ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હું CM યોગીને જલ્દી મારી નાખીશ, મુખ્યમંત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ડાયલ 112 પર મેસેજ મોકલીને આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ યુપી એટીએસ સહિત તમામ એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. હકીકતમાં, સીએમ યોગી આદિત્યનાથને 23 એપ્રિલની...
08:55 AM Apr 25, 2023 IST | Hardik Shah
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ડાયલ 112 પર મેસેજ મોકલીને આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ યુપી એટીએસ સહિત તમામ એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. હકીકતમાં, સીએમ યોગી આદિત્યનાથને 23 એપ્રિલની...

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ડાયલ 112 પર મેસેજ મોકલીને આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ યુપી એટીએસ સહિત તમામ એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. હકીકતમાં, સીએમ યોગી આદિત્યનાથને 23 એપ્રિલની રાત્રે 8.22 કલાકે ડાયલ 112 પર મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ સુશાંત ગોલ્ફ સિટી પોલીસે સોમવારે સવારે આ મામલામાં એફઆઈઆર નોંધી અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે જે નંબર પરથી આ ધમકી આવી છે તેનો પ્રોફાઇલ ફોટો ઉર્દૂમાં છે. યુઝરનું નામ કથિત રીતે રિહાન જણાવવામાં આવી રહ્યું છે.

'હું ટૂંક સમયમાં CM યોગી મારી નાખીશ'
આરોપીએ મેસેજ દ્વારા ધમકી આપી હતી અને લખ્યું હતું કે 'CM યોગીને ટૂંક સમયમાં મારી નાખશ'.આ ધમકીભર્યા મેસેજ આવ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે પુરી તત્પરતા સાથે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે કેસ નોંધ્યો છે. જે નંબર પરથી આ મેસેજ આવ્યો છે તેના આધારે પોલીસ આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

અગાઉ પણ મળી છે ધમકીઓ 
જણાવી દઈએ કે અસદના એન્કાઉન્ટર અને ત્યારબાદ અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પહેલા પણ 18 એપ્રિલે તેમને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અમન રઝા નામના વ્યક્તિએ ફેસબુક પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં મુખ્યમંત્રીને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક ન્યૂઝ ચેનલને મોકલવામાં આવેલા મેઇલમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઈમેલ લખનૌથી મોકલવામાં આવ્યો હતો. જે બાદ નોઈડા પોલીસે લખનૌથી એક કિશોરને પકડી લીધો હતો.

આ પણ વાંચો - યોગી આદિત્યનાથનો હુંકાર, કહ્યું- માફિયા ભૂતકાળ, યુપી હવે સુરક્ષાનું પ્રતીક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રવિ પટેલ

Tags :
cm yogi adityanath receives death threatcm yogi received death threatsdeath threat to yogi adityanathup cm yogi adityanathyogi adityanath death threatyogi adityanath death threat news
Next Article