ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

 Vadodara : ગોત્રી વિસ્તારમાં ટલ્લી બનેલી યુવતીએ પોલીસ સાથે શું કર્યું...!

વડોદરા (Vadodara) ના ગોત્રી વિસ્તારમાં નશામાં ટલ્લી થઇને એક મહિલા કારચાલકે બબાલ કરીને તમાશો કર્યો હતો. આ મહિલા નશામાં ધૂત હતી અને તેણે પોલીસ સાથે પણ ધક્કામુક્કી કરીને ગેરવર્તન કર્યું હતું. આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નશામાં...
11:49 AM Aug 28, 2023 IST | Vipul Pandya
વડોદરા (Vadodara) ના ગોત્રી વિસ્તારમાં નશામાં ટલ્લી થઇને એક મહિલા કારચાલકે બબાલ કરીને તમાશો કર્યો હતો. આ મહિલા નશામાં ધૂત હતી અને તેણે પોલીસ સાથે પણ ધક્કામુક્કી કરીને ગેરવર્તન કર્યું હતું. આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નશામાં...
વડોદરા (Vadodara) ના ગોત્રી વિસ્તારમાં નશામાં ટલ્લી થઇને એક મહિલા કારચાલકે બબાલ કરીને તમાશો કર્યો હતો. આ મહિલા નશામાં ધૂત હતી અને તેણે પોલીસ સાથે પણ ધક્કામુક્કી કરીને ગેરવર્તન કર્યું હતું. આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
નશામાં ધૂત બનેલી યુવતીએ મહિલા પોલીસ કર્મી સાથે માથાકૂટ કરી
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રાત્રે 2 વાગે કાર લઇને પસાર થઇ રહેલી યુવતીએ અન્ય એક કારને ટક્કર મારી હતી, જેના પગલે પોલીસને જાણ કરાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે યુવતીને પોલીસ સ્ટેશન લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું અને નશામાં ધૂત બનેલી યુવતીએ મહિલા પોલીસ કર્મી સાથે માથાકૂટ કરીને ગેરવર્તન કર્યું હતું. આ મહિલાએ નશામાં છાકટા બનીને પોલીસ સાથે ભારે માથાકૂટ કરીને હોબાળો મચાવ્યો હતો.
યુવતીએ પોલીસની કામગિરીમાં રુકાવટ કરી
મહિલાએ પોલીસ કર્મી સાથે અપશબ્દો બોલીને ગાળાગાળી કરી થપ્પડો પણ મારી દીધી હતી અને વીડિયો ઉતારી રહેલા શખ્સને પણ ધમકી આપી હતી. નશામાં ધૂત બનેલી યુવતી પોતે શું કરી રહી છે તેનું તેને ભાન પણ ન હતું અને પોલીસ સાથે બબાલ કરી હતી. જો કે પોલીસ આ યુવતીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી અને તેની કાર પણ જપ્ત કરી લીધી હતી. બેફામ ગાળાગાળી કરી રહેલી યુવતીએ પોલીસની કામગિરીમાં રુકાવટ કરી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસે યુવતીની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.
સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય
ગોત્રી વિસ્તારમાં ગોકુળનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો કાર ચાલક નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. મહિલા ક્યાંથી આવી રહી હતી અને તેણે ક્યાં નશો કર્યો હતો તે સહિત વિવિધ મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી.
આ પણ વાંચો-----SURAT NEWS : ઓલપાડના દરિયામાં મહાકાય વ્હેલ માછલી તણાયી આવી, લોકોમાં કુતૂહલ જોવા મળ્યો VIDEO VIRAL
Tags :
drunking girlGotri PoliceSocial MediaVadodaraviral vedio
Next Article