HYDERABAD : પાકિસ્તાન વિરુદ્ધ ગર્જનારા ઓવૈસીનું શાનદાર સ્વાગત કરાશે, ઠેર ઠેર લાગ્યા પોસ્ટર
- ભારતના પ્રતિનિધી મંડળનો હિસ્સો હતા ઓવેસી
- દુનિયાભરમાં દેશોમાં પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું
- ટીમ પરત ફરતા હીરોની શૈલીમાં સ્વાગત કરાયું
HYDERABAD : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ ભારતીય સાંસદોને પ્રતિનિધી મંડળ જોડે સાઉદી અરેબિયા અને કુવૈત જેવા આરબ દેશોમાં પાકિસ્તાનને ખુલ્લુ પાડ્યું છે. ઓવૈસીએ પોતાની સ્ટાઇલથી રજુઆત કરતા ઘણી હેડલાઇન્સમાં પણ ચમક્યા હતા. હવે ઓવૈસી પ્રતિનિધી મંડળ સાથે પરત ફર્યા છે, તેઓ હૈદરાબાદ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત (OWAISI WELCOME) કરવામાં આવ્યું હતું. એક હીરોની જેમ ઠેર ઠેર તેમના સ્વાગત માટેના પોસ્ટરો લાગ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવી છે. તમને જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી આતંકવાદ પર પાકિસ્તાનના વલણને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે ભારત દ્વારા મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમની ટીમ અલ્જીરિયા, સાઉદી અરેબિયા, કુવૈત અને બહેરીનના પ્રતિનિધિઓને મળી અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી.
ભારતના દુશ્મનને ખુલ્લો પડી દીધો
હૈદરાબાદમાં ઓવૈસીના સ્વાગત માટે હીરોની જેમ દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. AIMIM કાર્યકરોએ શહેરના અનેક મેટ્રો સ્ટેશનોના થાંભલાઓ પર પાર્ટીના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના ફોટા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પોસ્ટરો પર ઓવૈસીની પ્રશંસા કરતા સૂત્રો પણ લખેલા હતા. પોસ્ટરોમાં લખ્યું હતું, "આતંકવાદ સામે ઉભો રહેલો એક માણસ, પાકિસ્તાન સામે ગર્વથી ઉભેલું એક સત્ય... ભારતના દુશ્મનને ખુલ્લો પડી દીધો."
ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ ઇસ્લામિક વિદ્વાનો છે
આ અગાઉ, ઓવૈસી સહિત ઘણા સાંસદોએ વિદેશી દેશોને પાકિસ્તાનના ખોટા કામો વિશે માહિતી આપી છે. આ દરમિયાન ઓવૈસીએ સાઉદી અરેબિયામાં પાકિસ્તાન અને આતંકવાદ વચ્ચેના જોડાણનો પર્દાફાશ કરવાની સાથે પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં મૂકવાની માંગ કરી હતી. ઓવૈસીએ પોતાની રજુઆતમાં એમ પણ હતું કે, પાકિસ્તાન આખી દુનિયામાં જાહેર કરે છે કે ભારત મુસ્લિમ દેશ નથી, પરંતુ હકીકતે ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ ઇસ્લામિક વિદ્વાનો છે.
24 કરોડ મુસ્લિમ ભારતીયો ગૌરવથી રહે છે
પાકિસ્તાનને આડેહાથ લેતા ઓવૈસીએ અગાઉ કહ્યું હતું કે, પાકિસ્તાન ખોટો પ્રચાર કરે છે કે, ભારત તેના પર હુમલો કરી રહ્યું છે, કારણ કે તે એક મુસ્લિમ દેશ છે. પરંતુ એવું બિલકુલ નથી. ઓવૈસીએ ઉમેર્યું હતું કે, ભારતમાં 24 કરોડ મુસ્લિમ ભારતીયો ગૌરવથી રહે છે, જેઓ વિશ્વના કોઈપણ ઇસ્લામિક વિદ્વાન કરતા ઘણા સારા છે.
ઓવૈસીની અલ્જીરિયામાં ગર્જના
અસદુદ્દીન ઓવૈસીએ અલ્જેરિયામાં પણ પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે, પાકિસ્તાનની વિચારધારા દાઇશ અને અલ કાયદા સાથે મેળ ખાય છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અને અલ કાયદાની વિચારધારા વચ્ચે કોઈ ફરક નથી.
આ પણ વાંચો --- 'જાને તુ યા જાને ના...', પાકિસ્તાનનો પર્દાફાશ કરવા ગયેલા ભાજપ સાંસદે ગાયું ગીત- Video Viral