ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM MODI એ મંત્રીઓને રિપોર્ટ કાર્ડ સાથે બોલાવ્યા, મહત્વની બેઠક શરુ..

કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલના હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી બેઠક બોલાવી છે. પીએમ મોદીએ આ બેઠક પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં બોલાવી છે. તમામ મંત્રીઓને આ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અહીં તમામ મંત્રીઓ પોતપોતાના વિભાગના કામોની વિગતો આપશે....
04:14 PM Jul 03, 2023 IST | Vipul Pandya
કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલના હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી બેઠક બોલાવી છે. પીએમ મોદીએ આ બેઠક પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં બોલાવી છે. તમામ મંત્રીઓને આ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અહીં તમામ મંત્રીઓ પોતપોતાના વિભાગના કામોની વિગતો આપશે....
કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલના હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી બેઠક બોલાવી છે. પીએમ મોદીએ આ બેઠક પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં બોલાવી છે. તમામ મંત્રીઓને આ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અહીં તમામ મંત્રીઓ પોતપોતાના વિભાગના કામોની વિગતો આપશે. તેના આધારે મોદી સરકારના કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવશે.
ગઇ વખતે ઘણા મોટા ચહેરાઓને પડતા મૂકવામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં અત્યાર સુધી માત્ર એક જ ફેરબદલ કરવામાં આવ્યો છે. તે દરમિયાન ઘણા મોટા નેતાઓને કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો, જેમાંથી રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, હર્ષવર્ધન સિંહ અને સંતોષ કુમાર ગંગવારના નામ મુખ્ય હતા. આ સાથે ફેરબદલમાં ઘણા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ કંઈક આવું જ થવાનું છે.
29 જૂને પીએમ મોદીના નિવાસસ્થાને પણ આ બેઠક યોજાઈ હતી
તે પહેલા 29 જૂન બુધવારના રોજ પીએમ મોદીના નિવાસસ્થાને એક બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ હાજર હતા. મળતી માહિતી મુજબ આ બેઠકમાં કેબિનેટ અને સંગઠનમાં ફેરબદલ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક 4 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. ભૂતકાળમાં, જેપી નડ્ડા, અમિત શાહ અને બીએલ સંતોષે ઘણા મોટા સંઘ નેતાઓ સાથે ઘણી બેઠકો કરી હતી.
આ પણ વાંચો---શરદ પવાર પોતાની પુત્રી સુપ્રિયાને પાર્ટીમાં આગળ કરી રહ્યા હતા, અજીત સાઇડ-લાઇન કરાઇ રહ્યા હતા
Tags :
MeetingNarendra ModiPrime Minister Narendra Modi
Next Article