ઉત્તર પ્રદેશના બરેલીમાં 'I Love Muhammad' પોસ્ટર વિવાદ હિંસક બન્યો, જુમ્માની નમાઝ બાદ પોલીસ અને ટોળા વચ્ચે અથડામણ
- UPના બરેલીમાં ' I Love Muhammad ' પોસ્ટર વિવાદ વધુ વકર્યો
- જુમ્માની નમાજ બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે બબાલ
- પોસ્ટર લઈને નીકળેલા પ્રદશનકારીઓએ કર્યો પથ્થરમારો
- પ્રદર્શનકારીઓ પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસે રોક્યા હતા
- પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે કર્યો લાઠીચાર્જ
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં 'આઈ લવ મહોમ્મદ' (I Love Mohammad) પોસ્ટર વિવાદ વધુ વકર્યો છે. હવે આ વિવાદ હિંસક બન્યો છે. જુમ્માની નમાઝ બાદ પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેના લીધે પરિસ્થિતિ ખુબ વણસી હતી.
UPના બરેલીમાં ' I Love Muhammad ' પોસ્ટર વિવાદ વધુ વકર્યો
નોંધનીય છે કે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ના પ્રમુખ મૌલાના તૌકીર રઝા ખાનના આહ્વાન પર આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ જ્યારે પોસ્ટરો સાથે આગળ વધી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને બેરીકેડ લગાવીને રોકવાનો પ્રયાસ કર્યો હતો., પોલીસે શાંતિ જાળવવા અને ભીડને સમજાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ પ્રદર્શનકારીઓએ તેમની વાત માનવાનો ઇનકાર કર્યો હતો અને બેરીકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે બેકાબૂ બનેલી ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો.બાદમાં પોલીસ એકશનમાં આવી હતી,અને લાઠીચાર્જ કર્યો હતો.
' I Love Muhammad ' વિવાદ મામલે પોલીસે કર્યો લાઠીચાર્જ
ઉલ્લેખનીય છે કે પોલીસ પર પથ્થરમારો થતાં, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. બેકાબૂ બનેલી ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. લાઠીચાર્જ બાદ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે કેટલાક હિંસક પ્રદર્શનકારીઓને ખદેડ્યા હતા.આ ઘટના બાદ સમગ્ર બરેલી શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. પોલીસે વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા વધારી દીધી છે અને પરિસ્થિતિ પર સઘન નજર રાખી રહી છે. આ હિંસામાં કેટલા લોકોને ઈજા થઈ છે અને કેટલાની અટકાયત કરવામાં આવી છે, તે અંગેની વિગતો હજી સ્પષ્ટ થઈ નથી.
આ પણ વાંચો: લેહ હિંસા બાદ પોલીસે એક્ટિવિસ્ટ Sonam Wangchuck ની કરી ધરપકડ, NSA હેઠળ મોટી કાર્યવાહી કરાઇ