Ahmedabad Firing Case: ફાયરિંગ બાદ પોલીસ સ્ટેશનમાં નિવૃત DySP એ કરી દાદાગીરી
Ahmedabad Firing Case: અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ગઈકાલે બનેલી ફાયરિંગની ઘટનાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે, આ ફાયરિંગ કેસમાં નિવૃત DySP અશોક ચૌહાણ (Retired Deputy Superintendent of Police) ની પોલીસે ધરપકડ કરી છે. નિવૃત અધિકારીએ પોલીસ સ્ટેશનમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
પોલીસ સ્ટેશનમાં દાદાગીરી અને ઝપાઝપી
પ્રાપ્ત અહેવાલો અનુસાર આવતીકાલે નહેરૂનગર વિસ્તારમાં થયેલા ફાયરિંગમાં પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આ કેસમાં નિવૃત DySP અશોક ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓ સાથે તેમણે ઉગ્ર બોલાચાલી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ દરમિયાન અશોક ચૌહાણે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી (Scuffle) પણ કરી છે.
અમદાવાદના નહેરુનગરમાં ફાયરિંગનો મામલો
પોલીસ સ્ટેશનમાં નિવૃત DySPએ મારી ડંફાસ
ખોટી રીતે મારી સામે ફરિયાદ નોંધાઈ: અશોક ચૌહાણ
પોલીસે અમારી ફરિયાદ નથી લીધી: નિવૃત DySP
પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરી
પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપીનો કર્યો પ્રયાસ#Ahmedabad #NehrunagarFiring… pic.twitter.com/KwmMQYQuQL— Gujarat First (@GujaratFirst) May 28, 2026
પોલીસે અમારી ફરિયાદ નથી લીધી: નિવૃત DySP
પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવ્યા બાદ અશોક ચૌહાણે પોતાની તરફેણમાં ડંફાસ (Boasting) મારતા કહ્યું હતું કે, "મારી સામે જે ફરિયાદ (Complaint) નોંધવામાં આવી છે, તે ખોટી છે અને મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે." તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસે અમારી ફરિયાદ લીધી નથી. આ ઘટના બાદ શહેરમાં બારે ખળભળાટ મચ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Firing Case: નહેરુનગરમાં નિવૃત્ત DySP દ્વારા જાહેરમાં ફાયરિંગ


