ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હી સરકારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી Satyendra Jain ને ઝટકો, SC એ જામીન અરજી ફગાવી

દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case) માં રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) તેમની જામીન અરજી ફગાવી દીધી છે...
11:19 AM Mar 18, 2024 IST | Hardik Shah
દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case) માં રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) તેમની જામીન અરજી ફગાવી દીધી છે...
Satyendar Jain bail rejected

દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case) માં રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) તેમની જામીન અરજી ફગાવી દીધી છે એટલું જ નહીં, તેમને તાત્કાલિક આત્મસમર્પણ (Surrender Immediately) કરવાનું પણ કહ્યું છે. તેમણે બુધવારે જ કોર્ટમાં હાજર રહેવું પડશે. સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ઉપરાંત આ કેસમાં સહઆરોપી અંકુશ જૈન અને વૈભવ જૈનની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, AAP નેતા સ્વાસ્થ્યના કારણોસર ગયા વર્ષે મે મહિનાથી વચગાળાના જામીન પર હતા.

Satyendra Jain ને આજે જ સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

AAP નેતા સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ની મે 2022માં મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case) માં ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે મે મહિનામાં તબિયત ખરાબ હોવાના કારણે તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. આ પછી, તેમના વચગાળાના જામીન અનેક પ્રસંગોએ લંબાવવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈને (Satyendra Jain) રેગ્યુલર જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સર્વોચ્ચ અદાલતે ન માત્ર તેમની માંગને ફગાવી દીધી પરંતુ તેમને તાત્કાલિક આત્મસમર્પણ કરવા પણ કહ્યું છે. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને પંકજ મિત્તલે કહ્યું, 'અપીલો ફગાવી દેવામાં આવે છે. અરજદારને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. પૂર્વ મંત્રી તરફથી હાજર રહેલા એડવોકેટ વિવેક જૈને સત્યેન્દ્ર જૈનની ખરાબ તબિયતને ટાંકીને આત્મસમર્પણ માટે એક સપ્તાહની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે આ અપીલ પણ ફગાવી દીધી હતી અને તેમના આદેશને યથાવત રાખ્યો હતો. કોર્ટના આદેશ બાદ સત્યેન્દ્ર જૈને આજે જ સરેન્ડર કરવું પડશે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રીને ફરી એકવાર તિહાર જેલમાં જવું પડશે.

શું છે સમગ્ર મામલો?

વર્ષ 2018માં EDએ આ કેસમાં સત્યેન્દ્ર જૈનની પૂછપરછ કરી હતી. દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ પણ 22 મે 2022ના રોજ તેમની ધરપકડનો વિરોધ કર્યો હતો. આ પછી, 26 મે, 2023 ના રોજ, સત્યેન્દ્ર જૈનને ખરાબ તબિયતના આધારે જામીન આપવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી છે. CBIએ 2017માં AAP નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ FIR દાખલ કરી હતી. આ FIR માં સત્યેન્દ્ર જૈન પર મની લોન્ડરિંગનો આરોપ છે. FIR મુજબ, સત્યેન્દ્ર જૈન સાથે સીધી રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Satyendar Jain Interim Bail: સુપ્રીમ કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનના વચગાળાની જામીન 8 જાન્યુ. સુધી લંબાવ્યાં

આ પણ વાંચો - મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને રાહત, કોર્ટનો ન્યાયિક કસ્ટડી વધારવાનો ઇનકાર

આ પણ વાંચો - દિલ્હી સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી Satyendar Jain બાથરૂમમાં પડી ગયા, હોસ્પિટલમાં કરાયા દાખલ

Tags :
Aam Aadmi PartyAam Admi PartyAAPMoney Laundering CaseSatyendar JainSatyendar Jain bail rejectedSCSupreme CourtSurrender Immediately
Next Article