એશિયા કપ વિવાદ મામલે ICCએ કરી કાર્યવાહી,રઉફ પર બે મેચનો પ્રતિબંધ, સૂર્યકુમારને ફટકાર્યો દંડ
- Haris Rauf ban: ICC એ ભારત-પાકિસ્તાન મેચમાં આચારસંહિતા મામલે કાર્યવાહી
- પાકિસ્તાનના બોલર હારિસ રઉફ પર મેચ રમવા પર પ્રતિબંધ લગાવ્યો
- સૂર્યકુમાર યાદવ અને બુમરાહને દંડ ફટકાર્યો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એશિયા કપ 2025 દરમિયાન ચાલુ મેચ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારા ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરી છે. આ ઘટનાઓ સપ્ટેમ્બર 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ સંબંધિત છે. પાકિસ્તાનના બોલર રઉફે (Haris Rauf ban) જેટ તોડી પાડવાનો ઇશારો કર્યો હતો તેના જવાબમાં આ કાર્યવાહી કરાઇ છે. ICC એ આ ઉલ્લંઘનોને ગંભીરતાથી લીધા છે અને દંડ, ચેતવણી અને મેચ પ્રતિબંધ જેવા દંડ લાદ્યા છે, જે રમતની ગરિમા જાળવવા તરફનું એક મોટું પગલું છે. આ કાર્યવાહીના પરિણામે પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફ, તેમજ ભારતના સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓને સજાનો સામનો કરવો પડ્યો છે.
Haris Rauf ban: એશિયા કપની મેચ વિવાદ મામલે હારિસ રઉફ સામે કાર્યવાહી
નોંધનીય છે કે પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફને એશિયા કપ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ICC દ્વારા સૌથી ભારે સજા ફટકારવામાં આવી છે. તેને બે અલગ-અલગ ઘટનાઓ માટે તેની મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને દરેક ઘટના માટે બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે રઉફ 24 મહિનાના સમયગાળામાં કુલ ચાર ડિમેરિટ પોઇન્ટ ભેગા કર્યા છે, જેના પરિણામે નિયમો અનુસાર તેને બે આંતરરાષ્ટ્રીય મેચો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે રઉફ 4 અને 6 નવેમ્બર, 2025 ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની ODI મેચોમાં ભાગ લઈ શકશે નહીં.
Haris Rauf ban: સૂર્યકુમાર યાદવ અને બુમરાહને મેચનો દંડ ફટકાર્યો
બંને ટીમો વચ્ચેની પહેલી મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. મેચ રેફરી રિચી રિચાર્ડસનએ ભારતના સૂર્યકુમાર યાદવને આચારસંહિતાના કલમ 2.21 હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જેના પરિણામે તેમની મેચ ફીના 30 ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ ફટકારવામાં આવ્યા હતા. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાનને પણ આ જ કલમનું ઉલ્લંઘન કરવા બદલ સત્તાવાર ચેતવણી જારી કરવામાં આવી હતી, જેમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો હતો. આ મેચમાં ફાસ્ટ બોલર હરિસ રઉફને પણ કલમ 2.21 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેની સજામાં તેની મેચ ફીમાંથી 30 ટકા કાપ અને બે ડિમેરિટ પોઈન્ટનો સમાવેશ થતો હતો. બીજી મેચ માટે રેફરી એન્ડી પાયક્રોફ્ટ હતા, જેમણે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને કલમ 2.6 હેઠળ નિર્દોષ ગણાવ્યા હતા.
અંતિમ મેચમાં પણ આચારસંહિતાના ઉલ્લંઘનની ઘટનાઓ બની હતી. ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે કલમ 2.21 હેઠળ આરોપ સ્વીકાર્યો હતો, જે ઉજવણી દરમિયાન આચારસંહિતાના ભંગ સાથે સંબંધિત હતો. તેમને સત્તાવાર ચેતવણી અને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. જોકે, ફાઇનલમાં હરિસ રઉફને પણ કલમ 2.21નું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું. સુનાવણી બાદ, તેને મેચ ફીના 30 ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જે તેના પ્રતિબંધ તરફ દોરી ગયું. ICC ના આ પગલાં સ્પષ્ટપણે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ખેલાડીને બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચો: 14 વર્ષનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પાક. સામે 'રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ'માં કરશે ધમાકો