ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફર્સ્ટ લેડી Jill Biden ને વડાપ્રધાનશ્રીએ ભેટમાં આપેલો Grown Green Diamond શું છે? જાણો

અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે ​​વ્હાઇટ હાઉસમાં (The White House) અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) અને તેમના પત્ની જીલ બિડેન (Jill Biden) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ અમેરિકન ફર્સ્ટ લેડી ડો. જીલ બિડેનને...
01:42 PM Jun 22, 2023 IST | Viral Joshi
અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે ​​વ્હાઇટ હાઉસમાં (The White House) અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) અને તેમના પત્ની જીલ બિડેન (Jill Biden) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ અમેરિકન ફર્સ્ટ લેડી ડો. જીલ બિડેનને...

અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે ​​વ્હાઇટ હાઉસમાં (The White House) અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) અને તેમના પત્ની જીલ બિડેન (Jill Biden) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ અમેરિકન ફર્સ્ટ લેડી ડો. જીલ બિડેનને (First Lady Jill Biden) 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. આ એક લેબ ગ્રોન ડાયમંડ (Grown Green Diamond) છે. આ ડાયમંડ કુદરતી ડાયમંડથી કેવી રીતે અલગ છે તે વિશે જાણીએ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વ્હાઈટ હાઉસમાં અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્નિ ડૉ. જીલ બાઈડનને એક 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ગિફ્ટ કર્યો. લૈબ ગ્રોન ગ્રીન ડાયમંડને પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. દેખીતી રીતે આ હીરો ઓરિજનલ જ દેખાય છે. બંનેનું કેમિકલ કમ્પોઝિશન પણ સરખું હોય છે પણ આ હીરો લેબમાં એકથી ચાર અઠવાડિયામાં બની જાય છે.

કુદરતી અને લેબમાં તૈયાર કરાયેલા ડાયમંડ વચ્ચેનો તફાવત

કુદરતી હીરો લાખો વર્ષોની પ્રક્રિયામાં પૃથ્વીના ગર્ભમાં બને છે અને તેને માઈનિંગ કરીને કાઢવામાં આવે છે. જ્યારે ગ્રોન ગ્રીન ડાયમંડ લેબમાં બનાવવામાં આવે છે. આ હીરો જોવામાં ઓરિજનલ હીરા જેવા લાગે છે. બંનેની રાસાયણિક રચના પણ સમાન છે. પરંતુ લેબમાં હીરા એકથી ચાર અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે. આ ડાયમંડ સર્ટિફિકેટ સાથે વેચવામાં આવે છે.

કિંમતમાં તફાવત

એક કેરેટ કુદરતી હીરો જ્યાં 4 લાખનો મળે છે તેની સામે લેબમાં બનેલો એક કેરેટનો હીરો 1.50 લાખમાં મળી જાય છે. સસ્તો હોવાના કારણે આજે લેબ ગ્રોન ગ્રીન ડાયમંડની માંગ ઝડપથી વધી રહી છે. લેબમાં બનેલો હીરો એવા જ કલર, કટિંગ અને ડિઝાઈનમાં સર્ટિફિકેટ સાથે મળશે.

લેબમાં કેવી રીતે બને છે હીરો

કુદરતી હીરો કાર્બનથી બને છે. તે જમીનની અંદર ભારે દબાણ અને ખુબ ઉંચા તાપમાનમાં લાખો વર્ષોમાં તૈયાર થાય છે. લેબમાં હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પ્રેચર સાથે આર્ટિફિશિયલ હીરો બનાવવામાં આવે છે. આ માટે કાર્બન સીડની જરૂર રહે છે. તેને માઈક્રોવેવ ચેમ્બરમાં રાખીને ડેવલપ કરવામાં આવે છે. તેજ તાપમાનમાં ગરમ કરીને તેમને ચમકતી પ્લાઝ્મા બોલ બનાવવામાં આવે છે. આ પ્રોસેસમાં એવા કણ બને છે જે કેટલાક અઠવાડિયા બાદ ડાયમંડમાં ફેરવાઈ જાય છે. બાદમાં તેની કુદરતી હીરાની જેમ કટિંગ અને પોલિશિગ થાય છે.

કેવી રીતે થશે ઓળખ?

કુદરતી અને લેબમાં બનેલા ડાયમંડમાં તફાવત શોધવો મુશ્કેલ છે. બંનેમાં એટલો જ તફાવત છે કે લેબ ગ્રોન ગ્રીન ડાયમંડમાં નાઈટ્રોજન નથી જ્યારે નેચરલ ડાયમંડમાં નાઈટ્રોજન હોય છે. લેબ ગ્રોન ડાયમંડ ખરીદતી વખતે GIA સર્ટિફિકેટ લેવા જોઈએ જેથી તેવી ક્વોલિટી રિસેલ વેલ્યુ મળી શકે.

આ પણ વાંચો : PM MODI એ બાઇડનને ભેટમાં કેમ આપ્યું ‘દ્રષ્ટહસ્ત્રચંદ્રો’? જાણો આ ભેટ કેમ છે ખાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Dr. Jill BidenFirst Lady Jill BidenGrown Green DiamondJoe BidenModi In USANatural Diamondpm narendra modi
Next Article