Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્યારે અમેરિકાએ મારા વિઝા નકાર્યા ત્યારે મને આઘાત લાગ્યો હતો, પણ મેં એક સંકલ્પ પણ લીધો: નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ કહ્યું કે, મારા માટે સૌથી દુઃખદ ક્ષણ એ હતી જ્યારે અમેરિકાએ મારા વિઝા રદ કર્યા હતા. તેમણે કહ્યું કે, મેં ત્યારે કહ્યું હતું કે ચૂંટાયેલી સરકારના વડા સાથે આવું કરવું ખોટું અને અલોકતાંત્રિક છે. મેં મીડિયા સાથે 20 વાર વાતચીત કરી છે.
જ્યારે અમેરિકાએ મારા વિઝા નકાર્યા ત્યારે મને આઘાત લાગ્યો હતો  પણ મેં એક સંકલ્પ પણ લીધો  નરેન્દ્ર મોદી
Advertisement
  • અમેરિકાએ પીએમ મોદીના વિઝા રદ કર્યા ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો હતો
  • એક દિવસ એવો આવશે જ્યારે લોકો ભારતીય વિઝા માટે લાઇનમાં લાગશે : PM મોદી
  • લોકોના મનમાં ભારતની એક અલગ છબી

PM નરેન્દ્ર મોદી કહે છે કે, 2005 માં જ્યારે અમેરિકાએ તેમના વિઝા રદ કર્યા ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો હતો. તેમણે કહ્યું, મેં 2005 માં આ જ દિવસે મીડિયા સાથે વાત કરી હતી. મેં મારા તરફથી ઘણી વાતો કહી, પણ એ પણ સાચું છે કે મેં એક સંકલ્પ લીધો હતો કે એક દિવસ એવો આવશે જ્યારે લોકો ભારતીય વિઝા માટે લાઇનમાં ઉભા રહેશે.

બીજા દેશોમાં ભારતની એક અલગ છબી

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત જેવા લોકશાહી દેશમાં રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિના આ રીતે વિઝા નકારવામાં આવે તે આશ્ચર્યજનક છે. પછી ઘણી બધી બાબતોમાં સુધારો થયો, પણ મારો એક સંકલ્પ હતો, જે મેં હંમેશા રાખ્યો. પીએમ મોદીએ કહ્યું કે, આજે જ્યારે હું બીજા દેશોમાં જાઉં છું અને લોકોના મનમાં ભારતની એક અલગ છબી જોઉં છું ત્યારે મને આનંદ થાય છે. મને લાગે છે કે, તેઓ પણ ભારત આવવા માંગે છે. તેઓ ભારતમાં પોતાના માટે વ્યવસાય અને અન્ય તકો જોવે છે. તેમણે કહ્યું કે, હું હંમેશા ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરું છું. મારો ત્રીજો કાર્યકાળ પાછલા બે કાર્યકાળ કરતા અલગ છે. મારે દેશવાસીઓના ઘણા સપના પૂરા કરવા છે. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે હું ગુજરાત સરકાર ચલાવી રહ્યો હતો ત્યારે પણ મારો વિચાર આગામી 20 વર્ષ માટે યોજના તૈયાર કરવાનો હતો. આજે પણ હું એ જ વિચાર સાથે કામ કરી રહ્યો છું.

Advertisement

તે કંઈક આપી રહ્યો છે, લઈ તો નથી રહ્યો; અમદાવાદીનો એક કિસ્સો સંભળાવ્યો

આગળ તેમણે એક કિસ્સો સંભળાવતા કહ્યું. 'એક અમદાવાદી સ્કૂટર પર જઈ રહ્યો હતો અને અચાનક કોઈની સાથે તેની નાની ટક્કર થઈ ગઈ.' સામેવાળી વ્યક્તિ ગુસ્સે થઈ ગઈ અને ગાળો આપવા લાગી. અમદાવાદી પોતાનું સ્કૂટર લઈને ઊભો રહ્યો અને સામેવાળો ગાળો બોલતો રહ્યો. એક માણસ આવ્યો અને કહ્યું કે, તે કંઈક આપી જ રહ્યો છે લઈ તો નથી રહ્યો. તેઓ કહે છે કે મેં પણ મન બનાવી લીધું છે કે મારી પાસે જે કંઈ છે તે હું આપીશ. બસ એટલુ હોવુ જોઈએ કે તમારો આધાર સત્ય પર હોય.

Advertisement

આ પણ વાંચો :  શું બાળપણમાં હોશિયાર વિદ્યાર્થી હતા PM મોદી? પોડકાસ્ટમાં આપ્યો રસપ્રદ જવાબ

Tags :
Advertisement

.

×