ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IITian નો કમાલ, વિશ્વનું પ્રથમ ઈમોશનલ વોઇસ-ટુ-વોઇસ AI મોડેલ Luna વિકસાવ્યું

Luna એઆઈ મોડેલની અનોખી વિશેષતા એ છે કે, આઈઆઈટી બીએચયુમાં અભ્યાસ કરનારા આ ઈનોવેટરને તેને બનાવવા માટે મોટા કોર્પોરેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે નોંધપાત્ર રોકાણની જરૂર ન્હોતી. આ એઆઈ મોડેલ વિકસાવવા માટે મોટી રિસર્ચ લેબની જરૂર ન્હોતી. આ માટે માત્ર થોડાક GPU ઉધાર લેવા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
03:11 PM Oct 31, 2025 IST | PARTH PANDYA
Luna એઆઈ મોડેલની અનોખી વિશેષતા એ છે કે, આઈઆઈટી બીએચયુમાં અભ્યાસ કરનારા આ ઈનોવેટરને તેને બનાવવા માટે મોટા કોર્પોરેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે નોંધપાત્ર રોકાણની જરૂર ન્હોતી. આ એઆઈ મોડેલ વિકસાવવા માટે મોટી રિસર્ચ લેબની જરૂર ન્હોતી. આ માટે માત્ર થોડાક GPU ઉધાર લેવા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

IITian Develop Luna : 25 વર્ષીય IITian એ AI ની દુનિયામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ IIT-BHU સ્નાતકે Luna બનાવી છે, જે વિશ્વનું પ્રથમ ઇમોશનલ વોઇસ-ટુ-વોઇસ AI મોડેલ છે. આ AI મોડેલ માણસોની જેમ ગાઈ શકે છે, બોલતી વખતે થોભી શકે છે, અને બબડાટ પણ કરી શકે છે. IIT-BHU માંથી સ્નાતક થયેલા ઇનોવેટર સ્પર્શ અગ્રવાલે જયપુર સ્થિત સ્ટાર્ટઅપ Pixa AI સાથે મળીને આ AI મોડેલ ડિઝાઇન કર્યું છે.

Luna શું છે ?

અહેવાલ મુજબ, આ AI મોડેલ સીધો જ ઓડિયો પ્રોસેસ કરે છે. વધુમાં, તે માણસોની જેમ લાગણીસભર વાતો પણ કરી શકે છે. આ AI મોડેલનો ઉપયોગ ભાવનાત્મક સંદેશાવ્યવહાર માટે થઈ શકે છે. તેમાં સ્વર મોડ્યુલેટ કરવાની, ગાવાની અને માનવ જેવા અભિવ્યક્તિઓ સાથે વાતચીત કરવાની ક્ષમતા છે.

લાગણીઓ શેર કરી શકો છો

આ AI મોડેલ ChatGPT અને Google Gemini જેવા પરંપરાગત AI મોડેલોથી અલગ છે કારણ કે, તે ફક્ત ટેક્સ્ટ-આધારિત નથી. તે વોઇસ આદેશોનો પ્રતિસાદ આપી શકે છે. સૌથી સારી વાત એ છે કે, તમે માણસોની જેમ જ આ AI મોડેલ સાથે તમારી લાગણીઓ શેર કરી શકો છો. આ AI મોડેલ પણ ગાઈ શકે છે.

GPU ઉધાર લેવા પડ્યા

સ્પર્શ અગ્રવાલે તેના X હેન્ડલ પરથી આ AI મોડેલનો વિડિઓ શેર કર્યો છે. Luna એઆઈ મોડેલની અનોખી વિશેષતા એ છે કે, આઈઆઈટી બીએચયુમાં અભ્યાસ કરનારા આ ઈનોવેટરને તેને બનાવવા માટે મોટા કોર્પોરેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે નોંધપાત્ર રોકાણની જરૂર ન્હોતી. આ એઆઈ મોડેલ વિકસાવવા માટે મોટી રિસર્ચ લેબની જરૂર ન્હોતી, જેના માટે US$100 મિલિયન રોકાણની જરૂર પણ નહીં પડે, આ માટે માત્ર થોડાક GPU ઉધાર લેવા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આઉટપુટ એકદમ કુદરતી લાગે

આ બધા છતાં, લુના એઆઈ મોડેલ ઓપનએઆઈના GPT-4 TTS અને Elevenlabsના મોડેલ જેવી અગ્રણી સિસ્ટમોને પાછળ રાખી શકે છે. તેમાં બંને મોડેલો કરતાં 50 ટકા સુધી ઓછી લેટન્સી છે, અને તેનું સ્પીચ આઉટપુટ ખૂબ જ કુદરતી લાગે છે.

આ પણ વાંચો -----  Vadodara : ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો ડામશે 'કવચ', લોકોની સુરક્ષા માટે ટેક્નોલોજીનો સહારો

Tags :
FirstEmotionalGujaratFirstgujaratfirstnewsGujaratiNewsIITBHUAllumniLunaVoiceToVoice
Next Article