ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Biharના પૂર્ણિયામાં માતા દુર્ગાની મૂર્તિ તોડતા ભારે બબાલ, આરોપી યુવકને ટોળાએ માર માર્યો,પોલીસે 12 લોકોની ધરપકડ કરી

Bihar ના પૂર્ણિયા જિલ્લાના બૈસાના મજગામા ગામમાં દેવી દુર્ગા માતાની નિર્માણાધીન પ્રતિમાની તોડફોડ કરવામાં આવતા ભારે હંગામો થયો છે.દુર્ગા માતાની પ્રતિમા તોડતા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા
10:14 PM Sep 19, 2025 IST | Mustak Malek
Bihar ના પૂર્ણિયા જિલ્લાના બૈસાના મજગામા ગામમાં દેવી દુર્ગા માતાની નિર્માણાધીન પ્રતિમાની તોડફોડ કરવામાં આવતા ભારે હંગામો થયો છે.દુર્ગા માતાની પ્રતિમા તોડતા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા
Biharના પૂર્ણિયા

બિહાર પૂર્ણિયા જિલ્લાના મજગામા ગામમાંથી ભારે બબાલના મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્ણિયા જિલ્લાના બૈસાના મજગામા ગામમાં દેવી દુર્ગા માતાની નિર્માણાધીન પ્રતિમાની તોડફોડ કરવામાં આવતા ભારે હંગામો થયો છે.દુર્ગા માતાની પ્રતિમા તોડતા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને યુવકને ઢોર માર મારીને અનેક દુકાનોમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસ સત્વરે એકશનમાં જોવા મળી હતી. તોડફોડ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરીને 12 લોકોની ધરપકડ કરી હતી.

Biharના  પૂર્ણિયા માં દુર્ગા મૂર્તિ તોડતા ભારે બબાલ

નોંધનીય છે કે મજગામા ગામમાં ભારે બબાલ થઇ હતી.પૂર્ણિયાના મજગામા હાટમાં દેવી દુર્ગા માતાની મૂર્તિ તોડફોડ બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ટોળાએ આગ લગાવી અને દુકાનોમાં તોડફોડ કરી હતી. મૂર્તિ તોડફોડ કરવાના આરોપમાં એક મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી હતી, તેને માર મારવામાં આવ્યો હતો અને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. પોલીસે તેને બચાવી લીધો હતો અને કસ્ટડીમાં લીધો હતો.

Biharના પૂર્ણિયા માં દુર્ગા મૂર્તિ તોડતા પોલીસ એકશનમાં 

આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ૧૨ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પ્રતિમાની તોડફોડ કરનાર એક વ્યક્તિ અને અન્ય 11 અસામાજિક તત્વોનો સમાવેશ થાય છે. ગામમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પૂર્ણિયા જિલ્લા મેજિસ્ટ્રેટ અંશુલ કુમાર અને પોલીસ અધિક્ષક સ્વીટી સેહરાવત ઘટનાસ્થળે કેમ્પિંગ કરી રહ્યા છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત પ્રતિમાને દૂર કરવા અને નવી પ્રતિમા સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

Biharના પૂર્ણિયામાં દુર્ગા મૂર્તિ તોડતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

આ ઘટનાને કારણે હિંસા અને અરાજકતા પણ ફેલાઈ હતી. ટોળાએ એક યુવાનને પકડીને માર માર્યો હતો, પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેની અટકાયત કરી હતી. પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ડીઆઈજી પ્રમોદ કુમાર મંડલના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ચાર રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો. ઓમ પ્રકાશ નામનો એક યુવાન ઘાયલ થયો હતો અને તેની સારવાર પૂર્ણિયાના જીએમસીએચમાં ચાલી રહી છે.હંગામા દરમિયાન, બદમાશોએ તોડફોડ અને આગચંપીનો પણ આશરો લીધો હતો, જેમાં એક દુકાનને નુકસાન થયું હતું. માહિતી મળતાં, ડીઆઈજી, જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક અને અનેક પોલીસ સ્ટેશનના પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘણી મહેનત પછી પરિસ્થિતિને કાબૂમાં લીધી. હાલમાં, ગામમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ પોલીસ સાવચેતી રૂપે ત્યાં કેમ્પિંગ કરી રહી છે.

 

આ પણ વાંચો:  MEA: સાઉદી અરેબિયા-પાકિસ્તાનના રક્ષા કરાર પર ભારતે આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું...

Tags :
Bihar Religious ViolenceDurga Idol VandalismGujarat FirstPolice Action in PurniaPurnia Durga Murti IncidentPurnia Majgama Village News
Next Article