ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Lok Sabha Election પહેલા Congress ને મોટો ફટકો, દિગ્ગજ આદિવાસી નેતા BJP માં જોડાશે

લોકોસભા ચૂંટણી (Lok Sabha elections) પૂર્વે કોંગ્રેસની All is not Well જેવી સ્થિતિ બની છે. એક પછી એક કોંગ્રેસ (Congress) ના નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. અન્ય પક્ષ સાથે ગઠબંધન (Alliance) ની વાત હોય કે પછી શીટ શેરિંગની, તમામ...
10:18 AM Feb 27, 2024 IST | Hardik Shah
લોકોસભા ચૂંટણી (Lok Sabha elections) પૂર્વે કોંગ્રેસની All is not Well જેવી સ્થિતિ બની છે. એક પછી એક કોંગ્રેસ (Congress) ના નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. અન્ય પક્ષ સાથે ગઠબંધન (Alliance) ની વાત હોય કે પછી શીટ શેરિંગની, તમામ...

લોકોસભા ચૂંટણી (Lok Sabha elections) પૂર્વે કોંગ્રેસની All is not Well જેવી સ્થિતિ બની છે. એક પછી એક કોંગ્રેસ (Congress) ના નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. અન્ય પક્ષ સાથે ગઠબંધન (Alliance) ની વાત હોય કે પછી શીટ શેરિંગની, તમામ મુદ્દે કોંગ્રેસને અંદરના જ નેતાઓ તરફથી નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પાર્ટી માટે માથાનો દુખાવો (headache) થઇ ગયું છે. હવે માહિતી મળી રહી છે કે, કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ આદિવાસી નેતા ભાજપ (BJP) માં જોડાશે તેવી સંભાવનાઓ છે.

ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે

ગુજરાતમાં કોંગ્રેસ (Congress) ને સતત ફટકો પડી રહ્યો છે. પાર્ટીના બે અગ્રણી ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. હવે વધુ એક દિગ્ગજ નેતા પાર્ટી છોડશે તેવી અટકળો વહેતી થઈ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણભાઈ રાઠવા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. રાજ્યસભામાં રાઠવાનો કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પોતાના કોઈ નેતાને રાજ્યસભામાં મોકલી શકે તેવી સ્થિતિમાં નથી, તેથી રાઠવાએ પોતાના સુરક્ષિત ભવિષ્ય માટે નવી જગ્યાની શોધ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભગવા પાર્ટીમાં જોડાશે. નારાયણ રાઠવાની ગણના ગુજરાતના શક્તિશાળી આદિવાસી નેતાઓમાં થાય છે. તેમને છોટા ઉદેપુર અને સમગ્ર આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો માનવામાં આવે છે.

પ્રોફાઈલ

રેલ્વે રાજ્યમંત્રી રહી ચુક્યા છે

નારાયણભાઈ રાઠવા અત્યાર સુધીમાં 5 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. 1989માં છોટા ઉદેપુરથી પહેલીવાર ચૂંટણી જીતનાર રાઠવાએ 2004 સુધી આ સીટ સંભાળી હતી. UPA સરકારના પ્રથમ કાર્યક્રમમાં તેમને રેલ્વે રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. રાઠવાને 2009ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવાએ હાર આપી હતી. આ પછી 2018માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના બે અગ્રણી આદિવાસી નેતાઓ છોટા ઉદેપુર બેઠક પરથી તેમના પુત્રો માટે ટિકિટ માંગી રહ્યા હતા. નારાયણ સિંહ રાઠવાને હાઈકમાન્ડની નજીક હોવાનો ફાયદો મળ્યો અને તેમના પુત્ર સંગ્રામને ટિકિટ મળી. આનાથી નારાજ થઈને કોંગ્રેસના અન્ય અગ્રણી આદિવાસી નેતા મોહનભાઈ રાઠવાએ પાર્ટી છોડી દીધી હતી. તેઓ તેમના પુત્ર રાજેન્દ્રસિંહને ભાજપમાંથી ટિકિટ અપાવવામાં સફળ રહ્યા હતા. રાજેન્દ્ર પણ મોટા માર્જિનથી જીત્યા હતા. 78 વર્ષીય મોહનભાઈ રાઠવા કોંગ્રેસમાંથી 10 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ પણ વાંચો - Gujarat BJP એ ચૂંટણી પહેલા હાથ ધરી સેન્સ પ્રક્રિયા, પ્રથમ યાદીમાં આ મોટા નામની થઇ શકે છે જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPCongressElectionElection 2024Gujarat BJPGujarat CongressGujarat FirstGujarat NewsGujarati NewsLok Sabha Election 2024lok-sabhaLok-Sabha-election
Next Article