ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાવનગરમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ, 6 ઉત્તરવહી વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી

ભાવનગરમાં MKB યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરમાં MKB યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમમાં B.Com, M.CoMની પરીક્ષામાં ગેરરીતિ થવાની ઘટના સામે આવી છે. 6 ઉત્તરવહી વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી આવી. વિદ્યાર્થીએ તમામ ઉત્તરવહી સુપરવાઈઝરને સોંપી છે. સેનેટ સભ્યનો...
12:03 PM Apr 26, 2023 IST | Dhruv Parmar
ભાવનગરમાં MKB યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરમાં MKB યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમમાં B.Com, M.CoMની પરીક્ષામાં ગેરરીતિ થવાની ઘટના સામે આવી છે. 6 ઉત્તરવહી વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી આવી. વિદ્યાર્થીએ તમામ ઉત્તરવહી સુપરવાઈઝરને સોંપી છે. સેનેટ સભ્યનો...

ભાવનગરમાં MKB યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરમાં MKB યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમમાં B.Com, M.CoMની પરીક્ષામાં ગેરરીતિ થવાની ઘટના સામે આવી છે. 6 ઉત્તરવહી વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી આવી. વિદ્યાર્થીએ તમામ ઉત્તરવહી સુપરવાઈઝરને સોંપી છે.

સેનેટ સભ્યનો ગંભીર આક્ષેપ

યુનિ.ના સેનેટ સભ્ય મહેબૂબ બલોચે યુનિ.ના કુલપતિ તથા કુલસચિવને રજૂઆત કરી યુનિવર્સિટી આ બાબતે કોઈ હિંમત દાખવી કર્યવાહી કરી શકશે તેવો પ્રશ્ન કર્યો છે. રીક્ષાની ઉત્તરવહી બહાર ક્યારે ગઈ ? અને કોણ આ ઉત્તરવહી ને બહાર લઈ ગયું ? તેમજ ક્યાં બ્લોક માંથી આ ઉત્તરવહી બહાર ગઈ? જે સૌથી મોટા સવાલ છે. સેનેટ સભ્યએ કહ્યું કે, ઉત્તરવહી બહાર ગઈ તો બ્લોકના સુપર વાઇઝરએ સેન્ટર ઇન્ચાર્જ ને કેમ ફરિયાદ ના કરી.

ઉત્તરવહી સ્કૂટરની ડીકીમાંથી મળી

મહત્વનું છે કે, MKB યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમમાં B.Com, M.CoMની પરીક્ષામાં ગેરરીતિ થવાની શક્યતા જોવા મળી છે. પરીક્ષામાં ઉત્તરવહી પરીક્ષા ખંડની બહારથી મળી આવી છે. તમને જણાવી દઈએ કે, 6 ઉત્તરવહી એક વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીએ તમામ ઉત્તરવહી સુપરવાઈઝરને સોંપી છે.

આ પણ વાંચો : સાબરકાંઠા પંથકમાં દીપડાએ દેખા દીધી, Video વાયરલ થતાં વન વિભાગ દોડતું થયું

Tags :
BhavnagarGujaratMKB UniversityPaper Leak ScamScam
Next Article