ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chandrayaan-3 ના લોન્ચ સમયે કેવું રહેશે હવામાન? આ રીતે LIVE જોઈ શકાશે

ભારતીય અવકાશ એજન્સી ISRO એ Chandrayaan-3 ના લોન્ચની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે બપોરે 2.35 કલાકે અવકાશમાં ISRO નું ત્રીજું ચંદ્ર મિશન ઉડાન ભરવાનું છે. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (Satish Dhawan Space Center at Sriharikota)...
01:20 PM Jul 14, 2023 IST | Hardik Shah
ભારતીય અવકાશ એજન્સી ISRO એ Chandrayaan-3 ના લોન્ચની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે બપોરે 2.35 કલાકે અવકાશમાં ISRO નું ત્રીજું ચંદ્ર મિશન ઉડાન ભરવાનું છે. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (Satish Dhawan Space Center at Sriharikota)...

ભારતીય અવકાશ એજન્સી ISRO એ Chandrayaan-3 ના લોન્ચની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે બપોરે 2.35 કલાકે અવકાશમાં ISRO નું ત્રીજું ચંદ્ર મિશન ઉડાન ભરવાનું છે. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (Satish Dhawan Space Center at Sriharikota) થી બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં વૈજ્ઞાનિકો હવામાન પર પણ નજર રાખી રહ્યા છે. અત્યાર સુધીની આગાહી કહે છે કે હવામાન લોન્ચ પર અસર કરશે નહીં, પરંતુ તે દર્શકોને નિરાશ કરી શકે છે.

લોન્ચ સમયે કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગ (IMD)ની ટીમ શ્રીહરિકોટા માટે હવામાનની આગાહી પર નજીકથી નજર રાખી રહી છે. તેમના મતે, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આજે બપોરે 2.30 વાગ્યાની આસપાસ સતીશ ધવન સ્પેસ સેન્ટર પર આકાશ વાદળછાયું રહેશે. IMD અનુસાર, હવામાનને કારણે લોન્ચ પર અસર થવાની સંભાવના નથી. આકાશમાં ઓછી વિઝિબિલિટીના કારણે લોન્ચિંગ જોવા માટે ત્યાં હાજર લોકો નિરાશ થઈ શકે છે. જોકે તેને હાઈ રિઝોલ્યુશન કેમેરાથી કેપ્ચર કરી શકાય છે. જ્યારે તિરુપતિ જિલ્લામાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત, લોન્ચિંગ સમયે તાપમાન 29 ° સે. હોવાનો અંદાજ છે. જે સાનુકૂળ માનવામાં આવે છે.

ચંદ્રયાન-3 મિશન ક્યારે જોવા મળશે?

ચંદ્રયાન-3 ચંદ્ર મિશન આજે 14 જુલાઈએ બપોરે 2:30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. જો તમે આ લોન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા ઈચ્છો છો, તો તે ઈસરોની યુટ્યુબ ચેનલ પર જઈને જોઇ શકાય છે. તમે નીચે આપેલા વીડિયોમાં પણ આ ઈવેન્ટને લાઈવ જોઈ શકો છો.

Chandrayaan-3 Launch Video

PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, જ્યાં સુધી ભારતના અવકાશ ક્ષેત્રની વાત છે, 14 જુલાઈ, 2023 હંમેશા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. અમારું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 તેની યાત્રા પર નીકળશે.

મિશનની મહત્વની બાબતો જાણો

ચંદ્રયાન-3ને શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી GSLV માર્ક (LVM) 3 હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. તેમાં લેન્ડર અને રોવર છે. તે 45-50 દિવસ પછી ચંદ્ર પર શોફ્ટ ઉતરાણ કરશે.

આ પણ વાંચો :  MISSION CHANDRAYAAN-3 : ચંદ્રયાન-3 જ્યાં ઉતરશે તે જગ્યા પર કાયમ અંધારું જ હોય છે..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
chandrayaanChandrayaan-3Chandrayaan-3 LaunchIMDISROISRO Moon Mission
Next Article