Ibrahim Ali Khan નો જય શ્રી રામના નારા લગાવો જોવા મળ્યો, જુઓ Video
- Ibrahim પોતાના ચાહકોની ઈચ્છા પૂરી કરતો જોવા મળ્યો
- Ibrahim ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે
- સામે હાજર તેમના પ્રશંસકો જય શ્રી રામ કહે છે
Ibrahim Ali Khan Viral Video : Saif Ali Khan નો દીકરો Ibrahim Ali Khan હંમેશા પોતાના ખાસ અંદાજ માટે ચર્ચામાં રહે છે. જ્યારે તે તેના ચાહકોથી ઘેરાયેલો હોય છે. તેની આવી જ સ્ટાઈલ તેના તાજેતરના વાયરલ વીડિયોમાં જોવા મળે છે, જેને જોઈને તમે પણ તેના ફેન બની જશો. આ વીડિયોમાં તે પોતાના ફેન્સને કહેતો જોવા મળે છે કે, હાલમાં તેની પાસે પૈસા નથી મારે મારા પિતાને ફોન કરવો પડશે. જોકે ત્યારે તેની સામે અમુક હિન્દુ સાધુઓ આવીને ઉભા હોય છે.
સામે હાજર તેમના પ્રશંસકો જય શ્રી રામ કહે છે
એક અહેવાલ અનુસાર, આ વાયરલ વીડિયોમાં Ibrahim Ali Khan જિમ જતો જોવા મળે છે. ત્યારે તેને એક ઈમારતની નીચે અમુક સાધુઓ મળે છે. આ સાધુઓ ઉપરાંત અમુક વ્યક્તિઓ તેની સાથે ફોટો લેવા માટે પડાપડી કરે છે. ત્યારે Ibrahim પોતાના ચાહકોની ઈચ્છા પૂરી કરતો જોવા મળે છે. જોકે આ ચાહકો Ibrahim પાસે ડોનેશન માગી રહ્યા હતા. આ દરમિયાન સામે હાજર તેમના પ્રશંસકો જય શ્રી રામ કહે છે, ત્યારબાદ Ibrahim Ali Khan પણ તેમને જવાબ આપે છે અને ઘણી વખત જય શ્રી રામના નારા લગાવે છે.
આ પણ વાંચો: Allu Arjun ને જેલમાં રાતવાસો આ કારણોથી કરવો પડ્યો હતો
Ibrahim ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે
જે Ibrahim પોતાની કારમાં બેસવા માટે જાય છે. પરંતુ ત્યારે પણ તેને અમુક વ્યક્તિઓ દ્વારા રોકીની પૈસા માગવામાં આવે છે. ત્યારે તેને કોઈકની પાસેથી 50 રૂપિયા લઈને તેમને આપે છે. ત્યારે તેઓ કહે છે કે, આ રુ. 50 થી શું થશે સાહેબ, તમારા પિતા ખુબ જ દયાળુ છે. ત્યારે તે Ibrahim કહે છે કે, રુ. 50 માં કંઈ નહીં થાય, પણ મારી પાસે હોવા તો જોઈએ. એવા અહેવાલો છે કે ઇબ્રાહિમ ખાન ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. તે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સરઝમીનમાં જોવા મળી શકે છે. એવા અહેવાલો છે કે આ ફિલ્મ બોમન ઈરાનીની પુત્રી કયોજ ઈરાની દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.
આ પણ વાંચો: Allu Arjun ના સનકી ચાહકે પેટ્રોલ વડે આત્મદાહની કરી કોશિશ, જુઓ Video