ્થિતિ ખુબ જ વિકટ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. એક પ્રકારે આ ગોપાલ નમકીનના કારણે રાજકોટ વિશાળ ટાઇમ બોમ્બ પર બેઠું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય.

આ પણ વાંચો : ભાવનગરમાં વિકાસના પોકળ દાવા, ભ્રષ્ટાચાર પાણીની ટાંકી તોડીને આવ્યો સામે

Tags :
Advertisement

.

×