ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડમીકાંડ મામલોઃ યુવરાજસિંહે દહેગામમાં મિલકત ખરીદી હોવાનો ખુલાસો

યુવરાજસિંહ જાડેજા અને ડમી કાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.. ગાંધીનગરના દહેગામ તાલુકામાં યુવરાજસિંહ જાડેજાએ મિલકત ખરીદી હોવાનું સામે આવ્યું છે.પોલીસને એક ડાયરી મળી છે, જેમાં સામે આવ્યુ છે કે 13 લાખ રૂપિયા બિલ્ડરને ચૂકવાયા હતા. દહેગામ જ્યાં યુવરાજે...
12:18 PM May 02, 2023 IST | Vishal Dave
યુવરાજસિંહ જાડેજા અને ડમી કાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.. ગાંધીનગરના દહેગામ તાલુકામાં યુવરાજસિંહ જાડેજાએ મિલકત ખરીદી હોવાનું સામે આવ્યું છે.પોલીસને એક ડાયરી મળી છે, જેમાં સામે આવ્યુ છે કે 13 લાખ રૂપિયા બિલ્ડરને ચૂકવાયા હતા. દહેગામ જ્યાં યુવરાજે...

યુવરાજસિંહ જાડેજા અને ડમી કાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.. ગાંધીનગરના દહેગામ તાલુકામાં યુવરાજસિંહ જાડેજાએ મિલકત ખરીદી હોવાનું સામે આવ્યું છે.પોલીસને એક ડાયરી મળી છે, જેમાં સામે આવ્યુ છે કે 13 લાખ રૂપિયા બિલ્ડરને ચૂકવાયા હતા.

દહેગામ જ્યાં યુવરાજે મિલકત ખરીદી છે એ દહેગામમાં જ યુવરાજની પત્ની શિક્ષિકા તરીકે કામ કરે છે . એક વીડિયો પણ વાયરલ થયો છે, કહેવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો યુવરાજસિંહના સસરાનો છે,અને એવી ચર્ચા છે કે મિલકત ખરીદીના પૈસા આંગડિયા દ્વારા મોકલાવી રહ્યા હોવાનો આ વીડિયો છે

મહત્વપૂર્ણ છે કે ભાવનગર ડમીકાંડ મામલે રિમાન્ડ પૂરા થતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે યુવરાજસિંહ જાડેજાને જેલ હવાલે કર્યો હતો.દરમ્યાન કોર્ટમાં હાજર થયા પહેલાં યુવરાજસિંહનું નિવેદન સામે આવ્યું હતું યુવરાજસિંહએ જણાવ્યું કે આ માત્ર શરૂઆત છે અંત હજુ બાકી છે તેમજ સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે. યુવરાજેકહ્યુ હતું કે હજુ બીજું ઘણું બધું સામે આવશે.

 

Tags :
Dahegampropertyummy scandalYuvraj Singh
Next Article