ICC Test Rankings : કુલદીપ યાદવને કારકિર્દીનું શ્રેષ્ઠ રેન્કિંગ મળ્યું, યશસ્વીને પણ ફાયદો
- તાજેતરમાં આઈસીસી દ્વારા લેટેસ્ટ ટેસ્ટ રેકિંગ જારી કરવામાં આવ્યું છે
- ભારતીય ક્રિકેટ ટીમના કુલદીપ યાવદ અને યશસ્વીને ફાયદો થયો છે
- રાશિદ પહેલી વાર સપ્ટેમ્બર 2018 માં નંબર-વન બોલર બન્યો હતો
ICC Test Rankings : દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી મેચમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતના ડાબા હાથના સ્પિનર કુલદીપ યાદવ (Spinner Kuldeep Yadav) (આઠ વિકેટ) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં કારકિર્દીનું શ્રેષ્ઠ 14 મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બુધવારે જાહેર કરાયેલા રેન્કિંગમાં કુલદીપ સાત સ્થાન ઉપર ચઢ્યો છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો જોમેલ વોરિકન અને કેપ્ટન રોસ્ટન ચેઝ અનુક્રમે બે અને ચાર સ્થાન ઉપર ચઢીને 30 મા અને 57 માં સ્થાને છે.
બીજી ઇનિંગમાં સદી ફટકારી
બેટિંગ રેન્કિંગમાં, ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલ પ્રથમ ઇનિંગમાં 175 રન બનાવ્યા બાદ બે સ્થાન ઉપર ચઢીને પાંચમા સ્થાને પહોંચી ગયા છે, જ્યારે કેએલ રાહુલ 38 અને અણનમ 58 રનની ઇનિંગ સાથે બે સ્થાન ઉપર ચઢીને 33 મા સ્થાને પહોંચી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોમાં, શાઈ હોપ (34 સ્થાન ઉપર 66 મા સ્થાને) અને જોન કેમ્પબેલ (છ સ્થાન ઉપર 68 મા સ્થાને) નો સુધારો થયો છે. બંનેએ વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી.
સૌથી વધુ નંબર-વન ટેસ્ટ રેન્કિંગ ધરાવતો બોલર
આ દરમિયાન, અફઘાનિસ્તાનના લેગ-સ્પિનર રાશિદ ખાન અબુ ધાબીમાં બાંગ્લાદેશ સામે 3-0 થી શ્રેણી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ ODI બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પાછો ફર્યો છે. રાશિદે શ્રેણીમાં 11 વિકેટ લીધી હતી, જેના કારણે તે પાંચ સ્થાન ઉપર નંબર-વન પર પહોંચી ગયો હતો. હવે તેની પાસે 710 રેટિંગ પોઈન્ટ છે, જે બીજા ક્રમે રહેલા દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ કરતા 30 પોઈન્ટ વધુ છે. રાશિદ પહેલી વાર સપ્ટેમ્બર 2018 માં નંબર-વન બોલર બન્યો હતો અને છેલ્લે નવેમ્બર 2024 માં આ સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચો ----- રાજીવ શુક્લાનો મોટો ખુલાસો : ઓસ્ટ્રેલિયા શ્રેણી Rohit-Virat ની છેલ્લી..!