Porbandar : ભાજપ કાર્યાલય સામે ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર
- પોરબંદર સીટીમાં બીજા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું
- જિલ્લા ભાજપ કાર્યાલય સામે રહેણાંક મકાન નજીકના દબાણો દૂર કરાયા
- પાલિકા, મામલતદાર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા
Porbandar : ગાંધીભૂમિ પોરબંદર શહેરમા ઇતિહાસમા પ્રથમ વખત ડિમોલેશનની કામગીરી દાખલા રૂપ કરવામાં આવી રહી છે. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા બની ગયા બાદ હાલ મહાનગરપાલિકામાં વહીવટી શાસન છે. કમિશનર, ડેપ્યુટી કમિશનરના હાથમાં મહાનગરપાલિકાની કમાન છે. ત્યારે ખરા અર્થમા પોરબંદર સીટી વિસ્તારને સ્વચ્છ બનાવવા અભિયાન શરૂ કરી દીધું છે. ભાજપ કાર્યાલય સામે જ ડિમોલોશન હથોડો મારી દબાણો હટાવવામાં આવ્યા છે.
-પોરબંદર સીટીમાં બીજા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું
-જિલ્લા ભજપ કાર્યાલય સામે રહેણાંક મકાન નજીકના દબાણો દૂર કરાયા
-પાલિકા,મામલતદાર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા
-ફૂટપાથ પર 20 જેટલા વંડા તોડી પાડી દબાણો દૂર કર્યા@SP_Porbandar @CMOGuj #Porbandar… pic.twitter.com/MLIbxdbguQ— Gujarat First (@GujaratFirst) February 6, 2025
ત્રણ જેસીબી અને ટ્રેકટર વડે 20 જેટલા વંડા દબાણો કર્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા
ખાપટ વિસ્તારમાં પાંચ કરોડથી વધુની કિંમતની જમીનમાં કરેલા દબાણોમાં બુલડોઝર એક્શન ચલાવવામાં આવ્યું હતું. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે. સરકારી જમીન ઉપર પેશકદમી કરવામાં આવી હતી તો આજે ગુરુવારે પણ આ બુલડોઝર એક્શન જોવા મળ્યુ હતુ. આ કાર્યવાહી પોરબંદરના ભાજપ કાર્યાલયની સામે એટલે કે કોલેજ રોડ અને પરશુરામ માર્ગ તરીકે ઓળખાતા આ માર્ગ પર ગેરકાયદેસર ઘર નજીક વંડા, દુકાન નજીક ઓટલાઓ જે બાંધવામાં આવ્યા તેના કારણે ફૂટપાથ પર મોટાપાયે દબાણ થઇ ગયુ હતુ. આ દબાણને દૂર કરવા માટે મહાનગરપાલિકા આજે બપોરે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી જેમાં ત્રણ જેસીબી અને ટ્રેકટર વડે 20 જેટલા વંડા દબાણો કર્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે.
દબાણ કરવામાં આવશે તો તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે
પોરબંદર મહાનગરપાલિકા સ્પષ્ટ સંદેશ આપ્યો છે ફૂટપાથ પર ગેરકાયદેસર અથવા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવશે તો તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે. તેમજ તેનો દાખલો આજે ભાજપ કાર્યાલયની સામે રહેલા વંડાઓને તોડી બેસાડ્યો છે. કોઇની પણ શરમ રાખ્યા વગર પાલિકાના અધિકારીઓ ખરા અર્થમાં સ્વચ્છતા અભિયાનમાં ઉતાર્યા છે. આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવે અને મોટામાથાના પણ દબાણો દૂર કરવામાં આવે તે પણ માંગ લોકોમાં ઉઠી રહી છે.
આ પણ વાંચો : Viral News : ચાર વખત મૃત્યુ પામીને ફરી જીવિત થયેલી મહિલાએ કહ્યું- મૃત્યુ પછી શું થાય છે?