ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Zoopy layoffs : 700 કર્મચારી સાથે કામ કરતી ભારતીય કંપની 30% કર્મચારીઓની કરશે છટણી ; કર્મચારીઓને મદદની વ્યવસ્થા

Zoopy layoffs : ઝુપીમાં મોટી છટણી ; 170 કર્મચારીઓને બાય-બાય, નવા ઓનલાઈન ગેમિંગ કાયદા વચ્ચે સોશિયલ ગેમ્સ તરફ વળણ
08:46 AM Sep 12, 2025 IST | Mujahid Tunvar
Zoopy layoffs : ઝુપીમાં મોટી છટણી ; 170 કર્મચારીઓને બાય-બાય, નવા ઓનલાઈન ગેમિંગ કાયદા વચ્ચે સોશિયલ ગેમ્સ તરફ વળણ

Zoopy layoffs  : ભારતમાં ઓનલાઈન ગેમિંગ ક્ષેત્ર પર નવા કાયદાના કારણે મોટી અસર પડી રહી છે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ઝુપીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તે તેના કુલ કર્મચારીઓના 30 %ની છટણી કરશે, જેમાં લગભગ 170 કર્મચારીઓ પર અસર પડશે. આ નિર્ણય પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 (Online Gaming Act 2025)ને અનુરૂપ બિઝનેસ મોડલને નવી દિશામાં ઢાળવા માટે લેવાયો છે, જેમાં રિયલ-મની ગેમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

આ કાયદો ઓગસ્ટ 2025માં સંસદ દ્વારા પસાર થયો હતો, જેમાં નાણાકીય હિસ્સેદારીવાળા ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ કાયદાના કારણે ઘણી કંપનીઓએ તેમના પેઇડ ગેમ્સ બંધ કરી દીધા છે, જેમાં ઝુપીના લુડો સુપ્રીમ, લુડો ટર્બો અને સ્નેક્સ એન્ડ લેડર્સ જેવા પોપ્યુલર ગેમ્સ પર અસર પડી છે, જોકે ફ્રી વર્ઝન્સ હજુ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો- નેપાળમાં સુશીલા કાર્કી સંભાળશે કમાન, સ્પીકર-રાષ્ટ્રપતિની બેઠકમાં લેવાયો નિર્ણય

Zoopy layoffs  : નવા રેગ્યુલેશન્સને અનુરૂપ ફેરફાર

ઝુપીના સ્થાપક અને સીઈઓ દિલશેર સિંહ મલ્હીએ જણાવ્યું કે, "નવા રેગ્યુલેશન્સને અપનાવવા માટે આ છટણી અનિવાર્ય બની ગઈ છે. આ નિર્ણય અત્યંત મુશ્કેલ હતો, પરંતુ તે નવા કાયદાકિય વાતાવરણને અનુરૂપ બનવા માટે જરૂરી હતો." તેમણે કહ્યું કે, "જે કર્મચારીઓ જઈ રહ્યા છે, તેઓ ઝુપીની સફરનો અભિન્ન ભાગ રહ્યા છે અને અમે તેમના યોગદાન માટે હંમેશા કૃતજ્ઞ રહીશું."

કંપની હાલમાં 700થી 750 કર્મચારીઓ સાથે કાર્યરત છે અને આ છટણીથી તેના 150 મિલિયનથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ પર પરોક્ષ અસર પડશે. હવે ઝુપી કલ્ચરલી-રુટેડ સોશિયલ ગેમ્સ અને શોર્ટ વીડિયો કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી ભવિષ્યમાં વ્યાપારને વધુ વિસ્તાર મળશે, તેમ કંપની માને છે.

છટણીગ્રસ્ત કર્મચારીઓ માટે રાહત પેકેજ

છટણીથી પ્રભાવિત કર્મચારીઓ માટે ઝુપીએ વ્યાપક સપોર્ટ પેકેજ જાહેર કર્યો છે. આમાં સ્ટાન્ડર્ડ નોટિસ પીરિયડ ઉપરાંત વર્ષોની સેવાના આધારે વધારાની આર્થિક મદદ શામેલ છે, જેમાં કેટલાક કર્મચારીઓને 6 મહિના સુધીની નાણાકીય સુરક્ષા આપવામાં આવશે.

વધુમાં, તમામ પ્રભાવિત કર્મચારીઓને તેમના પૂરા ટર્મ સુધી હેલ્થ ઇન્શ્યોરન્સ ચાલુ રહેશે અને કંપનીએ 1 કરોડ રૂપિયાનું મેડિકલ સપોર્ટ ફંડ પણ બનાવ્યું છે, જેથી તેમને વધારાની મદદ મળી શકે. નવી ભરતીના ભાવિ તકોમાં આ કર્મચારીઓને પ્રાયોરિટી આપવામાં આવશે.

અન્ય કંપનીઓ પર પણ અસર : ગેમ્સ24x7માં 70% છટણી

આ કાયદાની અસર અન્ય કંપનીઓ પર પણ પડી રહી છે. ડિજિટલ ગેમિંગ ફર્મ ગેમ્સ 24x7 પણ તેના 70% કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે, જેમાં લગભગ 500 સ્ટાફ પર અસર પડશે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કંપનીમાં હાલ 700 જેટલા કર્મચારીઓ કાર્યરત છે અને આ માહિતી કંપનીના એક કર્મચારીએ પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, બાઝી ગેમ્સ, મોબાઈલ પ્રીમિયર લીગ (MPL) અને ડ્રીમ11 જેવી કંપનીઓએ પણ પેઇડ ગેમ્સ બંધ કર્યા છે, જેનાથી ઇન્ડસ્ટ્રીમાં વ્યાપક છટણી અને રોકાણ અટકાવાઈ રહ્યું છે.

આ પણ વાંચો- Lucknow : 54 મુસાફરો લઈને જતી બસ 50 ફૂટ ઊંડી ખાણમાં ખાબકી ; 5 લોકોના મોતની પુષ્ટી અનેક ઘાયલ

Tags :
#IndianGamingIndustry#OnlineGamingAct2025#RealMoneyGamingBan#Zoopylayoffs
Next Article