Gandhinagar થી દિવાળી ગિફ્ટ : રાજ્ય સરકારના કર્મચારી-પેન્શનર્સ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- Gandhinagar : રાજ્ય સરકારની કર્મચારી અને પેન્શનરોને વધુ એક દિવાળી ભેટ
- દિવાળીના તહેવારોને કારણે સરકારી કર્મચારીઓને વહેલો પગાર મળશે
- ઓક્ટોબર મહિનાનો પગાર અને ભથ્થા વહેલા ચૂકવવામાં આવશે
- 14 ,15 અને 16 ઓક્ટોબર દરમ્યાન તબક્કા વાર પગાર કર્મચારીના ખાતામાં જમા થશે
Gandhinagar : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને દિવાળીની ગિફ્ટ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને મોટી રાહત મળવા મળશે. 2025ના ચાલુ વર્ષમાં ઓક્ટબર 20 તારીખે દિવાળી હોવાના કારણે તેમને તહેવાર ટાણે મુશ્કેલી ના પડે તે માટે ઓક્ટોબર-2025 મહિનાનો પગાર-ભથ્થાં અને પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે રાજ્ય સરકારના એક 1993ના ઠરાવ નં (2) પ્રમાણે કર્મચારીઓા પગાર જે માસના ચૂકવવાપાત્ર હોય તેના પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેયરીંગ પ્રથા અનુસાર ચૂકવણી કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો- Vadodara : મોડી રાત્રે તલવારની ધારે લૂંટ મચાવનારા રીઢા શિકલીગરને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ
પરંતુ આ વખત ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારે દિવાળીને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવમાં રાહત આપવામાં આવી છે. આ નિર્ણય અનુસાર, ઓક્ટોબર-2025 મહિનાનો રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર-ભથ્થા અને પેન્શનની ચૂકવણી આગામી 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે.
ગુજરાત રાજ્યપાલના હુમકથી લેવામાં આવેલા આ નિર્મયથી રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સ ઉપરાંત અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને પણ આનો ફાયદો મળશે. તે ઉપરાંત પંચાયત સેવાના કર્મચારી, કરાર અધારિત નિમણૂક થયેલા કર્મચારીને પણ ફાયદો થશે.
સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળવા જઈ રહી છે અને તેઓ દિવાળીના તહેવારો પર ફેમિલી સાથે ફરવા જવા કે ખરીદી કરવામાં પૈસાનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો- Mahemdavad : સણસોલીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યારાની ધરપકડ