Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Mount Abu જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો, પ્રવાસીઓને મોજ આવી ગઇ

Mount Abu: માઉન્ટ આબુ માઇન્સ 3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. રાજસ્થાનમાં થયેલ હિમવર્ષાના કારણે પવનના સૂસવાટા સાથે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. સિઝનની સૌથી વધુ ઠંડી આજે પડતા પર્યટકો તેમજ રાહદારીઓ ઠંડીમાં ઠુંઠવાયા છે. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રો તેમજ તાપણા કરી રહ્યાં છે. તેમજ ચાની ચુસ્કી મારી ઠંડીથી બચવાના પ્રયાસો સ્થાનિકો કરે છે. તાપમાન માઈન્સ 3 ડિગ્રી નોંધાતા પાર્ક કરેલા વાહનો સહિત ખુલ્લા મેદાનોમાં બરફની સફેદ ચાદરો છવાઈ છે.
mount abu જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો  પ્રવાસીઓને મોજ આવી ગઇ
Advertisement
  • Mount Abu: પાર્ક કરેલા વાહનો સહિત ખુલ્લા મેદાનોમાં બરફની સફેદ ચાદરો છવાઈ
  • પર્યટકોએ કડકડતી ઠંડીથી બચવા તાપણા કરી આનંદ માણ્યો
  • હોટલ અને રિસોર્ટમાં રૂમ હીટર અને તાપણાંની માગ વધી ગઈ

Mount Abu: માઉન્ટ આબુ માઇન્સ 3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. રાજસ્થાનમાં થયેલ હિમવર્ષાના કારણે પવનના સૂસવાટા સાથે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. સિઝનની સૌથી વધુ ઠંડી આજે પડતા પર્યટકો તેમજ રાહદારીઓ ઠંડીમાં ઠુંઠવાયા છે. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રો તેમજ તાપણા કરી રહ્યાં છે. તેમજ ચાની ચુસ્કી મારી ઠંડીથી બચવાના પ્રયાસો સ્થાનિકો કરે છે. તાપમાન માઈન્સ 3 ડિગ્રી નોંધાતા પાર્ક કરેલા વાહનો સહિત ખુલ્લા મેદાનોમાં બરફની સફેદ ચાદરો છવાઈ છે.

પર્યટકોએ કડકડતી ઠંડીથી બચવા તાપણા કરી આનંદ માણ્યો

કેટલાક પર્યટકોએ કડકડતી ઠંડીથી બચવાની સાથે સાથે તાપણા કરી આનંદ માણ્યો હતો. રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દિવસથી સૂસવાટા સાથે ઠંડો પવન ફુંકાતા ઠંડીનો પ્રકોપ વધ્યો છે. પ્રવાસીઓ માટે કુદરતી નજારો એક યાદગાર અનુભવ બની રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીમાં પ્રવાસીઓ ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને બરફ સાથે રમત કરતા અને ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. ઠંડીના ચમકારાને કારણે નકી લેક અને આસપાસના વિસ્તારોમાં પણ ધુમ્મસભર્યું અને મનોહર વાતાવરણ સર્જાયું છે. પ્રવાસીઓના ભારે ધસારાને કારણે સ્થાનિક બજારો અને હોટલ વ્યવસાયમાં પણ તેજી જોવા મળી રહી છે.

Advertisement

abu nature

Advertisement

Mount Abu: રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન

વધુ પ્રવાસીઓ આવતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષાના પૂરતા બંદોબસ્ત રાખવામાં આવ્યા છે. રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ આ દિવસોમાં સૌથી ઠંડું સ્થળ બન્યું છે. છેલ્લા બે દિવસથી અહીં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યું છે. આજે તાપમાન -3 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. તીવ્ર ઠંડીને કારણે વૃક્ષો, છોડ, વાહનો અને ઘાસ પર જામેલા ઝાકળના ટીપાં થીજી જતાં બરફ બની ગયા છે. નક્કી તળાવના કિનારે અને કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફની પાતળી ચાદર જોવા મળી હતી.

abu

માઉન્ટ આબુ પહોંચતા પર્યટકો આ ઠંડા છતાં મનોરમ દૃશ્યની મજા માણી રહ્યા છે

માઉન્ટ આબુ પહોંચતા પર્યટકો આ ઠંડા છતાં મનોરમ દૃશ્યની મજા માણી રહ્યા છે. જોકે, તેજ ઠંડા પવનો અને માઇનસ તાપમાન તેમને પણ ધ્રુજાવી રહ્યા છે. હોટલ અને રિસોર્ટમાં રૂમ હીટર અને તાપણાંની માગ વધી ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ સુધી માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં રહેવાની અને મેદાની વિસ્તારોમાં ધુમ્મસ સાથે ઠંડી વધુ વધવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચો: LIVE: Banaskantha માં ઠાકોર સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, આકરા નિર્ણયોની અંદરની વાત

Tags :
Advertisement

.

×