ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Rain : અમદાવાદ - ગાંધીનગરમાં ભારે પવન સાથે મિની વાવાઝોડાની અસર, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સાંજના સુમારે અમદાવાદ, ગાંધીનગરમાં મીની વાવાઝોડાની અસર જોવા મળી હતી.
09:58 PM May 25, 2025 IST | Vishal Khamar
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સાંજના સુમારે અમદાવાદ, ગાંધીનગરમાં મીની વાવાઝોડાની અસર જોવા મળી હતી.
ujarat Weather update gujarat first

હવામાન વિભાગની આગાહી મુજબ વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. સોકલી, હીરાપુરા, જખવડા, ભોજવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. વિરમગામ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો.  સાબરકાંઠામાં ભારે વીજ ગાજ સાથે વરસાદ ખાબક્યો હતો. આકાશમાં વીજળીના કડાકાથી સમગ્ર વાતાવરણ ધ્રુજી ઉઠ્યું હતું.

Gujarat Rain Gujarat First-

 

અમદાવાદમાં મિનિ વાવાઝોડાની સ્થિતિ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં

અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરી સાથે અચાનક ભારે પવન ફૂંકાયો હતો. અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એસ.જી. હાઈવે, સોલા, સિંધુ ભવન સહિત વિસ્તારમાં વાવાઝોડું આવ્યુ હતું. મિનિ વાવાઝોડાના કારણે ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર જોવા મળી હતી. એક બુલેટ ચાલક વાહન લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે વૃક્ષ ધાશાયી થતા નાની મોટી ઈજાઓ થવા પામી હતી. રાહદારીને તાત્કાલીક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગાંધીનગરના વાવોલ અંડર પાસ પાસે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી.

ભારે પવન સાથે વીજળીના કડાકા

ગાંધીનગર જીલ્લાના દહેગામમાં પણ વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો. ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે દુકાનોનાં બોર્ડ ઉડી રસ્તા પર પડ્યા હતા. તેમજ ઝાડ પણ રસ્તા પર પડતા વાહન વ્યવહારને અસર પહોંચવા પામી હતી. ભારે પવનના કારણે દહેગામના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જવા પામી હતી.

ધૂળની ડમરી સાથે આંધી

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. ધૂળની ડમરી સાથે પવન ફૂંકાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Tags :
Ahmedabad rainGandhinagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSheavy rain forecastImpact of Mini CycloneMeteorological Department
Next Article