Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેજરીવાલને ફરી ઝટકો, કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી લંબાવી

Delhi liquor scam case : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) ને આજે ફરી કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court) અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે. આ દરમિયાન બંને પક્ષોની દલીલો...
કેજરીવાલને ફરી ઝટકો  કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી લંબાવી

Delhi liquor scam case : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) ને આજે ફરી કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court) અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે. આ દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલને કહ્યું કે જો તમે કોર્ટને કંઈક કહેવા માંગતા હોવ તો કહો. તેના પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું કંઈ કહેવા માંગતો નથી. મારા વકીલો ત્યાં છે.

Advertisement

કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યો ઝટકો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે એકવાર ફરી મોટો ઝટકો આપ્યો છે. જણાવી દઇએ કે, દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર આંચકો લાગ્યો છે. બુધવારે (19 જૂન), દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે. મુખ્યમંત્રી કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થતાં આજે તેમને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સાથે આ કેસમાં આરોપી ગણાતા વિનોદ ચૌહાણને પણ રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ બંનેની જ્યુડિશિયલ કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. જણાવી દઈએ કે દિલ્હીના CM કેજરીવાલની મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચ, 2024ના રોજ તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

21 દિવસના વચગાળાના જામીન

જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેમને દિલ્હીની તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી કેજરીવાલે 2 જૂને તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.

કોર્ટે તિહાર જેલ પાસેથી માંગ્યો હતો જવાબ

આ પહેલા શુક્રવારે દિલ્હીની એક કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલની અરજી પર તિહાર જેલ પ્રશાસનનો જવાબ માંગ્યો હતો જેમાં તેમની પત્નીને તેમની સ્વાસ્થ્યની સ્થિતિ અને સારવાર નક્કી કરવા માટે રચવામાં આવેલા મેડિકલ બોર્ડમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી. નોંધનીય છે કે CM કેજરીવાલે કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે જેમાં તેમની પત્નીને વીડિયો કોન્ફરન્સ દ્વારા મેડિકલ બોર્ડમાં સામેલ થવાની પરવાનગીની વિનંતી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - શું આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ આપશે જામીન?

Tags :
Advertisement

.