ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ICC ODI Cricket World Cup 2027 માટે કરાઇ મોટી જાહેરાત, વર્લ્ડકપ ટુર્નામેન્ટની ત્રણ દેશ કરશે સંયુકત મેજબાની

ICC ODI Cricket World Cup માટે ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ આ મેગા ઇવેન્ટ માટે પસંદ કરેલા સ્ટેડિયમોની જાહેરાત કરી છે, જેમાં કુલ 54 મેચ રમાશે.
08:17 PM Aug 23, 2025 IST | Mustak Malek
ICC ODI Cricket World Cup માટે ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ આ મેગા ઇવેન્ટ માટે પસંદ કરેલા સ્ટેડિયમોની જાહેરાત કરી છે, જેમાં કુલ 54 મેચ રમાશે.
ICC ODI Cricket World Cup

 

 

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027ને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્લ્ડકપ ટુર્નામેન્ટનું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે કરશે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ આ મેગા ઇવેન્ટ માટે પસંદ કરેલા સ્ટેડિયમોની જાહેરાત કરી છે, જેમાં કુલ 54 મેચ રમાશે. આ બીજી વખત હશે જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરશે, જ્યારે નામિબિયા પણ પ્રથમ વખત આ મોટી ક્રિકેટ ઇવેન્ટનું આયોજન કરશે.

ICC ODI Cricket World Cup 2027   આ સ્ટેડિયમોમાં મેચ રમાશે

નોંધનીય છે કે 2027માં યોજાનાર દક્ષિણ આફ્રિકા આ ​​વર્લ્ડ કપમાં 44 મેચનું આયોજન કરવામાં આવશે , જ્યારે બાકીની 10 મેચ ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાડવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં આઠ સ્ટેડિયમ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં જોહાનિસબર્ગમાં વાન્ડરર્સ સ્ટેડિયમ, કેપ ટાઉનમાં ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, ડર્બનમાં કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડ, પ્રિટોરિયામાં સેન્ચુરિયન પાર્ક, બ્લૂમફોન્ટેનમાં મંગાઉંગ ઓવલ, ગકેબેરહામાં સેન્ટ જ્યોર્જ પાર્ક, પૂર્વ લંડનમાં બફેલો પાર્ક અને પાર્લમાં બોલેન્ડ પાર્કનો સમાવેશ થાય છે. આ બધા મેદાનો તેમની ઉત્તમ સુવિધાઓ અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતા છે

 

ICC ODI Cricket World Cup 2027  ત્રણ દેશ કરશે સંયુકત મેજબાની

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ નાણામંત્રી ટ્રેવર મેન્યુઅલ સ્થાનિક આયોજન સમિતિના અધ્યક્ષ રહેશે. CSA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં મેચ જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, કેપ ટાઉન, ડર્બન, ગકેબેરહા, બ્લૂમફોન્ટેન, પૂર્વ લંડન અને પાર્લમાં રમાશે. CSA ના પ્રમુખ પર્લ માફોશેએ કહ્યું, 'CSAનું લક્ષ્ય એક છે કે વર્લ્ડ કપ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવાનું છે.

વર્લ્ડકપ આ ફોર્મેટમાં રમાશે

2027ના વર્લ્ડ કપમાં 14 ટીમો ભાગ લેશે, અને તેનું ફોર્મેટ 2003ના વર્લ્ડ કપ જેવું હશે. તેમાં બે ગ્રુપ હશે, દરેક ગ્રુપમાં સાત ટીમો હશે. , છેલ્લી વખત 2003માં દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વે અને કેન્યા સાથે મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. એ સમયે ઓસ્ટ્રેલિયન ટીમે ટાઇટલ જીત્યું હતું.

 

આ પણ વાંચો:    Imran Tahir એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, શાનદાર પરફોર્મન્સ સાથે ઇતિહાસમાં નામ દર્જ

Tags :
CSAICCICC ODI Cricket World CupICC ODI Cricket World Cup 2027ICC ODI Cricket World Cup 2027 NEWSworld cup news
Next Article