Junagadh : ગાદી માટે ઘમાસાણ! હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ
- Junagadh ના અંબાજીમાં મહંતપદનો વિવાદ વકર્યો!
- સમગ્ર મામલે મહેશગીરી બાપુએ આપી પ્રતિક્રિયા
- હરીગીરી બાપુએ મારા પર લગાવેલ આરોપ ખોટા : મહેશગીરી બાપુ
જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) દેવલોક પામ્યા બાદથી ગાદી માટે વિખવાદ સતત ઊગ્ર બની રહ્યો છે. આ સમગ્ર મામલે ભવનાથનાં મહંત હરીગીરી બાપુ, ઈન્દ્ર ભારતી બાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરનાં મહંત મહેશગીરી બાપુ વચ્ચે વિવાદ શરૂ થયો છે. આ મામલે ભૂતનાથ મંદિર અને દત્ત શિખરનાં મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી ગંભીર આરોપ લગાવ્યા છે.
આ પણ વાંચો - Junagadh : મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા જ ગાદી માટે વિવાદ! આક્ષેપો બાદ મહેશગીરી બાપુની આવી પ્રતિક્રિયા
હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ : મહેશગીરી બાપુ
જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજીમાં મહંતપદ વિવાદ મામલે મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હરીગીરી બાપુએ (Hari Giri Bapu) મારા પર લગાવેલ તમામ આરોપ ખોટા અને વાયાવિહોણા છે. તેમણે કહ્યું કે, હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી (Bhavnath Temple) બહાર કાઢીશ, ત્યાં સુઘી બ્રહ્મલિન તનસુખગીરી બાપુને શ્રદ્ધાંજલિ નહી આપું. મહેશગીરી બાપુએ (Mahant Maheshgiri) આગળ કહ્યું કે, સમગ્ર અખાડા સાથે મારે કોઈ આપત્તિ નથી, મારી આપત્તિ એક વ્યક્તિ હારે જ છે. મહેશગીરી બાપુએ આરોપ લગાવતા કહ્યું કે, અખાડામાંથી પૈસાની હેરાફેરી થઇ છે. આથી, હરીગીરી બાપુ જલ્દી ભવનાથ મંદિર છોડે.
જૂનાગઢના અંબાજીમાં મહંતપદનો સર્જાયો વિવાદ
સમગ્ર મામલે મહેશગીરી બાપુએ આપી પ્રતિક્રિયા
હરીગીરી બાપુએ મારા પર લગાવેલ આરોપ ખોટા: મહેશગીરી બાપુ
હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ
ત્યાં સુઘી બ્રહ્મલિન તનસુખગીરી બાપુને શ્રદ્ધાંજલિ નહી આપું: મહેશગીરી બાપુ#Gujarat… pic.twitter.com/5fsiW2MRl3— Gujarat First (@GujaratFirst) November 21, 2024
આ પણ વાંચો - Junagadh : ગાદી માટે વિવાદ વકર્યો! બ્રહ્મલિન તનસુખગીરી બાપુના પરિજનોની ચીમકી!
અખાડામાંથી પૈસાની હેરાફેરી થઇ : મહેશગીરી બાપુ
મહેશગીરી બાપુએ આરોપ લગાવતા કહ્યું કે, ચાદર વિધિ અયોગ્ય રીતે કરાઈ હતી. મારી પાસે પત્ર છે, જેમાં ભવનાથ મંદિર હરીગીરી બાપુનું થાય તેવો ઉલ્લેખ કરાયો છે. આ પત્રમાં હરીગીરી બાપુએ ઇન્દ્રભારતી બાપુ (Indra Bharti Bapu), મુકતાનંદ બાપુ, બ્રમ્હલિન ભારતી બાપુ સહિતનાં સાધુ-સંતો હારે પૈસાની લેતી-દેતીનો ઉલ્લેખ કરાયો છે. જણાવી દઈએ કે, જુનાગઢમાં (Junagadh) ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) 19 નવેમ્બર, 2024 નાં રોજ દેવલોક પામ્યા હતા. ત્યાર બાદથી ગાદી માટે વિવાદનો મધપૂડો છંછેડાયો છે, જે સતત વધી રહ્યો છે.
આ પણ વાંચો - Khyati Hospital : ફરાર ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી, તેને બરતરફ કરો : હેમાંગ રાવલ