ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં કરાઇ હત્યા? અફઘાનિસ્તાને કર્યો સનસનાટીભર્યો દાવો!

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં હત્યા થઈ હોવાનો સનસનાટીભર્યો દાવો અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સૂત્રોને ટાંકીને કર્યો છે. પાકિસ્તાને આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે ઇમરાન ખાન જીવિત છે.23 દિવસ પછી ઇમરાન ખાનની બહેનો તેમની મુલાકાતે આવી હતી. PTI સમર્થકોએ સ્વાસ્થ્ય રિપોર્ટની માંગ સાથે વિરોધ કર્યો, જેના પર પોલીસે હિંસક કાર્યવાહી કરી હોવાનો બહેનોએ આરોપ લગાવ્યો છે.
04:02 PM Nov 26, 2025 IST | Mustak Malek
પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં હત્યા થઈ હોવાનો સનસનાટીભર્યો દાવો અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સૂત્રોને ટાંકીને કર્યો છે. પાકિસ્તાને આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે ઇમરાન ખાન જીવિત છે.23 દિવસ પછી ઇમરાન ખાનની બહેનો તેમની મુલાકાતે આવી હતી. PTI સમર્થકોએ સ્વાસ્થ્ય રિપોર્ટની માંગ સાથે વિરોધ કર્યો, જેના પર પોલીસે હિંસક કાર્યવાહી કરી હોવાનો બહેનોએ આરોપ લગાવ્યો છે.
Imran Khan Death Afghan Claim

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ( Imran Khan Death Claim)  2023 થી રાવલપિંડીની અદિયાલા જેલમાં (Adiala Jail)  કેદ છે.અફઘાનિસ્તાને ઇમરાન ખાનની હત્યાનો દાવો કરતા વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.  પાકિસ્તાન સરકાર અને સૈન્ય (Pakistan Army)  પર લાંબા સમયથી તેમને જેલમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ લાગી રહ્યો છે. આ દરમિયાન, ઇમરાન ખાનના પરિવારને તેમને મળવાની મંજૂરી ન આપવા બદલ પણ સરકારની ટીકા થઈ રહી છે.આ સંજોગો વચ્ચે, અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે (Afghan Defence Ministry)  ઇમરાન ખાન અંગે એક સનસનાટીભર્યો દાવો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવાનો મોટો દાવો કર્યો છે.

 Imran Khan Death Afghan Claim: અફઘાનિસ્તાનનો ગંભીર દાવો

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે:"પાકિસ્તાની સરકાર પર જેલમાં ઇમરાન ખાનની હત્યા કરવાનો આરોપ છે."અફઘાન સરકારના આ અહેવાલ મુજબ, પાકિસ્તાની સૈન્યના સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે ઇમરાન ખાનની લગભગ ૧૭ દિવસ પહેલાં રહસ્યમય સંજોગોમાં હત્યા કરવામાં આવી હતી.

 Imran Khan Death Afghan Claim: પાકિસ્તાને હત્યાના દાવાઓને નકાર્યા

જોકે, પાકિસ્તાન સરકારે અફઘાનિસ્તાનના આ તમામ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે હત્યાના આ અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી છે કે ઇમરાન ખાન જીવિત છે અને જેલમાં સુરક્ષિત છે.

 Imran Khan Death Afghan Claim: જેલની બહાર પરિવાર અને સમર્થકોનો વિરોધ

ઇમરાન ખાનના પરિવારનો પણ દાવો છે કે તેમને છેલ્લા ૨૩ દિવસથી ઇમરાન ખાનને મળવા દેવામાં આવ્યા નહોતા.જોકે, ગઈકાલે, ઇમરાન ખાનની બહેનો – નૂરીન ખાન, અલીમા ખાન અને ઉઝમા ખાન – અદિયાલા જેલની બહાર તેમની મુલાકાત લેવા પહોંચી હતી. આ દરમિયાન, ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સમર્થકોએ પણ જેલની બહાર મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું.સમગ્ર પ્રદર્શન દરમિયાન, વિરોધકર્તાઓ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગેનો અહેવાલ (Medical Report) જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા.

બહેનોએ પોલીસ પર અત્યાચારનો લગાવ્યો આરોપ

વિરોધ પ્રદર્શન દરમિયાન, પાકિસ્તાન સરકારે તમામ પ્રદર્શનકારીઓ સાથે કઠોર વર્તન કર્યું હતું. ઇમરાન ખાનની બહેનોએ પંજાબ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે કે, પોલીસે તેમને વાળ પકડીને ખેંચ્યા હતા અને પ્રદર્શનકારીઓ પર હિંસા ગુજારી હતી.

આ પણ વાંચો:   રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવવા ટ્રમ્પે બે શાંતિદૂતોને દોડાવ્યા

Tags :
Adiala JailAfghanistanImran KhanImran Khan MurdernewsPakistan ArmyPakistan PoliticsPTI
Next Article