Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : હમસફર ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં ભારે ગભરાટ, જુઓ Video

વલસાડ પાસે હમસફર ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. જો કે ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગી પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ પાસે  તિરૂચિરાપલ્લી થી શ્રી ગંગાનગર જતી હમસફર એકસપ્રેસ ટ્રેનમાં આગ લાગતાં...
valsad   હમસફર ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં ભારે ગભરાટ  જુઓ video
Advertisement
વલસાડ પાસે હમસફર ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. જો કે ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગી
પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ પાસે  તિરૂચિરાપલ્લી થી શ્રી ગંગાનગર જતી હમસફર એકસપ્રેસ ટ્રેનમાં આગ લાગતાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે.

જાનહાનિ ટળી
જનરેટર કોચમાંથી લાગેલી આગ એસી કોચમાં પ્રસરી હતી. જો કે ટ્રેનના સ્ટાફે તત્કાળ જે કોચમાં આગ લાગી હતી તે કોચને છુટા પાડી દીધા હતા જેથી જાનહાનિ ટળી હતી.
ટ્રેનને મુખ્ય લાઇનથી સાઇડ ટ્રેક કરી દેવાઇ
અન્ય ટ્રેન વ્યવહારને અસર ના થાય તે માટે તત્કાળ ટ્રેનને મુખ્ય લાઇનથી સાઇડ ટ્રેક કરી દેવાઇ હતી અને તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારાયા હતા. મુસાફરોને અન્ય સ્તલે શિફ્ટ કરાઇ રહ્યા છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડને બોલાવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×