Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતની શાંતિ ડહોળવાનો થઈ રહ્યો હતો પ્રયાસ, NIA એ 12 જગ્યાએ દરોડા પાડ્યા

NIA: ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે, ત્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ શનિવારે ભારત વિરુદ્ધ ષડયંત્રના સંબંધમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને બિહારમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAની ટીમોએ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં 11 સ્થાનો અને બિહારના...
ભારતની શાંતિ ડહોળવાનો થઈ રહ્યો હતો પ્રયાસ  nia એ 12 જગ્યાએ દરોડા પાડ્યા
Advertisement

NIA: ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે, ત્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ શનિવારે ભારત વિરુદ્ધ ષડયંત્રના સંબંધમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને બિહારમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAની ટીમોએ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં 11 સ્થાનો અને બિહારના કૈમુર જિલ્લામાં એક જગ્યાએ આરોપીઓ અને શંકાસ્પદોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન મોબાઇલ ફોન, સિમ કાર્ડ અને મેમરી કાર્ડ સહિત ઘણા ડિજિટલ ઉપકરણો અને પ્રતિબંધિત નક્સલવાદી સંગઠનના પેમ્ફલેટ જેવા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

NIA એ શંકાસ્પદોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા

ઉલ્લેખનીય છે કે, NIA એ ગયા વર્ષે 10 નવેમ્બરના રોજ બલિયામાં CPI (માઓવાદી) શસ્ત્રો અને દારૂગોળો, વાંધાજનક દસ્તાવેજો, સાહિત્ય અને પુસ્તકોની રિકવરી બાદ પાંચ લોકોની ધરપકડ સાથે સંબંધિત કેસની તપાસ હાથ ધરી હતી. એજન્સીએ આ કેસમાં 9 ફેબ્રુઆરી, 2024ના રોજ ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

Advertisement

NIA ની તપાસમાં અનેક વિગતો સામે આવી

અનઆઈએફ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન અનેક વિગતો સામે આવી હતીં. તપાસ પ્રમાણે વાત કરવામાં આવે તો પ્રતિબંધિત સંગઠનો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરી ક્ષેત્ર તેની હાજરી વધારવા સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. તપાસ એજન્સીના પ્રવક્તાએ કહ્યું કે સીપીઆઈ (માઓવાદી)ના નેતાઓ, કાર્યકરો અને તેના સહાનુભૂતિ ધરાવનારાઓ, ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ પ્રદેશમાં સંગઠનની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Advertisement

ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે, તેથી આ નક્સલવાદીઓ ભારતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. જો કે, આવુ કંઈ થાય તે પહેલા જ NIA ને આ અંગે બાતમી મળી હતી જેથી NIA દરોડા પાડીને આ લોકોને ઝડપી પાડ્યા હતાં. નોંધનીય છે કે, NIA દ્વારા ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Amit Shah : ગાંધીનગરમાં આ તારીખે ઉમેદવારી પત્ર ભરશે ગૃહમંત્રી અમિત શાહ! પૂર્વ CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર
આ પણ વાંચો: Bengaluru: ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 120 ફુટ ઊંચો રથ ઢળી પડ્યો, સોશિયલ મીડિયામાં Video Viral
આ પણ વાંચો: Ashok Of Muzaffarpur: PM મોદીને માને છે પોતાના ભગવાન, આ વખતે શરીર પર લખાવ્યું ‘અબકી બાર, 400 પાર’
Tags :
Advertisement

.

×