બિપોરજોયનો પ્રહાર ભારતે ઝીલ્યો ના હોત તો પાકિસ્તાન બરબાદ થઇ ગયું હોત...!
બિપોરજોય વાવાઝોડાથી પાકિસ્તાન સંપૂર્ણપણે બરબાદ થઇ ગયું હોત પરંતુ ભારતના કારણે પાકિસ્તાનની તબાહી અટકી ગઈ. જો ભારત પાકિસ્તાનને બિપોરજોયથી બચાવવા ન આવ્યું હોત તો ત્યાંની સ્થિતિ વધુ ખરાબ થઈ હોત. પાકિસ્તાન માટે આ સ્થિતીમાંથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું હોત. બિપોરજોય...
06:52 PM Jun 16, 2023 IST
|
Vipul Pandya
બિપોરજોય વાવાઝોડાથી પાકિસ્તાન સંપૂર્ણપણે બરબાદ થઇ ગયું હોત પરંતુ ભારતના કારણે પાકિસ્તાનની તબાહી અટકી ગઈ. જો ભારત પાકિસ્તાનને બિપોરજોયથી બચાવવા ન આવ્યું હોત તો ત્યાંની સ્થિતિ વધુ ખરાબ થઈ હોત. પાકિસ્તાન માટે આ સ્થિતીમાંથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું હોત.
બિપોરજોય વાવાઝોડાની તબાહીથી તે ભારતના કારણે ઘણી હદ સુધી બચી શક્યું
પાકિસ્તાનના વૈજ્ઞાનિકો સાથે સરકારનું પણ માનવું છે કે બિપોરજોય વાવાઝોડાની તબાહીથી તે ભારતના કારણે ઘણી હદ સુધી બચી શક્યું છે. જો ભારત વચ્ચે ન આવ્યું હોત તો પાકિસ્તાનમાં ખરાબ હાલત થઇ ગઇ હોત...હકીકતમાં, બિપોરજોય શુક્રવારે ભારતમાં સૌપ્રથમ ગુજરાતના કાંઠે પહોંચ્યું હતું અને પ્રચંડ ગતિથી કચ્છના દરિયા કાંઠે ટકરાયું હતું.
ભારતે બિપોરજોયના તોફાનનો સામનો કર્યો
બિપોરજોયની આ ટક્કર એટલી જોરદાર હતી કે ત્યાર પછી બિપોરજોયની સ્પીડ ઘટી ગઇ હતી અને જ્યારે બિપોરજોય પાકિસ્તાનની સીમામાં થોડા વિસ્તારમાં પ્રવેશ્યું ત્યારે તેની સ્પીડ ઓછી થઇ ગઇ હતી જેથી તે બચી ગયું હતું. હવે બિપોરજોય પાકિસ્તાનની સીમામાંથી ફરીથી ભારતીય સીમામાં રાજસ્થાનમાં પ્રવેશ કરવાનું છે. ભારતે બિપોરજોયના તોફાનનો સામનો કર્યો અને પાકિસ્તાન વિનાશમાંથી બચી ગયું.
પાકિસ્તાનીઓએ રાહતનો શ્વાસ લીધો
ભારતના કારણે હવે દરેક પાકિસ્તાની રાહતનો શ્વાસ લઈ રહ્યો છે. સિંધ પ્રાંતના દરિયાકાંઠાના શહેર કેટીના લોકો માટે વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી હતી પણ તેઓ હવે તેમના ઘરે પરત ફરી રહ્યા છે. હવે પાકિસ્તાન હવામાન વિભાગ (પીએમડી) એ કહ્યું છે કે બિપોરજોય નબળું પડીને 'ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન' (VSCS) ને 'ગંભીર ચક્રવાતી તોફાન' (SCS) માં પરિણમ્યું છે. પીએમડીએ તેની નવી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે 'ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન' બિપોરજોય ભારતના ગુજરાત રાજ્ય (જખાઉ બંદર નજીક)ના દરિયાકાંઠાને પાર કર્યા પછી 'ગંભીર ચક્રવાતી તોફાન'માં નબળું પડી ગયું છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આજે બપોર સુધીમાં તે વધુ નબળું પડીને 'સાયક્લોન સ્ટોર્મ' (CS)માં અને સાંજ સુધીમાં નીચા દબાણવાળા વિસ્તારમાં બનવાની સંભાવના છે.
કરાચી ફરી બચી ગયું
સિંધ સરકારે વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાંથી 67,367 લોકોને સ્થળાંતર કર્યા હતા અને તેમના રોકાણ માટે 39 રાહત શિબિરોની સ્થાપના કરી હતી. દરમિયાન, કરાચી શહેર ફરી તોફાનમાં બચી ગયા પછી શહેરને તેના 'આશ્રયદાતા' દ્વારા ફરીથી બચાવ્યું કે કેમ તે અંગે વર્ષો જૂની ચર્ચા છે. કાયદ-એ-આઝત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. મોનાલિસાએ જણાવ્યું કે કરાચી ત્રણ પ્લેટ (ભારતીય, યુરેશિયન અને અરેબિયન)ની સીમા પર સ્થિત છે, જે કોઈપણ તોફાન માટે કુદરતી અવરોધ છે.
Next Article