હૂતીનો Israel ના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો,ફલાઇટ અવરજવર પર પ્રતિબંધ
- હૂતીનો Israel ના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો
- દક્ષિણી રેમન ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકનું એરસ્પેસ બંધ કરી દીધું
- એરપોર્ટ પર વિમાનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
ઇરાન દ્વારા સમર્થિત યમનના હૂતી બળવાખોરોએ ઇઝરાયેલના એરપોર્ટ પર ડ્રોનથી ભીષણ હુમલો કર્યો છે. આ ડ્રોન ડ્રોન હુમલા બાદ ઇઝરાયલે તેના દક્ષિણી રેમન ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકનું એરસ્પેસ બંધ કરી દીધું છે. ઇઝરાયલ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે આ હુમલાને કારણે એરપોર્ટ પર વિમાનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, તાત્કાલિક બંધનું કોઈ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી.
હૂતીનો Israel ના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો
નોંધનીય છે કે ન્યૂઝ વેબસાઇટ વાયનેટના જણાવ્યા અનુસાર ઇઝરાયલી સેનાએ એરપોર્ટ પર ડ્રોન હુમલાની તપાસ શરૂ કરી છે. સેનાએ જણાવ્યું કે આ ઘટનાની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઇઝરાયલ એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે યમનથી એક ડ્રોન હુમલો થયો હતો, જેના કારણે એરપોર્ટના પેસેન્જર હોલ નજીક હુમલો થયો. આ હુમલામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી, એમ ઇઝરાયલની રેસ્ક્યૂ સર્વિસ મેગન ડેવિડ એડોમે જણાવ્યું.આ હુમલા બાદ રેમન એરપોર્ટ પર વિમાનોની લેન્ડિંગ અને ટેકઓફ પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ શક્ય તેટલી ઝડપથી એરપોર્ટની કામગીરી સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Israel એ રેમન ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકનું એરસ્પેસ બંધ કર્યું
ઉલ્લેખનીય છે કે ઇરાન દ્વારા સમર્થિત હૂતી બળવાખોરો યમનથી હજારો કિલોમીટર દૂર ઇઝરાયલ પર મિસાઇલો અને ડ્રોન હુમલા કરી રહ્યા છે. હૂતી જૂથ આ હુમલાઓને ફિલિસ્તીનીઓની એકતા અને સમર્થનનું પ્રતીક ગણાવે છે. આ હુમલો ઇઝરાયલના સાના પર તાજેતરના હવાઈ હુમલા બાદ થયો છે, જેમાં હૂતી સરકારના વડાપ્રધાન અહમદ અલ-રહાવી અને તેમના કેબિનેટના અનેક સભ્યો માર્યા ગયા હતા.
આ પણ વાંચો: Russian scientists ને મળી મોટી સફળતા, કોલોન કેન્સરની રસી બનાવી લીધી,સરકારની મંજૂરી બાદ બજારમાં આવશે!