Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar માં સુખી લગ્નજીવનનો કાતિલ અંત, ક્ષણભરના આવેશમાં પરિવાર થયો વેરવિખેર

ભાવનગરના પાલીતાણામાં પતિ દ્વારા પત્ની પર શંકા રાખી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આરોપી પતિને ઝડપી પૂછપરછ કરતા મોટો ખુલાસો થવા પામ્યો હતો.
bhavnagar માં સુખી લગ્નજીવનનો કાતિલ અંત  ક્ષણભરના આવેશમાં પરિવાર થયો વેરવિખેર
Advertisement
  • પાલીતાણાના શક્તિનગરમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરાઇ
  • પતિ-પત્ની વચ્ચે શંકા કુશંકાને લઈને વારંવાર ઝઘડા થતા હતા
  • પાલીતાણા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો
  • પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સંબંધોના ખૂનની ઘટના પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં બની છે. શક્તિનગરના આ મકાનમાં સાગર સરવૈયા અને તેની પત્ની દિશા રહેતી હતી. 5 જૂનનો દિવસ દિશા માટે કાળ બનીને આવ્યો. ગુરૂવારના દિવસે પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી.એ દરમિયાન રોષે ભરાયેલા સાગરે ભાન ભૂલી છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી નાખી. સાગરના મનમાં ગુસ્સો કેટલી હદે હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે પત્નીને એક બે નહીં ઉપરા-છાપરી 14 ઘા માર્યા હતા. એ પછી પત્નીની લાશ જોડે બેસી રહ્યો.મોતનો ખૌફનાક મંજર જોઈ ગભરાઈ ગયેલા સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો..માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આરોપી પતિની ધરપકડ કરી તેની પત્ની દિશાની લાશને પીએમ માટે મોકલી હતી.

Advertisement

વર્ષ 2019માં સાગર અને દિશાએ કર્યા પ્રેમલગ્ન

સાગર અને દિશા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા.એટલા જ માટે તો બન્નેએ 6 વર્ષ અગાઉ આ સંબંધને જીવનભર નિભાવવાનો નિર્ણય લીધો. વર્ષ 2019માં સાગર અને દિશાએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દંપતી ખુશ હતું. જોતજોતામાં લગ્નજીવનના છ વર્ષ વિતી ગયા. એ પછી જે દિશા પર સાગરને પોતાની જાત કરતા વધુ વિશ્વાસ હતો. એ દિશા પર સાગરને શંકા થવા લાગી. સાગરે મનમાં ઉપજેલી શંકા દૂર કરવા પત્ની સાથે વાતચીત ના કરી. પરંતુ, તેની સાથે નાની-મોટી બાબતે ઝઘડા કરવા લાગ્યો. દિવસે-દિવસે શંકા એટલી હદે વધી ગઈ કે, સાગર અને દિશા વચ્ચેના ઝઘડા વધવા લાગ્યા. આ શંકા અને ઝઘડાનો અંત એક દિવસ લોહિયાળ સાબિત થશે એ વાતનો ક્યાં કોઈને અંદાજ હતો.પણ થયું એવું જે કોઈએ વિચાર્યુ નહોતું.

Advertisement

સાગરના વિશ્વાસ પર શંકા હાવી થઈ ગઈ

5 જૂનના દિવસે શંકાશીલ સ્વભાવના કારણે સાગરનો દિશા સાથે ઝઘડો થયો. ત્યારે, ભવિષ્યનો વિચાર કર્યા વગર સાગર ઘરમાંથી છરી લઈ આવ્યો અને દિશા પર તૂટી પડ્યો..ગુસ્સામાં ભાન ભૂલી તેની પર ઉપરા-છાપરી 14 ઘા ઝીંકી હત્યા કરી નાખી. જે હાથે પત્નીના માથામાં સિંદૂર પૂર્યુ હતું એ પત્નીના લોહીથી ખરડાયેલા હાથ સાથે સાગર લાશ પાસે બેસી રહ્યો..અને પોતે ભરેલા કાતિલ પગલાને લઈ પસ્તાવો કરવા લાગ્યો..પરંતુ, હવે આ પસ્તાવાનો કોઈ મતલબ નહોતો.

મિહિર બારીયા ( DySP, પાલીતાણા)

આ પણ વાંચોઃBhuj : એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનની અસર થતા સારવાર અર્થે ખસેડાયા

ગુસ્સાથી ક્યારેય કોઈનો ફાયદો નથી.ગુસ્સામાં ભરેલું પગલું ક્યારેય સાચુ સાબિત થતું નથી..એટલે જ ગુસ્સો આવે ત્યારે પોતાના મન પર કાબૂ રાખવો જોઈએ..કારણકે, સાગરની જેમ ક્ષણિક આવેશમાં આવી પગલું ભર્યા પછી પસ્તાવો કરવાનો કોઈ મતલબ નથી.

આ પણ વાંચોઃ Gujarat Corona Case: રાજ્યમાં કોરોના કેસમાં ફરી ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નવા 170 કેસ નોંધાયા

Tags :
Advertisement

.

×