Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં કરાઇ હત્યા? અફઘાનિસ્તાને કર્યો સનસનાટીભર્યો દાવો!

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં હત્યા થઈ હોવાનો સનસનાટીભર્યો દાવો અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સૂત્રોને ટાંકીને કર્યો છે. પાકિસ્તાને આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે ઇમરાન ખાન જીવિત છે.23 દિવસ પછી ઇમરાન ખાનની બહેનો તેમની મુલાકાતે આવી હતી. PTI સમર્થકોએ સ્વાસ્થ્ય રિપોર્ટની માંગ સાથે વિરોધ કર્યો, જેના પર પોલીસે હિંસક કાર્યવાહી કરી હોવાનો બહેનોએ આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ pm ઇમરાન ખાનની જેલમાં કરાઇ હત્યા  અફઘાનિસ્તાને કર્યો  સનસનાટીભર્યો દાવો
Advertisement
  • અફઘાનિસ્તાને ઇમરાન ખાનની હત્યાનો કર્યો દાવો
  • અફઘાનનિસ્તાનના દાવા મુજબ જેલમાં ઇમરાનની કરાઇ હત્યા
  • પાકિસ્તાન સરકારે આ દાવાને નકાર્યો છે

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ( Imran Khan Death Claim)  2023 થી રાવલપિંડીની અદિયાલા જેલમાં (Adiala Jail)  કેદ છે.અફઘાનિસ્તાને ઇમરાન ખાનની હત્યાનો દાવો કરતા વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.  પાકિસ્તાન સરકાર અને સૈન્ય (Pakistan Army)  પર લાંબા સમયથી તેમને જેલમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ લાગી રહ્યો છે. આ દરમિયાન, ઇમરાન ખાનના પરિવારને તેમને મળવાની મંજૂરી ન આપવા બદલ પણ સરકારની ટીકા થઈ રહી છે.આ સંજોગો વચ્ચે, અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે (Afghan Defence Ministry)  ઇમરાન ખાન અંગે એક સનસનાટીભર્યો દાવો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવાનો મોટો દાવો કર્યો છે.

Tags :
Advertisement

.

×