ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અંબાલાલ પટેલ સહિતના હવામાનશાસ્ત્રી કેવી રીતે આગાહી કરે છે...? વાંચો આ અહેવાલ

વરસાદ, વાવાઝોડા અને ગરમી જેવી કુદરતી પ્રક્રિયાઓનું અગાઉથી જ અનુમાન કરવાના કારણે લોકોને અને પ્રશાસનને સાવચેત રહેવામાં અને જરુરી વ્યવસ્થા કરવામાં ઘણી મદદ મળી રહે છે. દેશનું હવામાન વિભાગ (Meteorological Department) અને હવામાનશાસ્ત્રી (meteorologists) આ પ્રકારની આગાહી અવાર નવાર કરતા...
04:34 PM Sep 18, 2023 IST | Vipul Pandya
વરસાદ, વાવાઝોડા અને ગરમી જેવી કુદરતી પ્રક્રિયાઓનું અગાઉથી જ અનુમાન કરવાના કારણે લોકોને અને પ્રશાસનને સાવચેત રહેવામાં અને જરુરી વ્યવસ્થા કરવામાં ઘણી મદદ મળી રહે છે. દેશનું હવામાન વિભાગ (Meteorological Department) અને હવામાનશાસ્ત્રી (meteorologists) આ પ્રકારની આગાહી અવાર નવાર કરતા...
વરસાદ, વાવાઝોડા અને ગરમી જેવી કુદરતી પ્રક્રિયાઓનું અગાઉથી જ અનુમાન કરવાના કારણે લોકોને અને પ્રશાસનને સાવચેત રહેવામાં અને જરુરી વ્યવસ્થા કરવામાં ઘણી મદદ મળી રહે છે. દેશનું હવામાન વિભાગ (Meteorological Department) અને હવામાનશાસ્ત્રી (meteorologists) આ પ્રકારની આગાહી અવાર નવાર કરતા રહે છે અને તે આપણે મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા જાણતા રહીએ છીએ. તમે પણ આ પ્રકારની આગાહી કરી શકો છો. બસ તમારે આ માટે અભ્યાસ કરવાનો છે. તમે પણ હવામાનશાસ્ત્રી બનવા માટે મેટ્રોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકો છો અને અંબાલાલ પટેલ જેવી આગાહી કરી શકો છો.
હવામાનશાસ્ત્રી બનવા માટે તમારે મેટ્રોલોજીના ક્ષેત્રે અભ્યાસ કરવો પડે
જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ કોઇ પણ આગાહી કરે ત્યારે લોકોનું ધ્યાન તેમના તરફ જાય છે. તેમની આગાહી લગભગ સચોટ હોય છે. દેશનું હવામાન વિભાગ પણ જે આગાહી કરે છે તે સચોટ સાબિત થાય છે. આ આગાહી હવામાનશાસ્ત્રી રિસર્ચ દ્વારા કરતા હોય છે. હવામાનશાસ્ત્રી બનવા માટે તમારે મેટ્રોલોજીના ક્ષેત્રે અભ્યાસ કરવો પડે છે.
મેટ્રોલોજીમાં કેરિયર
મેટ્રોલોજીમાં કેરિયર બનાવવા માટે બેચલર અને માસ્ટર કોર્સ કરી શકાય છે. જો કે આ કોર્સમાં માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકે છે. મોટાભાગના કોર્સ એડમિશન પરિક્ષાના આધારે થાય ઠેય  મેટ્રોલોજીમાં બીએસસી તથા બી.ટેક અને એમએસએસી તથા એમટેક અને પીએચડી પણ તમે કરી શકો છો.
નોકરીની તકો
કેટલીક સંસ્થાઓમાં 10-12 પછી ડિપ્લોમાં કોર્સ પણ થાય છે અને દેશની ટૉચની યૂનિવર્સિટીઓમાં આ કોર્સ થાય છે
આ કોર્સ પછી તમને હવામાન, કૃષિ, ઈસરો જોવા અનેક વિભાગોમાં નોકરીની તકો મળે છે. પ્રોફેસર કે લેક્ચરર તરીકે પણ જોડાઇ શકો છે. બીએસએસીમાં પ્રવેશ મેળવવા આઇઆઇટી જેઇઇ સ્કોર હોવો જરુરી છે. તમારે જો આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો આ કોર્સ કરી શકો છો. તમે પણ અંબાલાલ પટેલ જેવી આગાહી કરી શકો છો.
આ પણ વાંચો---પૂરની પરિસ્થિતી વચ્ચે અમદાવાદ-મુંબઇ વચ્ચેની સંખ્યાબંધ ટ્રેનો રદ 
Tags :
Ambalal PatelField of Metrology Career GuidanceMeteorological DepartmentmeteorologistspredictionWeather Warning
Next Article