હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈને સાહિત્યમાં નોબલ પુરસ્કાર એનાયત કરાયો
- Nobel Prize Literature: સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે સાહિત્યના નોબેલ જાહેરાત કરી
- હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈને એનાયત કરવામાં આવ્યો
- એકેડેમીએ તેમના મનમોહક અને દૂરંદેશી કાર્યોને આ પુરસ્કાર કર્યો એનાયત
રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ગુરુવાર, 9 ઓક્ટોબરના રોજ સાહિત્યના નોબેલ પુરસ્કાર (Nobel Prize in Literature) ની જાહેરાત કરી. આ વર્ષ 2025 માટે પ્રતિષ્ઠિત સાહિત્ય નોબેલ પુરસ્કાર હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈ ( LaszloKrasznahorkai) ને એનાયત કરવામાં આવ્યો છે. એકેડેમીએ તેમના મનમોહક અને દૂરંદેશી કાર્યોને બિરદાવતા આ સર્વોચ્ચ સન્માન આપ્યું છે.
રોયલ સ્વીડિશ એકેડેમીએ સાહિત્યમાં નોબેલ પુરસ્કાર વિજેતા લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈની કૃતિઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમની રચનાઓ ખૂબ જ પ્રભાવશાળી અને સ્વપ્નદૃષ્ટા (Visionary) છે. એકેડેમીએ ખાસ કરીને નોંધ લીધી કે ક્રાસ્નાહોરકાઈ તેમના સાહિત્ય દ્વારા વિશ્વમાં વ્યાપેલા આતંક અને ભય વચ્ચે પણ કલાની અદભૂત તાકાત અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે, જે તેમની કૃતિઓને વૈશ્વિક સ્તરે અનન્ય અને મહત્વપૂર્ણ બનાવે છે. અગાઉ, ગયા વર્ષે આ પુરસ્કાર દક્ષિણ કોરિયન લેખક હાન કાંગને તેમના માનવ જીવનની નાજુકતાને ઉજાગર કરતા લખાણો માટે મળ્યો હતો. આ સપ્તાહે દવા, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારોની જાહેરાત પછી, સાહિત્યનો આ ચોથો પુરસ્કાર જાહેર થયો છે.
Nobel Prize Literature લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈને એનાયત કરાયો
નોંધનીય છે કે સાહિત્ય પુરસ્કાર વિજેતા લેખક ક્રાસ્નાહોરકાઈનો જન્મ 1954 માં દક્ષિણપૂર્વ હંગેરીના ગ્યુલા શહેરમાં થયો હતો. તેઓ 1985 માં પ્રકાશિત થયેલી તેમની પ્રથમ નવલકથા "સાટાન્તાન્ગો" થી સાહિત્ય જગતમાં પ્રસિદ્ધિ પામ્યા, જે હંગેરીમાં સાહિત્યિક સંવેદના બની હતી. તેમણે તેમની અન્ય નવલકથા "હર્શટ 07769" માં દેશની સામાજિક અશાંતિનું સચોટ નિરૂપણ કર્યું હતું.
Nobel Prize Literature માટે પુરસ્કાર રકમ
નોબેલ પુરસ્કાર વિજેતાને મોટી રકમ અને સન્માન પ્રાપ્ત થાય છે. વિજેતાને 11 મિલિયન સ્વીડિશ ક્રોનર (આશરે ₹10.5 કરોડ) ની ઇનામ રકમ સાથે 18 કેરેટનો ગોલ્ડ મેડલ અને ડિપ્લોમા એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર સમારોહ દર વર્ષે 10 ડિસેમ્બરે, ડાયનામાઈટના શોધક સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ પર યોજાય છે. આ પુરસ્કારની સ્થાપના 1896 માં નોબેલના મૃત્યુના પાંચ વર્ષ પછી 1901 માં કરવામાં આવી હતી, અને ત્યારથી તે વાર્ષિક ધોરણે આપવામાં આવે છે.
આ પણ વાંચો: ઇઝરાયેલ-હમાસ શાંતિ યોજના પર સહમતિ: ટ્રમ્પે કરી મોટી જાહેરાત