અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ધર્મ બદલીને અનામત ન મેળવી શકાય
નવી દિલ્હી : જો કોઇ વ્યક્તિ માત્ર અનામતનો લાભ મેળવવા માટે કોઇ આસ્થા વગર જ ધર્મ પરિવર્તન કરે તો તેને અનામતની નીતિની સામાજીક ભાવના વિરુદ્ધ હશે. આ ચુકાદો મંગળવારે સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવતા એક મહિલાને અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર આપવાનો ઇન્કાર કરી દીધો હતો. મહિલાએ આ પ્રમાણપત્ર એક ઉચ્ચે શ્રેણીના લિપિક પદની નોકરી મેળવવા માટે માંગ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે, તે હિંદૂ ધર્મ અપનાવીને અનુસૂચિત જાતિમાં જોડાઇ ચુકી છે.
માત્ર અનામત માટે હિંદુ બની છે મહિલ
જસ્ટિસ પંકજ મિથલ અને આર.મહાદેવનની પીઠે આ મામલે સુનાવણી કરી હતી. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું કે, આ મામલે પ્રસ્તુત સાક્ષ્યથી સ્પષ્ટ થાય છે કે, અપીલકર્તા ક્રિશ્ચિયન ધર્મનું પાલન કરે છે અને નિયમિત રીતે ચર્ચ જાય છે. તેમ છતા તે પોતાને હિંદ ગણાવે છે અને રોજગાર માટે અનુસુચિત જાતીનું પ્રમાણ પત્ર માંગી રહી છે. તેમનું આ બેવડુ વલણ અસ્વિકાર્ય છે અને તે બપતિસ્મ લીધા બાદ પોતે હિંદુ તરીકે ઓળખાવી શકે નહીં.
સંવિધાનની મુળ ભાવનાનું અપમાન લેખાશે
કોર્ટે કહ્યું કે, માત્ર અનામતનો લાભ લેવા માટે ક્રિશ્ચિયન ધર્માવલંબીને અનુસૂચિત જાતીનો સામાજિક દરજ્જો આપવો સંવિધાનની મુળ ભાવના વિરુદ્ધ થશે અને આ સ્કેમ તરીકે ગણાશે. કોર્ટે કહ્યું કે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને પ્રત્યેક નાગરિકને સંવિધાન હેઠળ પોતાના ધર્મને માનવા અને પાલન કરવાનો અધિકાર છે. જસ્ટિસ મહાદેવને નિર્ણયમાં લખ્યું કે, જો ધર્મ પરિવર્તનનો ઉદ્દેશ્ય અનામતનો લાભ પ્રાપ્ત કરવાનો છે, ન કે ધર્મમાં વિશ્વાસ તો તેને સ્વિકારી શકાય નહીં કારણ કે તેવા વ્યક્તિને અનામતનો લાભ આપવો સામાજિક નીતિની ભાવના વિરુદ્ધ છે.
મહિલાએ હિંદુ ધર્મ અપનાવ્યાનો દાવો કર્યો
આ મામલે અપીલકર્તા સી.સેલવરાનીએ મદ્રાસ હાઇકોર્ટમાં 24 જાન્યુઆરી, 2023 ના આદેશને પડકાર્યો હતો. તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે, તેઓ હિંદૂ ધર્મનું પાલન કરે છે અને તેઓ વલ્લુવન જાતિમાંથી આવે છે, જે અનુસૂચિત જાતિમાં આવે છે. મહિલાએ દ્રવિડ કોટા હેઠળ અનામતનો લાભ પ્રાપ્ત કરવાની હદકાર હોવાનો દાવો કર્યો હતો.
મહિલા જન્મજાત ક્રિશ્ચિય છે
કોર્ટે મહિલા દ્વારા પ્રસ્તુત દસ્તાવેજો અને સાક્ષીઓની સમીક્ષા કરી અને સામે આવ્યું કે તે જન્મજાત ક્રિશ્ચિયન છે. આ ઉપરાંત કોર્ટે તે પણ સ્પષ્ટ કર્યું કે, જો સેલવરાની અને તેમનો પરિવાર વાસ્તવમાં હિંદૂ ધર્મ અપનાવવા માંગતો હતો તો તેમણે કોઇ નક્કર પગલા લેવાની જરૂર હતી. જેમ કે જાહેર રીતે ધર્મ પરિવર્તનની જાહેરાત કરવી.
કોર્ટે અરજદારની અરજી ફગાવી
કોર્ટે અપિલકર્તાના તે તર્કને પણ ફગાવી દીધો, જેમાં કહેવામાં આવ્યું કે, તેનું બેપ્ટીઝમ ત્યારે કરવામાં આવ્યું હતું જ્યારે તે ત્રણ માસની હતી. કોર્ટે કહ્યું કે આ તર્ક વિશ્વસનીય નથી. કોર્ટે તેમ પણ કહ્યું કે, બેપ્ટીઝમ, વિવા અને ચર્ચમાં નિયમિત રીતે જવાના પ્રમાણો છે જેના પરથી સાબિત થાય છે કે તેઓ ક્રિશ્યિાનિટીમાં જ માને છે.


