ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CAના બંને ગ્રુપનું ફાઇનલ પરિણામ જાહેર, 11,466 વિધાર્થીઓ થયા પાસ,રાજકોટના જિગર રાચ્છએ 20મો રેન્ક પ્રાપ્ત કર્યો

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ સપ્ટેમ્બર સત્રના CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશનના પરિણામો જાહેર કર્યા છે. ફાઇનલ પરીક્ષામાં મધ્યપ્રદેશના મુકુંદ અગીવાલએ ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાજકોટના જિગર રાચ્છએ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 20 હાંસલ કર્યો છે. આ વર્ષે કુલ 11,466 વિધાર્થીઓએ CA પરીક્ષા પાસ કરી છે.
06:18 PM Nov 03, 2025 IST | Mustak Malek
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ સપ્ટેમ્બર સત્રના CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશનના પરિણામો જાહેર કર્યા છે. ફાઇનલ પરીક્ષામાં મધ્યપ્રદેશના મુકુંદ અગીવાલએ ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાજકોટના જિગર રાચ્છએ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 20 હાંસલ કર્યો છે. આ વર્ષે કુલ 11,466 વિધાર્થીઓએ CA પરીક્ષા પાસ કરી છે.
ICAI CA Result:

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ સપ્ટેમ્બર સત્ર માટે ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓના પરિણામો વહેલા જાહેર કર્યા છે. આ પરિણામોમાં જુદા જુદા શહેરોના વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે, જેમાં ચેન્નાઈના એલ. રાજલક્ષ્મી ફાઉન્ડેશન પરીક્ષામાં, નેહા ખાનવાની ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં અને મધ્યપ્રદેશના મુકુંદ અગીવાલ ફાઇનલ પરીક્ષામાં ટોપર રહ્યા છે. આ ઉપરાંત, રાજકોટનો વિધાર્થી જિગર રાચ્છે ભારતમાં 20મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો ICAI ની સત્તાવાર વેબસાઇટ્સ icai.org, icai.nic.in અને caresults.icai.org પર પોતાનો 6-અંકનો રોલ નંબર દાખલ કરીને પરિણામ ચકાસી શકે છે.

ICAI CA Result:    CA ની ફાઇનલ પરીક્ષામાં 11,466 વિધાર્થીઓ થયા પાસ

આ વર્ષે દેશભરમાંથી 2.5 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ફાઇનલ પરીક્ષાના પરિણામોમાં કુલ 11,466 વિધાર્થીઓ પાસ થયા છે અને તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે લાયક ઠર્યા છે. ફાઇનલ પરીક્ષામાં કુલ 51,955 ઉમેદવારો ગ્રુપ I માં અને 32,273 વિધાર્થીઓ ગ્રુપ II માં હાજર રહ્યા હતા, જ્યારે બંને ગ્રુપ માટે કુલ 16,800 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. અંતિમ પરીક્ષામાં મધ્યપ્રદેશના ધામોડના મુકુંદ અગીવાલ ટોચ પર રહ્યા હતા, જ્યારે તેજસ મુંધરા બીજા અને બકુલ ગુપ્તા ત્રીજા સ્થાને રહ્યા હતા.

ICAI CA Result:  બંને ગ્રુપનું પરિણામ કરાયું જાહેર

ફાઉન્ડેશન પરીક્ષામાં કુલ 98,827 ઉમેદવારોએ હાજરી આપી હતી, જેમાંથી 14,609 ઉમેદવારો સફળ થયા હતા. ચેન્નાઈના એલ. રાજલક્ષ્મીએ 360 ગુણ (90%) સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, ત્યારબાદ પ્રેમ અગ્રવાલ (354 ગુણ) અને નીલ રાજેશ શાહ (353 ગુણ) બીજા સ્થાને રહ્યા હતા. ઇન્ટરમીડિયેટ પરીક્ષાના ગ્રુપ I માં 93,074 ઉમેદવારોમાંથી 8,780 પાસ થયા હતા, જ્યારે ગ્રુપ II માં 69,768 ઉમેદવારોમાંથી 18,938 ઉમેદવારો સફળ થયા હતા. આ પરીક્ષામાં નેહા ખાનવાની, કૃતિ શર્મા અને અક્ષત બિરેન્દ્ર નૌટિયાલ ટોચના ત્રણ સ્થાન પર રહ્યા હતા.

ICAI CA Result:  ગુજરાતના રાજકોટના જિગર રાચ્છએ ટોપ યાદીમાં સામેલ

ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છએ સમગ્ર ભારતમાં ટોચના સ્થાનોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જિગરે CA ફાઇનલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 20 પ્રાપ્ત કર્યો છે. તેમના આ શાનદાર પરિણામથી માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી છે. જિગરની આ સિદ્ધિ રાજ્યના અન્ય યુવા ઉમેદવારોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાના તેમના સપનાને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરશે.

પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોએ દરેક પેપરમાં ઓછામાં ઓછા 40 ટકા ગુણ અને એકંદરે 50 ટકા ગુણ મેળવવા આવશ્યક છે. 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોને "ડિસ્ટિંક્શન સાથે પાસ" (Pass with Distinction) સ્ટેટસ આપવામાં આવે છે. ICAI એ બધા ઉમેદવારોને તેમની ડિજિટલ માર્કશીટ અને મેરિટ લિસ્ટ સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો:   PM મોદીએ ₹ 1 લાખ કરોડની 'RDI સ્કીમ' શરૂ કરી: ESTIC 2025નું ઉદ્ઘાટન

Tags :
CA FinalCA FoundationCA InterCA ResultChartered AccountantEducation NewsGujarat FirstICAIICAI ExamMukund AgiwalToppers
Next Article