ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમિત શાહની સભામાં અર્જુન મોઢવાડીયાએ વાટ્યો ભાંગરો, એવી જીભ લપસી કે નેતા શરમમાં મુકાયા

Arjun Modhwadia Speech : ભારતીય જનતા પાર્ટીએ હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પોતાનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના મોટા સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવીને પ્રચાર કરી રહ્યા છે અને વિશાળ જનમેદની પણ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉમટી...
12:52 PM Apr 27, 2024 IST | Harsh Bhatt
Arjun Modhwadia Speech : ભારતીય જનતા પાર્ટીએ હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પોતાનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના મોટા સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવીને પ્રચાર કરી રહ્યા છે અને વિશાળ જનમેદની પણ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉમટી...

Arjun Modhwadia Speech : ભારતીય જનતા પાર્ટીએ હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પોતાનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના મોટા સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવીને પ્રચાર કરી રહ્યા છે અને વિશાળ જનમેદની પણ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉમટી પડી રહી છે. હાલ ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. આજે તેમનો જામકંડોરણાનો મેગા શો યોજવામાં આવ્યો છે. આ મેગા શો માં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને ભાજપના સમર્થકોનો મેળો ઉમટ્યો છે. જામકંડોરણામાં વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભરત બોઘરા, રમેશ ધડુક, જયેશ રાદડિયા, મનસુખ માંડવીયા, પ્રશાંત કોરાટ અને અર્જુન મોઢવાળિયા જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી છે.

"હું વિપક્ષમાં હતો મે રણ જોયું હતું" - અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગુજરાતના દિગ્ગજ નેતાઓમાંથી એક એવા અર્જુન મોઢવાડિયાએ ( Arjun Modhwadia  ) વિજય સંકલ્પ સભામાં વિશાળ જનમેદનીનું સંબોધન કર્યું હતું. તેમણે મુખ્યત્વે વિકાસના મુદ્દે વાત કરી હતી. અર્જુન મોઢવાડિયાએ ( Arjun Modhwadia )  કહ્યું કે, હું વિપક્ષમાં હતો મે રણ જોયું હતું. તેમણે આગળ કહ્યું હતું કે, BSF ના જવાનો બંકર બનાવી રહેતા હતા અત્યારે તે પરિસ્થિતિ હવે બદલાઈ છે. વધુમાં તેમણે રણ ઉત્સવ વિષે ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, રણ ઉત્સવ શરૂ થયું ત્યારે અમે ટીકા કરતા હતા,આજે 20 વર્ષ પછી રણ ઉત્સવ માટે 3 મહિના માટે ટિકિટ નથી મળતી તેવો વિકાસ થયો છે.

તેમણે ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયેલા વિકાસ વિષે પણ પોતાના આ ભાષણમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વારણસીમાં પહેલા ગટરો હતી પરંતુ હવે વારાણસીનો ચહેરો બદલાઈ ગયો છે. વધુમાં તેમણે દ્વારકાના વિકાસ અર્થે કહ્યું હતું કે, પહેલા દ્વારકા છોડી લોકો જતાં હતા હવે લોકો નો દિવસેને દિવસે ઘસારો વધતો જાય છે. મનસુખ માંડવીયા પોરબંદર થી લડી રહ્યા છે ત્યારે આપણું ભવિષ્ય બદલશે તેવું અનોખું નિવેદન પણ અર્જુન મોઢવાડિયાએ પોતાના આ ભાષણમાં આપ્યું હતું.

ઉમેદવાર અર્જુન મોઢવાડીયાની લપસી જીભ

વિજય સંકલ્પ સભામાં પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાની પોતાના આ ભાષણ દરમિયાન તેમની જીભ પણ 3-3 વખત લપસી હતી. પહેલા તેમણે પોતાના સંબોધનમાં જામકંડોરણાને 'રાણા કંડોરણા' તરીકે સંબોધિત કર્યુ હતું, એટલું જ નહીં "હાલ 36 એ 36 સીટ ભાજપ પાસે" હોવાનું કર્યુ સંબોધન કર્યું હતું, ગુજરાતમાં લોકસભાની ટોટલ બેઠક 26 છે. વધુ તેમણે કહ્યું હતું કે, અહી 2007માં ત્રીજીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આમ સંબોધનમાં અર્જુન મોઢવાડીયાની જીભ 3-3 વખત લપસી હતી.

આ પણ વાંચો : કમાલના “કચ્છી અજરખ” ને હવે મળી આ માન્યતા, વાંચો અહેવાલ

Tags :
Amit ShahArjun Modhwadiaarjun modhwadia speechBHAJAPCongressElectionGujaratloksabha 2024LOKSABHA GUJARATMansukh MandaviyaPorbandarSpeechvijay sankalp yaatra
Next Article